શુક્ર ગ્રહ માર્ચ 2021માં પોતાની રાશિમાં પરિવર્તન કરશે. 17 માર્ચના દિવસે કુંભ રાશિમાંથી ભ્રમણ કરીને શુક્ર મીન રાશિમાં પ્રવેશ કરશે. જ્યાં તેઓ 10 એપ્રિલ સુધી રહેશે. જ્યોતિષ મુજબ માનવામાં આવે છે કે શુક્ર સુખ-સુવિધા અને પ્રેમના દાતા છે. જેની કુંડળીમાં શુક્ર નબળો હોય છે તેમને ભૌતિક સુખોની અછત રહે છે. આવો જાણીએ શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન કોના માટે લાભનો અને કોના માટે મુશ્કેલીનો સમય લઈને આવશે.
મેષ
મેષ રાશિના લોકોના જીવન પર શુક્રનું ભ્રમણ શુભ અવસર લઈને આવશે. મહેનત કરવાથી તમને સફળતા મળશે. જો કે 17 માર્ચછી 10 એપ્રીલ સુધી સતર્ક અને સમજી વિચારીને નિર્ણય કરવાની જરૂર છે. ખર્ચામાં વૃદ્ધ થઈ શકે છે અને યાત્રા પણ કરવી પડી શકે છે.
વૃષભ
શુક્રનું મીન રાશિમાં પરિવર્તન તમામ રાશિઓને વધતા ઓછા અંશે અસર કરશે. જોકે ભ્રમણથી વૃષભ રાશિના જાતકોને ફાયદો મળશે. તેમના માટે આ ગ્રહ સંયોગ ઉત્તમ ફળદાયી રહેશે. આ દરમિયાન તેમને વેપારમાં લાભ થશે. તેમજ બગડેલા કાર્યો પાર પડશે. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે.
મિથુન
મિથુન રાશિના જે લોકોના લગ્ન થયા નથી. તેનો સંબંધ નક્કી થઈ શકે છે. નોકરી માટે સારો સમય છે. વિચારેલા કાર્યો પૂરા થશે. પરિવારનો સાથ મળશે અને નવા વાહનની ખરીદી તમે કરી શકો છો.
કર્ક
કર્ક રાશિના જાતકો માટે શુક્રનું કુંભમાંથી નીકળીને મીનમાં પ્રવેશ આર્થિક દ્રષ્ટીએ ખૂબ જ ફાયદાકારક રહેશે. આકસ્મિક ધનલાભ થવાની શક્યતા છે. નોકરિયાત લોકોને પણ આ મહિને મોટી ખુશખબરી મળી શકે છે.
સિંહ
આ રાશિના લોકો સમજી વિચારીને પૈસાનું રોકાણ કરે. કોઈ ખોટી જગ્યા પર પૈસા લગાવવાથી બચવું જોઈએ. કોઈ સાથે વાદ વિવાદ ન કરવો. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. જીનસાથીને આર્થિક લાભ થઈ શકે છે.
કન્યા
આ પરિવર્તનથી કન્યા રાશિના લોકોની લવ લાઈફ ઘણી સારી રહેશે. જીવનમાં ખુશીઓ આવશે. કન્યા રાશિના લોકોને નવા અવસર પ્રાપ્ત થશે અને નોકરીમાં પરિવર્તન થઈ શકે છે.
તુલા
આ રાશિના લોકોને ખુબ સાવધાન રહેવાની જરૂર છે. તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો. કોઈ સાથે ઝઘડો ન કરવો. લવ લાઈફમાં થોડી મુશ્કેલી આવી શકે છે. જો કે આયુષ્ય માટે સમય ઉત્તમ છે. આયુષ્યમાં વૃદ્ધિ થશે.
વૃશ્ચિક
શુક્ર ગ્રહનું મીન રાશિમાં પરિવર્તન વૃશ્ચિક રાશિના જાતકો માટે વેપારમાં અનેક તક લઈને આવશે. આ પરિવહનથી તમને મોટ લાભ થશે. તેમજ આ દરમિયાન પ્રોપર્ટી, શેર માર્કેટ અથવા ગોલ્ડમાં રોકાણ કરવું તમને ખૂબ જ લાભદાયી રહેશે.
ધન
ધન રાશિના લોકોને ઉતાર ચઢાવ વાળો દિવસ રહેશે. આ દરમિયાન તમારે કોઈ નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. જો કે ભૌતિક સુખમાં વધારો થશે. પરંતુ પરિવારમાં મતભેદ થઈ શકે છે. ઘણું સમજી વિચારીને કાર્ય કરવું અને કોઈ સાથે વિવાદમાં ન પડવું.
મકર
માન સન્માન અને પદમાં વૃદ્ધિ થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. જેવું વિચારી રહ્યાં છો તેવું થઈ જશે. આમ તમારો સમય સારો રહેશે.
કુંભ
કુંભ રાશિના લોકો માટે આ પરિવર્તન સારૂ રહેશે. અચાનકથી ધન લાભ થવાની સંભાવના છે. સ્થિતિ પહેલા કરતા સારી રહેશે. માત્ર આ રાશિના લોકોએ તેની વાણી અને ગુસ્સા પર કાબૂ રાખવો. જીવન સાથી સાથે પ્રેમથી રહો અને લડાઈ કે વાદ-વિદાથી બચવું.
મીન
આ રાશિમાં શુક્રનું ભ્રમણ છે. જેથી આ રાશિના લોકોના કાર્યોમાં ખુબ સફળતા મળશે. નવી નોકરી લાગી શકે છે. પરિવાર સાથે સંબંધ વધુ મજબૂત બનશે.