એક સમયે દેશ માટે જંગ લડી ચૂકેલા શેખ અબ્દુલ કરીમ અત્યારે પોતાના આત્મસન્માન માટે લડી રહ્યાં છે. મેડલ તો છે પોતાની પાસે પણ તેનું ખિસ્સુ ખાલી છે. દેશની રક્ષા માટે હથિયાર ચલાવવાનારા હાથ અત્યારે જિંદગીની ગાડી ચલાવવા ઓટો રિક્ષા ચલાવી રહ્યાં છે. શેખ અબ્બુલ કરીમ અત્યારે 71 વર્ષના છે. શેખ અબ્દુલ 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધનો હિસ્સો રહી ચૂક્યા છે. તે સમયે તેઓ લાહોર બોર્ડર પર તૈનાત હતા આ એ જ ક્ષેત્ર છે કે જ્યાં 1965માં પાકિસ્તાને ભારતના 10થી 15 કિલોમીટર ક્ષેત્ર પર કબ્જો જમાવી લીધો હતો અને આ જ ક્ષેત્રમાં હવલદાર અબ્દુલ હમીદે પાકિસ્તાની ટેન્કોને નષ્ટ કરી દીધી હતી. આ ક્ષેત્રમાં 1971ના યુદ્ધમાં ભારતે ખુબ સારૂ પરાક્રમ કર્યું હતું.
શેખ અબ્દુલ કરીમ ORA ઓપરેટર તરીકે તૈનાત હતા
આ સમયે પાકિસ્તાનના કેટલાક ક્ષેત્રમાં ભારતીયોએ અંદર ઘુસીને કાર્યવાહી કરી હતી. એ સમયે શેખ અબ્દુલ કરીમ ORA ઓપરેટર તરીકે તૈનાત હતા. તેમને 1971માં વિશેષ સેવા પુરસ્કાર સિવાય સેના મેડલથી પણ નવાજવામાં આવ્યાં હતાં. શેખ અબ્દુલ કરીમના પિતા શેખ ફરીદ પણ સેનામાં હતા. જેથી કરીમે પણ 14 વર્ષની ઉંમરમાં આર્મી જોઈન કર્યું હતું. કરીમને સિકંદરાબાદમાં પોસ્ટીંગ કર્યાં બાદ ફિરોજપુર બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યાં હતા.

કરીમે સ્વૈચ્છિક સેવાનિવૃતિ લીધી હતી
1971ના જંગ બાદ કરીમે સ્વૈચ્છિક સેવાનિવૃતિ લઈ લીધી હતી. શેખ અબ્દુલ કરીમને તેલંગના રાજ્યના ગોલપાલી ક્ષેત્રમાં 5 એકર જમીન આપવામાં આવી હતી થોડા સમય સુધી તે જમીન તેના કબ્જામાં રહી પણ બાદમાં તે જમીન પર અન્ય લોકોએ કબ્જો કરી લીધો હતો. જેથી તેને સમગ્ર મામલે ફરિયાદ પણ કરી હતી. જેથી તેમને ફરી પાંચ એકર જમીન આપવામાં આવી હતી. પણ આ જમીનના દસ્તાવેજ હજુ સુધી તૈયાર થયા નથી.
ભાડાના મકાનમાં કરીમ પત્ની સાથે રહે છે
6 સંતાનના પિતા કરિમને પેન્શન પણ મળતું નથી. કરીમ હેદરાબાદમાં ચારમીનારથી 5 કિલોમીટર દુર એક ભાડાના મકાનમાં તેના પત્ની સાથે રહે છે. આટલી ઉંમરે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે રિક્ષા ચલાવે છે. કોરોનાના કારણે લોકડાઉન દરમિયાન તેની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. શેખ અબ્દુલ કરીમના જણાવ્યા મુજબ જ્યારે સેનામા આ સમગ્ર ઘટનાની જાણ થઈ તો તેને મળવા માટે કાર્યાલય બોલાવવામાં આવ્યાં હતાં.
કરીમને સરકાર પર પૂરો વિશ્વાસ છે
કરીમે કેન્દ્ર અને રાજ્ય સરકારોથી પૂર્વ સૈનિકોની મદદ માટે વ્યવસ્થા કરવાનો આગ્રહ કર્યો હતો. તેને તેલંગણા સરકારને મકાન અપાવવા માટે પણ આગ્રહ કર્યો હતો. આ સાથે જ આર્થિક પરિસ્થિતિ નબળી હોય તેવા લોકો માટે પણ આવાસ યોજના બનાવવા માટે આગ્રહ કર્યો હતો. હાલ તો કરીમ પૂરી મહેનત કરીને જિંદગીની લડાઈ લડી રહ્યાં છએ. 71 વર્ષની ઉંમરમાં તે ખુબ મહેનત કરી રહ્યાં છે. કરીમનું કહેવું છે કે તેને સરકાર પર પૂરો વિશ્વાસ છે અને તે ઝડપથી જ આ સમસ્યાઓ દુર કરી દેશે.