સામાન્ય રીતે આપણે આપણા ભાગ્ય પર ખુબ ભરોસો કરીએ છીએ. અને તેમાં પણ ખાસ કરીને આપણને ભગવાન પર અસિમ વિશ્વાસ હોય છે. ત્યારે જ તો આપણે કોઈપણ મુશ્કેલી આવે ત્યારે દોડીને ભગવાનના દ્વારે પહોંચી જઈએ છીએ. ગુરૂવારે ઉત્તરાયણનો પર્વ છે. આપણા સૌકોઈ માટે ખાસ માનવામાં આવે છે. કારણ કે, ઉત્તરાયણના દિવસથી જ કમૂરતા પૂર્ણ થયા છે. અને નવા માંગલિક પ્રસંદોની શરૂઆત થાય છે. ત્યારે આ ઉતરાયણ પર તમારી કિસ્મત પર માતારાનીની કેવી કૃપા રહે છે. આજે તેપણ જાણીએ જ્યોતિશષી પાસેથી.
મેષ રાશિ
તમારા ગ્રહોમાં થતા પરિવર્તન તમારા સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા વધારનારા છે. કારણ કે, આજનો દિવસ તમારા માટે થોડો ખરાબ રહેવાનો છે. જોકે સ્વાસ્થ્યને લગતી તકલીફોથી બચી શકાય છે પરંતુ આ માટે તમારે તમારી ખાણીપીણી પર ખાસ ધ્યાન આપવું પડશે. જોકે સ્વાસ્થ્ય સિવાય અન્યમ ક્ષેત્રે તમને લાભ જ લાભ થઈ રહ્યા છે. જેમ કે, તમે કોઈપણ વ્યવસાયમાં રોકાણ કરી શકો છો. પરંતુ હાં ઉત્તરાયણના દિવસે ભૂલથી પણ કોઈને પૈસા ઉધાર ન આપતા.
વૃષભ રાશિ
તમારા ગ્રહોની દશા એવું બતાવી રહી છે કે, ઉત્તરાયણથી તમને તમારા ધંધામાં ખુબ સફળતાઓ મળશે. તમે તેમાં ખાસ ધ્યાન આપી શકશો. એટલું જ નહીં ધંધામાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ વાતચીત દ્વારા સમાધાન શોધી શકશો. જોક આજના દિવસે કેટલાક પરણિત લોકો પોતાની કેટલીક અંગત વાતોની અવગણના કરશે. સાથે જ પોતાની પત્ની કે, પોતાના પતિને ખુશીઓ આપવા માટે કાંઈક નવું આયોજન પણ કરશે. આવું કરવા પર એકબીજાની નજદીકીઓ વધશે. સાથે જ સંબંધો પણ મજબૂત બનશે. પરિવારમાં પણ શાંતિ ભર્યું વાતાવરણ બન્યું રહેશે.
મિથુન રાશિ
ઉત્તરાયણનો દિવસ તમારા માટે થોડો મુશ્કેલીઓથી ભર્યો રહેશે. કારણ કે, આજના દિવસે તમારા જીવનમાંથી તમામ સમસ્યાઓ દૂર થવાની છે. પરંતુ આજના દિવસે તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ કરીને તેમારા વિરોધીથી સાવધાન રહવું. ખર્ચને લઈને થોડી ચિંતા રહેશે. તમારી આવક કરતા જાવક વધી શકે છે. પરંતુ તે જાવક તમારી કિસ્મત ચમકાવી શકે છે. કારણ કે તમે થોડી ચિંતા વચ્ચે પણ આગળ વધવાનો પ્રયાસ કરશો. જો તમે વિદેશમાં જવાના સ્વપ્ના જોતા હોય તો હવે તમારું તે સ્વપ્નૂં પણ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે.
કર્ક રાશિ
તમારા ગ્રહોની ચાલ આજે થોડી તમારા પ્રેમ જીવનને લઈને ચિંતીત રહેશે, આજના દિવસે અનેક નવા યુગલોને પ્રેમ પણ થશે. પરંતુ એ વાત ચોક્કસથી યાદ રાખલી કે, તમારી પ્રિયતમા કે, પ્રેમી તમારાથી કેટલીક વાતો ચોક્કસ પણ છુપાવીને રાખશે. જોકે બીજી તરફ પરણિત લોકોનું દાંપત્ય જીવન સુખી રહેશે. તેમને જીવનમાં સુખોની વરસા થશે, સાથે જ પરિવારમાં પણ પ્રેમનો માહોલ બન્યો રહેશે. સ્વાસ્થ્યને લઈને પરિવારમાં થોડી ચિંતા રહેશે. પરંતુ સમય જતા તે પણ દૂર થઈ જશે.
સિંહ રાશિ
આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેશે. તમારા સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ રહી શકે છે. જોકે આ દિવસ પરણિત દંપત્તીઓ માટે ખુશીઓથી ભરપૂર હશે. થોડો ખર્ચાડ હશે. પરંતુ જીવનના તમામ શુખ આપનારો હશે. ખાસ કરીને જે લોકો પ્રેમ લાઈફ જીવી રહ્યા છે. અને તાજેતરમાં જ લગ્નના તાંતણે બંધાયા છે. તેમની લાઈફ તો રોમેન્ટીક બની રહેવાની છે. જોકે કેટલાક લોકોને ધમંડનો પણ સામનો કરવો પડી શકે છે. કારણ કે, કોઈ ધમંડી લોકો સાથે તેમનો ભેટો થઈ શકે છે. પરંતુ જો તમે સુજબુજથી કામ લેશો તો ભલભલા ઘમંડીનો ઘમંડ પણ ચૂર-ચૂર થઈ જશે, આજના દિવસે માઁ ખોડિયારની પૂજા કરો. તમારા પરિવારની તમામ મુશ્કેલીઓનું નિવારણ આવશે. માતાજીની તમારા પર કૃપાદ્રષ્ટિ વરસશે.
કન્યા રાશિ
આજના દિવસે તમારા ગ્રહોની ચાલ તમારા પર મહેરબાન છે. તમારા ગ્રહો બતાવી રહ્યા છે કે, તમે ક્યારેય ધાર્યું પણ નહીં હોય તેટલી ખુશી આજે તમને મળવાની છે. કારણ કે, આજે પરિવાર તરફથી તો તમને દરેક કાર્યમાં સમર્થન મળશે જ. પરંતુ તેની સાથે-સાથે તમે એવા મિત્રોને પણ મળશો. જેમને તમે વર્ષોથી મળ્યા જ નથી. અને મળવા માટે આતુર હતા. જો તમે નોકરી કે ધંધો કરો છો તો તેમાં પણ સારા સમાચાર મળવાના સંકેત છે. ખાસ કરીને કોરોનાની ચિંતા તમારા ધંધામાંથી દૂર થઈ શકે છે. તમારી બંધ દૂકાનોના શટરો ખુલી શકે છે. તો નોકરીમાં બોસ ખુશ થઈને તમને બોનસની સાથે-સાથે અન્ય સારા સમાચાર પણ સંભળાવી શકે છે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. વધુ પડતા પાન-મસાલાઓનું સેવન ન કરો.
તુલા રાશિ
આજે તમારા ગ્રહો તમારી પ્રેમ લાઈફ પર મહેરબાન છે. ખાસ કરીને ગૃહિણિઓ પોતાના પતિ તરફ ખાસ આકર્ષિત રહેશે. પતિને રિઝવવા નવી-નવી વાનગીઓ પણ બનાવી શકે છે જે પતિદેવને પસંદ હોય. તુલા રાશિના લોકો પરિવાર સાથે બહાર ફરવા જવાનું પણ પ્લાનિંગ બનાવી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલી વ્યક્તિને પ્રવાસ પણ કરવો પડી શકે છે. પરતુ તે લાંબો પ્રવાસ તેના માટે સારા સંકેત હશે. નોકરીમાં પણ તમને સારા અવસર મળી શકે છે. બેરોજગારને રોજગારીની તકો મળી શકે છે. તો પ્રેમી યુગલોને પોતાના પ્રેમને સફળ બનાવવામાં પણ સફળતા મળી શકે છે. માતા-પિતા તરફથી પણ પ્રેમ લાઈફ માટે સપોર્ટ મળી શકે. પરિવારમાં સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતાઓ પહેશે. પરંતુ માતાજીની પ્રાર્થના કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થશે.
વૃશ્ચિક રાશિ
ગ્રહોની ચાલ પ્રમાણે, આજનો દિવસ થોડો ઉતાર-ચડાવ ભર્યો રહેશે. સ્વાસ્થ્યને લઈને ચિંતા નહીં રહે પરંતુ તમને અન્ય કોઈ વાતનો ડર પરેશાન કરશે. જેમ કે, નાણાકીય વ્યવહાર, કે ધંધાને લઈને અન્ય કોઈ બાબતે ચાલી રહેલો વિવાદ. જોકે મુશ્કેલીઓ વચ્ચે પણ તમારા માટે આવકના સારા સ્ત્રોત બંધાશે. તમારા ગ્રહોની ચાલ કહે છે કે, તમને તમારા ધંધામાં કોઈ મોટી સફળતા હાથ લાગશે. તમે તમારી પ્રેમિકાને મળવા જઈ શકો છો. પ્રેમ લાઈફમાં સફળતા પણ મળી શકે છે.
ધનુ રાશિ
આજના દિવસે તમારે તમારા પર્સનલ ખર્ચાઓ થોડા ઓછા કરવાની જરૂર રહેશે. તમારા ગ્રહોની ચાલ કરે છે કે, પરિવારમાં આરોગ્યને લઈને થોડી ચિંતા વધી શકે છે. જેથી બને તો પરિવારના સભ્યો સાથે બહાર જવાનું તમારે ટાળવું જોઈએ. સારો ઉપાય એ રહેશે કે, ઘરમાં જ બનેલી વસ્તુઓનું સેવન કરો. અને પરિવાર સાથે આયુર્વેદિક ઉકાળાનું સેવન કરો. જો તમે હોટેલ વ્યવસાય સાથે જોડાયેલા છો તો તમારા માટે સારા સમાચાર આવી શકે છે. જે તમારા પડિભાંગેલા ધંધાને ફરી ઉભા કરવાની તક હોઈ શકે છે. ચિંતાઓ ભર્યું વાતાવરણ રહેશે. પરંતુ જો માતાજીની આરતી કરીને કોઈપણ કાર્યની શરૂઆત કરશો તો સફળતા અચૂક મળશે.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે તો આજનો દિવસ ખુશીઓ જ ખુશીઓ ભરેલો છે. કારણ કે, આજના દિવસે તમને ખુબ સારા પૈસા મળી શકે છે. આજના દિવસે ઓફિસની બહાર તમે તમારા કોઈ મોટા સિનિયરને પણ મળી શકો છો. જે તમારા માટે એક મોટી તલ લઈને આવશે. જો તમે તેને ઝડ઼પી લેશો તો તમારી કિસ્મત ચમકી જશે. આજના દિવસે તમને પરિવારના તમામ વડીલોના પણ આશિર્વાદ મળશે. જૂના પ્રેમ તરફથી પણ તમને તમારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળશે. સાથે જ તમારી સૌથી પ્રિય વ્યક્તિ તમને કાંઈક ભેટ આપશે. જો તમારી તાજેતરમાં જ સગાઈ થઈ છે તો તમને તમારી ભાવિ સાથી પાસેથી પણ કાંઈક મોટી ભેટ મળી શકે છે. જે તમારી સાથે હંમેશ રહેશે.
કુંભ રાશિ
ગ્રહોની ચાલ સૂચવે છે કે મકરસંક્રાતિના દિવસે તમે તમારા ધંધા-વ્યવસાયના ક્ષેત્રમાં ધ્યાન કેન્દ્રિત કરશો. જે તમને મોટી સફળતા તરફ દોરી જશે. તમે સારા બિઝનેશને ડેવલપ કરી શકો છો. જો નોકરી શોધી રહ્યા છો તો નોકરી પણ સારી મળી શકે છે. તમારું સ્વાસ્થ્ય થોડું નબળું રહી શકે છે. જેથી તમારા પિતા પણ તમારા સ્વાસ્થ્યની ચિંતા કરશે અને તેમારી સંભાળ લેશે. આજે બને તો તમારે તમારા માતા-પિતા સાથે સમય પસાર કરવો જોઈએ. તેમની સેવા કરવી જોઈએ. જેના આશિર્વાદ તમને સફળતા અપાવડાવી શકે છે. જોકે જે લોકોએ તેમના માતા-પિતાને તરછોડ્યા છે. તે ક્યારેય ખુશ નહીં રહી શકે. ધરમાં આવનાર લક્ષ્મી પણ ઘરના બારણેથી જ પરત ફરી જશે. અને આવા લોકો પર માતાજીની પણ ક્યારેય કૃપા નહીં રહે. પરંતુ જે લોકો પોતના માતા-પિતાની સાચા દિલથી સેવા કરશે તેમને અવશ્ય માતાજીના આશિર્વાદ મળશે.
મીન રાશિ
તમારા ગ્રહોની દશા તમારા પર મંડરાય રહી છે. એટલે કે, જે લોકો પોતાના ભાગ્ય પર ભરોસો રાખશે તેમને ફાયદો પણ થશે, પરંતુ કેટલાક કામમાં મુશ્કેલી આવી શકે છે. જેના કારણે તમારો વિચારવાનો સમય બરબાદ થઈ શકે છે. ધંધાને લઈને તમારે લાંબી મુસાફરી પણ કરવી પડી શકે છે. જોકે ભાઈ-ભાઈ સાથે અને બહેન-બહેન સાથે પોતાની સમસ્યાને રજૂ કરશે તો તેમની સમસ્યાનું નિવારણ પણ આવી શકે છે. અને જો કોઈનું લગ્ન જીવન તુટી રહ્યું હશે તો તે પણ ફરી સંધાઈ જશે. એટલે કે, માતાજી દરેકના જીવનને સફળ બનાવશે, તમારા પરિવારના માળાને વિખેરાતો બચાવશે.