દુનિયા વિચિત્રતાથી ભરેલી છે. જેમાં અજીબો ગરીબ ઘટના થતી જોવા મળી રહી છે. ઘણા લોકો જન્મથી અલગ એમ કહો કે, વિચિત્ર હોય છે. તો ઘણા જન્મથી એવી વિચિત્ર બીમારી સાથે જન્મે છે, જેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. દુનિયામાં એવા ઘણાં લોકો છે, જે વિચિત્ર બીમારીઓથી પીડાય છે. આજે અમે તમને એવા જ એક બાળક વિશે જણાવીશું. જે જન્મથી જ એક વિચિત્ર અને દુર્લભ બીમારી સામે ઝંઝૂમી રહ્યો છે. જેનો ઈલાજ પણ ડૉક્ટર પર માટે અઘરું સાબિત થઈ રહ્યું છે. તો આવો જાણીએ આ વિચિત્ર બીમારી વિશે…

અમેરિકામાં ત્રણ વર્ષના બાળક ઓવેન થૉમસ એક દુર્લભ બીમારી સામે ઝંઝૂમી રહ્યો છે. Beckwith-Wiedemann સિંડ્રોમ કહેવામાં આવે છે. આ એક એવી કંન્ડીશન છે જ્યારે કેટલાંક અંગોમાં ઝડપથી વધવા લાગે છે. આ કન્ડીશન 15 હજારમાંથી એક બાળકમાં જોવા મળે છે. ઓવેનના કેસમાં તેની જીભ જન્મની સાથે વધી રહી થે. ઓવેનની જીભ સામાન્ય વ્યક્તિ કરતાં 4 ગણી વધુ વધી રહી છે.

ઓવેનનો જ્યારે જન્મ થયો હતો, ત્યારે તેની મા થેરેસાએ ડૉક્ટરને તેની જીભ વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે આ વાત અવગણી હતી. જેના કારણે આ બાળકની જીભ ખૂબ ઝડપથી વધવા લાગી હતી. જો કે, થેરેસાની નર્સે તેને કહ્યું હતું કે, તેને આ બાબત વિશે પૂછપરછ કરવી જોઈએ. ત્યારબાદ ડૉક્ટર્સે તપાસ શરુ કરી હતી અને ઓવેનની બી.ડબલ્યૂ.એસની સમસ્યા ડિટેક્ટ થઈ હતી.

ઓવેનનો જન્મ 7 ફેબ્રુઆરી 2018માં થયો હતો. તેની જીભ નાનપણથી ખૂબ ઝડપથી વધી રહી હતી. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ઘણી વખત રાત્રે ઉંઘતી વખતે બાળકને શ્વાસ ઘૂટાતા તેને ગભરામણ થતી હતી. જેના કારણે તેને ઉંઘતી વખતે ઉલ્ટી થઈ હતી. આ ઘટના બાદ થેરેસા અને તેના પતિએ ઘર પર એક ડિજિટલ મોનીટર કરીને ઓવેનનો ઓક્સિજન લેવેલ ચેક કર્યુ હતું. ત્યારબાદ તેની સ્થિતિ અસામાન્ય હોવાનું સામે આવ્યું હતું.
થેરેસાનું કહેવું છે કે,આ ડિઝિટલ મોનીટરથી તમને ઘણીવાર ચેતવણી મળી હતી કે, તેમનો બાળક શ્વાસ લઈ શકતો નથી. આ મોનીટર દ્વારા અનેક વખત તેનો બચાવાયો હતો.

આગળ વાત કરતાં થેરેસાએ જણાવ્યું હતુંકે,ઓવેનની કન્ડિશનના કારમએ તેને કેન્સર થવાની સંભાવના વધી રહી છે. એટલે દર ત્રણ મહિને તેનું અલ્ટ્રાસાઉન્ડ અને બ્લડ ચેક કરાવ્યું હતું.
ઓવેનની એક સર્જરી થઈ ચૂકી છે. જેમાં તેની બે ઈંચ જીભ કાપવામાં આવી હતી. ત્યારબાદ ઓવેનની શ્વાસની સમાસ્યાનું નિવારણ આવ્યું હતું. હાલ, ઓવેનને કોઈ તકલીફ નથી. જો કે, ડૉક્ટર્સનું કહેવું છે કે, તેની જીભની ગ્રોથ હજુ પણ ઓછી નઈ નથી. બસ, હાલ પૂરતી તેની આ સમસ્યાનું નિવારણ આવ્યું છે.