માઘના શુક્લ પક્ષની પંચમી છે, જે દિવસે સરસ્વતી માતાની પૂજા કરવામાં આવે છે. જેને વસતપંચમી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસ અંગે એવી ધાર્મિક માન્યતા છે કે, શબ્દોની શક્તિએ મનુષ્યના જીવનમાં પ્રેવશ કર્યો હતો. સરસ્વતી માતાના જન્મ દિવસ તરીકે પણ માનવવામાં આવે છે.
ધાર્મિક ગ્રંથોમાં એવી માન્યતા છે કે આ દિવસે શબ્દોની શક્તિએ મનુષ્યના જીવનમાં પ્રવેશ કર્યો હતો. પુરાણોમાં લખ્યું છેકે સૃષ્ટિને વાણી આપવા માટે બ્રહ્માજી એ કમંડળમાંથી જળ લઇ ચારે દિશાઓમાં છંટકાવ કર્યો હતો. આ જળમાંથી વીણા ધારણ કરીને જે શક્તિ પ્રગટ થઇ તે સરસ્વતી દેવી કહેવાયા. તેમની વીણાનો તાર છેડાતા જ ત્રણેય લોકમાં ઉર્જાનો સંચાર થયો અને બધાના શબ્દોમાં વાણી મળી ગઇ. આ દિવસને વસંત પંચમીનો દિવસ હતો આથી વસંત પંચમીને સરસ્વતી દેવીનો દિવસ કહેવાય છે.
વીણા અને જ્ઞાનની દેવી સરસ્વતી
સરસ્વતીના સ્વરૂપ વર્ણનમાં જ સાચા સારસ્વત માટેનું માર્ગદર્શન સમાયેલું છે. તેને કળા, સંગીત, શિક્ષાની દેવી ગણાય છે. મા શારદેની ચારે બાજુઓ દિશાઓના પ્રતીક છે. સરસ્વતી કુન્દ, ઇન્દુ, તુષાર અને મુક્તાહાર જેવાં ધવલ છે; સાચો સારસ્વત પણ તેવો જ હોવો જોઈએ. કુન્દ પુષ્પ સૌરભ પ્રસારે છે, ચંદ્ર શીતળતા બક્ષે છે .
વસંત પંચની લગ્ન મુહૂર્ત માટે પણ ખુભ શુભકારી માનવામાં આવે છે. કારણ કે,લગ્ન ગ્રંથીથી જોડાવા જતા હોય તે મુહૂર્તના દિવસ માટે બંનેની શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ જોવામાં આવતી હોય છે. કેમ બંને ગ્રહ લગ્ન જીવનમાં સુખ શાંતિ આપનાર છે. તેથી તેમની સ્થિતિ જોવી જરૂરી બનતી હોય છે.
સામાન્ય રીતે વસંત પંચમીના દિવસે શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ અતિ ઉત્તમ હોય છે પરંતુ આ વર્ષે શુક્ર અને ગુરુના ગ્રહનો ક્ષય છે. તેથી લગ્નગ્રંથીએ જોડાવા માંગતા છોકરો અને છોકરીઓ આ વસંત પંચમીએ એક નહિ થઈ શકે.
વસંત પંચમી બાદ પણ હોળાષ્ટક, મીનારક સહિત અનેક કારણથી એપ્રિલ મહિનાના અંતિમ સપ્તાહ સુધી કોઈ લગ્ન માટેના મુહૂર્ત નથી. તેમજ આ સમય લગ્ન માટે શુભ પણ ગણવામાં આવતો નથી.
સામાન્ય રીતે વસંત પંચમીના દિવસે શુક્ર અને ગુરુના ગ્રહની સ્થિતિ અતિ ઉત્તમ હોય છે અને માટે જ તેને વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. પરંતુ આ વર્ષે એટલે 17 વર્ષ બાદ એવું બન્યું છે કે વસતપંચમીના દિવસે લગ્ન માટેનું એક પણ યોગ્ય મુહૂર્ત નથી આવી રહ્યું. શુક્ર અને ગુરુના ગ્રહનો ઉત્તમ યોગ નથી બની રહ્યો. બંને ગ્રહનો ક્ષય થઈ રહ્યો છે એટલે ગ્રહોની યોગ સ્થિતિ સારી ન હોય તો તેવા સમયે લગ્નના પવિત્ર સબંધથી જોડાવું યોગ્ય નથી બનતું.