પાકિસ્તાનની એક મહિલાને દુલ્હન બનાવાનો એટલો શોખ હતો કે, તે દર શુક્રવારે દુલ્હન બની જાય છે. લાહોરના પંજાબ પ્રાંતની રહેવાસી હિરા ઝિશન 42 વર્ષની છે. હીરા ઝીશાનના જણાવ્યા અનુસાર, છેલ્લા 16 વર્ષથી તે દર શુક્રવારે સોળ શણગાર સજીને દુલ્હનની જેમ તૈયાર થાય છે. હીરાને જ્યારે આવું કરવા પાછળનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ખૂબ જ દુઃખદ કહાણી છે..
હીરાએ જણાવ્યું કે, તેની માતા 16 વર્ષ પહેલા ખૂબ જ માંદગીમાં આવી ગઈ હતી. જેના કારણે માતાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. માતાની ઇચ્છા હતી કે હું લગ્ન કરું. આવી સ્થિતિમાં જે વ્યક્તિએ માતાને રક્તદાન કર્યું હતું. મારું લગ્ન તે જ સાથે નક્કી થયું હતું. તેની માતાની ખુશીથી હીરાના લગ્ન માટે તૈયાર થઈ ગઈ. જે બાદ હીરાના લગ્ન હોસ્પિટલમાં જ થયા હતા અને હીરાની વિદાય રીક્ષામાં થઈ હતી.
તેની માતાની માંદગીને લીધે, હીરા પોતાના લગ્નમાં તૈયાર થઈ શકી નહોતી. થોડા સમય પછી હીરાની માતાનું અવસાન થયું. હીરાના પોતાના માના મોતથી ખૂબ ભાંગી પડી હતી. તે ડિપ્રેશનનો શિકાર બની રહી હતી. આ સમય દરમિયાન તે માતા પણ બની હતી. પરંતુ તેના બંને બાળકોનો જન્મ થતાંની સાથે જ તેનું મોત થયું હતું. જેનાથી બધાને ખુબ દુઃખ થયું હતું અને પરિવારમાં હતાશા વધવા લાગી હતી. તે દરમિયાન તેમે તણાવમાંથી બહાર આવવા માટે તે એક શુક્રવારે દુલ્હનની જેમ તૈયાર થઈ. આવું કરવાથી તે ધીરે-ધીરે તણાવમાંથી બહાર આવવા લાગી
હીરા કહે છે કે, તેને દુલ્હન બનીને ખુબ ખુશી મળે છે અને તેની એકલતા ગાયબ થઈ જાય છે. તેથી તે છેલ્લા 16 વર્ષથી દર શુક્રવારે દુલ્હનની જેમ સજ્જ તૈયાર થાય છે. હીરાના કુલ ચાર બાળકો છે અને તેનો પતિ લંડનમાં રહે છે. તે પોતાના બાળકો સાથે પાકિસ્તાનમાં રહે છે