કૂતરાને માણસનો વફાદાર કહેવામાં આવે છે. શોધમાં પણ આ વાત સાબિત થઈ ચૂકી છે કે પ્રાણીઓ સાથે સમય વિતાવવાથી માણસ પર સકારાત્મક પ્રભાવ પડે છે. આમ તો લોકો ઘણી પ્રજાતિના કૂતરા ખરીદવા લાગ્યાં છે. તેની કિંમત ખૂબ મોંઘી હોય છે, પરંતુ ઘણીવાર વફાદાર કૂતરો જીવલેણ નીકળે છે. ત્યારે આવો એક કિસ્સો બ્રિટનથી સામે આવ્યો છે. બ્રિટનની રહેવાસી 25 વર્ષની એક યુવતીની નજર જ્યારે પોતાના ઘરના નજીક રોડ પર ફરી રહેલા નબળા કૂતરા પર પડી તો, તો તેને પોતાના ઘરે લઈને આવી, પરંતુ તેને શું ખબર હતી કે તે પોતાની સાથે મોત લઈને આવી રહી છે.
આ મામલો યૂકેના બર્મિધમથી સામે આવ્યો, અહી 25 વર્ષની કિએરા લાડલોને તેના પાલતુ કૂતરાએ જ મોત આપ્યું. કિએરા થોડા દિવસો પહેલા જ આ કૂતરાને રોડ પરથી ઉઠાવીને પોતાના ઘરે લઈને આવી હતી. ત્યારબાદ આ જ કૂતરાએ યુવતીને ગંભીર રીતે ઘાયલ કરી દીધી હતી.
ધ સનની ખબર પ્રમાણે, કિએરાના સગાએ ઘટનાની પૂરી માહિતી પોતાની ફેસબુક પેજ પર શેર કરી. તેણે લખ્યું કે કિએરા પાસે પહેલા એક કૂતરો હતું, પરંતુ તેનુ મોત કેન્સરથી થઈ ગયું હતું. કિએરા પોતાના કૂતરાને ખૂબ યાદ કરતી હતી. આ કારણથી જ્યારે તેની નજર રોડ પર ફરતા કૂતરા પર પડી તો તે તેને ઉઠાવીને પોતાના ઘરે લઈ આવી. આ દમરિયાન કિએરાને અંદાજ પણ ન હતો કે તે પોતાના મોતને ઘરે લઈને આવી રહી છે.
તેની બીજી રાતે કિએરાના પાડોશીને તેનો ડાર પાડવાનો અવાજ સંભળાયો. તેના ઘરે તમામ લોકો બહાર ગયાં હતાં અને કિએરા ઘરેમાં એકલી હતી. જ્યારે આડોશ-પાડોશના લોકોએ રાડ સંભળાણી તો લોકોને લાગ્યું કે ઘરમાં કોઈ ચોર ઘુસી આવ્યો છે પરંતુ ત્યાં ગયા પછી એવા ભયંકર દ્રશ્યો જોયા કે સૌ કોઈ ચોકી ગયા. જે કૂતરાને બચાવીને કિએરા પોતાના ઘરે લાવી હતી, તેણે જ તેને જીવતી ખાઈ ગયું. રખડુ કૂતરાએ કિએરાના હાથે કરડીને ચહેરા પર હુમલો કર્યો હતો. આ હુમલો ત્યારે કર્યો જ્યારે કિએરા ઉંઘમાં સુઈ રહી હતી.
કિએરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી પરંતુ તેનો જીવન બચી ન શક્યો. આ ઘટનાએ આસપાસ તમામ લોકોને ચોકાવી દીધી. કિએરા પોતાના પાડોસીઓ વચ્ચે હસમુખ સ્વભાવના કારણ પ્રખ્યાત હતી. ત્યારે હવે કોઈપણ માણસ વિશ્વાસ નથી કરી રહ્યું કે ભલાઈની ચક્કરમાં તેની મોત થઈ ગયું.