જાડાપણું ખૂબ જ ખરાબ વસ્તુ છે. તે ઘણા રોગોને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં, દરેક વજન ઘટાડવાનું વિચારે છે. કેટલાક તેમાં સફળ પણ થાય છે. જો કે, ખૂબ મેદસ્વી લોકોની સમસ્યા વજન ગુમાવ્યા પછી પણ દૂર થઈ નથી. હવે 31 વર્ષીય સારાહ ડોવેલને જ જોઈ લો.

અમેરિકાના મિનેસોટામાં રહેતી સારાહ ડોવેલ એક સમયે 159 કિલો વજનની હતી. તેનું વજન એટલું વધારે હતું કે ઉભા થવું પણ મુશ્કેલ હતું. આવી સ્થિતિમાં તેણે સખત મહેનત કરી અને વજન ઓછું કર્યું. જો કે, તેની સમસ્યા અહીં સમાપ્ત થઈ નથી. જ્યારે તેનું ફૂલેલું પેટ પથરાઈ ગયું ત્યારે લાંબી ત્વચા લટકાવા લાગી.
તેના પેટ પર લટકતી આ ચામ઼ીને દૂર કરવા સારાહને ઘણો ખર્ચ કરવો પડ્યો હતો. તેના આ પરિવર્તન અને તેના આ અનોખા અનુભવને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે હાલ ખૂબ ઝડપથી વાઈરલ થઈ રહી છે. સારા કહે છે ,કે તે નાનપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. જો કે, કિશોરાવસ્થામાં તેનું જાતીય શોષણ થયું હતું. જેનાથી તેનું માનસિક સ્વાસ્થ્ય બગડ્યું હતું.

સારાના મેદસ્વીપણાની શાળામાં પણ મજાક ઉડાવવામાં આવતી હતી. એકવાર તેણે એક છોકરાને ડેટ પર જવા કહ્યું હતું, પરંતુ તેણે સારાની મજાક ઉડાવી હતી. ટૂંક સમયમાં સારાએ તેનું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. આ સમય દરમિયાન, તેનું વજન વધ્યું હતું. તેમને તેમના માપના કપડા પણ મળતા નહોતા.એટલે ખૂભ શરમ અનુભવતી હતી.
હવે તો સારા પણ પોતાના મેદસ્વીપણાથી કંટાળી ગઈ હતી. તે પોતાને પ્રેમ કરવા માંગતી હતી. તેથી, પહેલા તેણે પતિને છૂટાછેડા આપ્યા અને આ સબંંધનો સમાપ્ત કર્યો. ત્યારબાદ તેના વજન ઘટાડવાની સફર શરૂ થઈ. આ માટે સારાએ આલ્કોહોલ પીવાનું છોડી દીધું, કેટો ડાયેટ લીધો અને સ્વિમિંગ દૈનિક રૂટીનમાં જોડાઈ.

સારાની મહેનતનું પરિણામ મળ્યું અને તેનું વજન ઓછું થયું. જોકે, તેમની મુશ્કેલીઓ હજી પૂરી થઈ નથી. ઉલટાની તેની મુસીબત વધવા લાગી હતી. કારણ કે, વજન ઓછું કરતી વખતે તેણે પોતાની વધારાની ત્વચા વિશે વિચાર્યું ન હતું. તેના પેટની ચરબી ઓછી થતી પણ વધારાની ત્વચા નીચે લટકતી રહેતી હતી જેના કારણે, તેને દૈનિક જીવનમાં પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. ચાલતી વખતે અથવા બેસતી વખતે તેમને પોતાનું વધારાનું માંસ ગોઠવવું પડતું.
આનાથી સારાનો આત્મવિશ્વાસ ઓછો થયો. હવે તે આ ઢીલી ત્વચાથી પણ છૂટકારો મેળવવા માગતી હતી. જોકે, તેની પાસે સર્જરી માટે આ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. સારાએ સર્જરી માટે તેનું મન બનાવ્યું હતું, પરંતુ ઓપરેશન માટે પૈસા નહોતા. તેણે બચત શરૂ કરી. ક્રાઉડફંડિંગ ફંડિંગ પછી જ્યારે પૈસા એકત્રિત થયા, ત્યારે તેણે તેની ત્વચાની સર્જરી કરાવી.
સારાની વધારાની ત્વચાને દૂર કરવામાં ડોક્ટરોને 7 કલાકનો સમય લાગ્યો. સાત કલાકની સર્જરી પછી સારા એકદમ સુંદર અને સ્વસ્થ્ય દેખાતી હતી. જો કે હવે તે તેનાથી ધીરે ધીરે સ્વસ્થ થઈ રહી છે. આ સર્જરી પછી તેનો આત્મવિશ્વાસ પાછો ફર્યો છે.
સારાએ આ તેની આ સફરને સોશિયલ મીડિયા પર પણ શેર કરી છે. તેમણે કહ્યું કે વજન ઓછું કરવું ખૂબ મહેનતનું કામ છે. તે કહે છે કે જ્યારે તે પોતાને અરીસામાં જુએ છે ત્યારે તે ખુશ છે. એટલે જો તમે પણ મેદસ્વીપણાની સમસ્યાથી પીડાતા હોય તો તેને અવણશો નહીં..