આ પ્રેમાળ બાળકીનું તમે સ્મિત જોઈ સૌ કોઈ લોકોની આંખોમાં આંસુ આવી જશે. 20 મહિનાની આ બાળકીએ પોતાનું આ સ્મિત પાંચ જુદા-જુદા લોકોમાં વહેંચી દીધું છે. કહેવાય છે કે ખુશીઓ વહેંચવી જોઈએ અને બાળક તો ખુશીઓ વહેંચવા આવે છે. આ બાળકી દુનિયાને અલવિદા કહે તે પહેલા પાંચ લોકોને નવું જીવન આપતી ગઈ છે. આ સૌથી નાની ઉંમરની કેડેવર ડોનર પણ બની ગઈ છે. તેણે પોતાના શરીરના પાંચ અંગોનું દાન કર્યું હતું.
દિલ્હીના રોહિણી વિસ્તારમાં 8 જાન્યુઆરીના રોજ 20 મહિનાની ધનિષ્ઠા રમતા સમય ઘરના પહેલા માળેથી નીચે પડી ગઈ હતી. જે બાદ તે બેભાન થઈ ગઈ. પરિવાર લોકો તાત્કાલિક રસ ગંગારામ હોસ્પિટલમાં લઈને આવ્યાં. દરમિયાન ડોક્ટરે તેને ભાનમાં લાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો પરંતુ બધાં પ્રયત્નો નિષ્ફળ ગયાં હતા.

11 જાન્યુઆરીએ ધનિષ્ઠાને બ્રેન ડેડ જાહેર કરી લીધી હતી. મગજ ઉપરાંત ધનિષ્ઠાના બધાં અંગ યોગ્ય રીતે કામ કરતા હતાં. ત્યારે તેના પિતા અશીષ કુમાર અને મા બબિતા બેને તેના અંગ દાન કરવાનો નિર્યણ કર્યો. ધનિષ્ઠાનું હૃદય, લિવર, બંને કિડની અને આંખના ડોળા સર ગંગારાOrgan donationOrgan donationમ હોસ્પિટલમાં નિકાળીને પાંચ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરી દીધું.
ધનિષ્ઠાએ મર્યા બાદ પણ પાંચ લોકોને પોતાના અંગ આપીને તેને નવું જીવન આપતી ગઈ. પોતાના ચહેરાનું સ્મિત તે પાંચ લોકોના ચહેરા પર છોડીને જતી રહી. ધનિષ્ઠાના પિતા અને માતાએ અંગદાનને લઈને હોસ્પિટલ અધિકારીઓથી વાત કરી હતી. દુ:ખી હોવા છતાં આ નિર્ણય લેવો ખૂબ કઠિન છે.
ધનિષ્ઠાના પિતા આશીષે જણાવ્યું કે હોસ્પિટલમાં રહીને અમે એવા ઘણાં દર્દી જોયા જેને અંગની ખૂબ જરૂર હતી. જોકે અમે અમારી ધનિષ્ઠાને ગુમાવી ચૂક્યાં હતાં પરંતુ અમે વિચાર્યું કે અંગદાનથી તેનું અંગ ન ફક્ત દર્દીમાં જીવતું રહેશે પણ તેનો જીવ બચાવવામાં મદદગાર સાબિત થશે.
કેડેવર ડોનર (Cadaver Donor)તેને કહે છે કે જે શરીરના પાંચ જરૂરી અંગો દાન કર્યાં છે. તે અંગ છે, હૃદય, લિવર, બંને કિડની અને આંખાના ડોળા. કેડેવર ડોનર હોવા માટે જરૂરી છે કે દર્દી બ્રેન ડેડ હોય. આ માટે પરિવાર લોકોની પરવાનગી લેવી પડે છે. સામાન્યરી તે દાનદાતા અને રિસીવરનું નામ ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ પરિવાર લોકો ઈચ્છે તો દાનદાતાનું જાહેર કરી શકાય છે.
ભારતમાં પહેલા લોકો આ પ્રકારે અંગ દાન કરવાથી અચકાતા હતા પરંતુ હવે છેલ્લા કેટલાક વર્ષોમાં અંગદાનની પરંપરામાં ઝપડ આવી છે. લોકો પોતે આગળ આવીને અંગ દાન કરે છે. આ હોવા છતાંય લોકસભામાં પૂછવામાં આવેલા એક પ્રશ્ન મુજબ, 13 માર્ચ 2020 સુધી ભારતમાં અંગદાનની રાહમાં કુલ 30,886 દર્દી છે.