બુધને નવગ્રહોમાં રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમજ જ્યોતષમાં બુધને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ સ્વયં ભગવાન શ્રી ગણેશજી છે. જાણો આજે 20 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…
મેષ રાશિ
આર્થિક લાભથી ઉન્નતિ સંભવ છે. વ્યાવસાયિક યાત્રા સફળ રહેશે. પ્રોત્સાહનનો પ્રયત્ન સફળ રહેશે. વસ્તુઓ સાચવીને રાખો. બીમારીની ચિંતા રહેશે.
વૃષભ રાશિ
વિરોધી તમારા કાર્યમાં અડચણ ઉત્પન્ન કરશે. ભય-પીડા, ચિંતા-તણાવનું વાતાવરણ રહેશે. ખર્ચ વધશે, જોખમ ન લો. વાણી પર નિંયત્રણ રાખો.
મિથુન રાશિ
કાર્યસ્થળ પર કર્મચારીઓનો સાથ મળશે. ઉધાર આપેલા પૈસા મળશે. યાત્રા સફળ રહેશે. ધન પ્રાપ્તિ સુગમ રહેશે. સંઘર્ષ વધારે હશે. શારીરિક પીડા રહી શકે છે.
કર્ક રાશિ
તમારી વાણી પર નિયંત્રણ રાખો. નવી યોજના બનશે. કાર્યશૈલીમાં પરિવર્તન થશે. ધનલાભ થશે. રોકાણ શુભ રહેશે. ભવન બદલવાનો યોગ છે.
સિંહ રાશિ
સમય રહેતા કાર્યને પૂરા કરો. તમે કામને ન ટાળો. ધાર્મિક યાત્રા થઈ શકે છે. રાજકીય મદદ મળશે. મૂડી રોકારણ શુભ રહેશે. પરિવારની ચિંતા રહેશે.
કન્યા રાશિ
તમારા વ્યવહારથી અટકેલા કાર્ય બનવા લાગશે. માતા-પિતાની ચિંતા રહેશે. ઈજા, ચોરી, વિવાદથી નુકાસાન થઈ શકે છે, જોખમ ન ઉઠાવો. વાણી પર નિયંત્રણ રાખો.
તુલા રાશિ
તમારા કામ પર ધ્યાન આપો. આળસ હટાવો પ્રેમ પ્રસંગમાં અનુકૂળતા રહેશે. રાજકીય બાધા દૂર રહેશે. માતાની ચિંતા રહેશે. રોગ, ઈજાથી બચો, લાભ થશે.
વૃશ્ચિક રાશિ
તમારી દિનચર્યામાં બદલાવ લાવવો જરૂરી છે. મિત્રો સાથે મોજ-મસ્તીમાં સમય વીતાવશો. સંપતિના કાર્ય લાભ આપશે. કિંમતી વસ્તુઓ સાચવીને રાખો. સંતાનની ચિંતા રહેશે.
ધન રાશિ
નવા લોકોથી સંપર્ક વધશે. કોઈ વાતથી ડર રહેશે. પાર્ટી-પિકનિકનો આનંદ મળશે. વિદ્યાર્થી વર્ગ સફળ રહેશે. શરીરનું ધ્યાન રાખો. જીવનસાથી સાથે મુસાફરીનો યોગ છે.
મકર રાશિ
દિવસના શરૂઆતમાં કાર્યોમાં પરેશાની થશે. જે બપોરે બાદથી સરળ થઈ જશે. ઉતાવળથી નુકસાન સંભવ છે. શારીરિક કષ્ટ થઈ શકે છે. દુ:ખદ સમાચાર મળી શકે છે. વાણી પર નિયંત્રણ રાખો.
કુંભ રાશિ
વિવાહમાં આવી રહેલી અડચણ દૂર થશે. ગૃહસ્થ સુખ મળશે. પ્રયત્નો સફળ રહેશે. પ્રતિષ્ઠા વૃદ્ધિ થશે. ધન પ્રાપ્તિ સુગમ થશે. ખર્ચ વધશે. ચિંતા રહેશે. વ્યવસાયમાં નવા લોકોથી સાવધાન રહો. ધર્મ કર્મમાં આસ્થા રહેશે.
મીન રાશિ
વ્યવસાયમાં અચાનક ઘટના બની શકે છે. પેટ દર્દની સમસ્યાઓથી પરેશાન રહેશો. મૂડી રોકાણ લાભ થશે. શુભ સમાચાર મળશે. મુસાફરી થશે.