રોડ પાર કરવા માટે બનાવેલા જીબ્રો ક્રોસિંગના આસપાસ લોકો ઊભા રહીને રાહ જોતા હોય છે, જેથી પગપાળા ચાલી રહેલા લોકો રોડ પાર કરી શકે. પરંતુ ભારતમાં એક વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે ટાઈગર ક્રોસિંગના ફોટો પાડી લીધાં. જી હાં, એક વ્યસ્ત રોડ પર જઈ રહેલા લોકોના હોશ ત્યારે ઉડી ગયાં જયારે અચાનક જ સામેથી એક વાઘ આવી ચઢ્યો. વાઘને જોતા લોકોએ તેનાથી થોડે દૂર ગાડીઓ રોકી દીધી. જોકે આ સમયે સદ્દનસીબે વાઘની સ્થિતિ યોગ્ય હતી અને તેણે કોઈ પર હુમલો ન કર્યો, નહીતર મોટી દુર્ઘટના પણ સર્જાય શકતી હતી. જોકે તેના ફોટા સામે આવતા લોકો તેને શેર કર્યા વગર રહી જ ન શકયાં…
આ દુર્લભ દ્રશ્યો મહારાષ્ટ્રથી સામે આવ્યાં છે, ત્યાં વ્યસ્ત રોડ પર અચાનક જ એક વાઘ સામે આવી ચઢ્યો. વાઘને જોતા જ ત્યાં રોડ પાર કરી રહેલા બાઈક સવારોના હોશ ઉડી ગયાં.

તે સમય હાજર 29 વર્ષના વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરે ભાર્ગવ શ્રીવારીએ આ અદ્દભૂત ક્ષણને પોતાના કેમેરામાં કેદ કરી લીધી. તેના જણાવ્યા પ્રમાણે. અચાનકથી જ આવો નજોરો જોવા ચોકાવનારો હતો. એવામાં તે તેને કોઈ પણ કિંમતે ચૂકવા ઈચ્છો નહતો.

આ દ્રશ્યો મહારાષ્ટ્રના તાડોબા અંધેરી ટાઈગર રિજર્વના નજીક એક રોડ પર જોવા મળ્યાં. આ રિજર્વ 80 વાઘોનું ઘર છે. પરંતુ વાઘ લોકોથી દૂર રહે છે. એવામાં રોડ પર અચનાક વાઘ આવવો આઘાતજનક હતો.

ફોટોગ્રાફક ભાર્ગવે તસવીર લીધા બાદ કહ્યું કે તેણે અત્યારસુધીમાં તેના જીવનમાં વાઘની જીંદગીને પહેલીવાર ખૂબ નજીકથી નિહાળી છે. તેણે હંમેશા આ જાણ્યું છે કે વાઘ જેવા પ્રાણી માણસથી દૂર રહે છે. ત્યારે આ વાઘ આરામથી રોડ પર ચાલવા નીકળી પડ્યો જે તેના માટે એક યાદગાર ક્ષણ હતી.

250 કિલો વજનના આ વાઘને રોડ પર જોઈ બધાં લોકોના હોશ ઉડી ગયાં હતાં. વાઘે પહેલા લોકોને જોયા, જે બાદ આરામથી રોડ પર કરતો જંગલની તરફ વળી ગયો.