જો તમને કોઈ પૂછે કે, તમારી ઉંમરનું રહસ્ય શું છે તો, તમે કહેશો કે, તમારી સારી રહેણી-કહેણી, સ્વાસ્થ્યવર્ધક ખોરાક વગેરે. તો વળી ઘણાં લોકો એકલા રહો અને ખુશ રહેવાનું લોજિક અપનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે, દુનિયામાં સૌથી વધુ ઉંમર ધરાવનાર વ્યક્તિની ઉંમર 256 વર્ષની છે. આ વ્યક્તિનું નામ દુનિયામાં સૌથી વધુ જીવનાર લોકોની યાદીમાં સામેલ છે. આવો જાણીએ તે લાંબા આયુષ્ય પાછળ છૂપાયેલા રહસ્ય વિશે…
દુનિયામાં પૂરા 256 વર્ષ જીવનાર વ્યક્તિનું નામ લી ચિંગ હતું. તેનો જન્મ ચીનમાં થયો હતો. 3 મે 1677માં જન્મેલા લીના સમયમાં રાજાશાહી રાજ્યમાં થયો હતો. જ્યારે લી 13 વર્ષ હતો ત્યારે તેને ઘર છોડી દીધું હતું. ત્યારબાદ તે પહાડો પર રહેવા જતો રહ્યો હતો.
13 વર્ષની ઉંમરમાં પહાડ રહ્યાં બાદ 51 વર્ષની ઉંમરમાં પરત આવવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ તેણે આર્મી જોઈન કરી અન જનરલ યૂ જોગની સેનામાં સલાહકાર તરીકે ફરજ બજાવી હતી. 78 વર્ષની ઉંમરમાં તેમણે રિટાયરમેન્ટ લીધુ હતું. પોતાની જિંદગીમાં લીએ ગોલ્ડન રિવરની લડાઈમાં ભાગમાં લીધો હતો. લીએ આપેલા યોગદાનના કારણે તેની ઓળખાણ શાહી રાજાઓમાં થવા લાગી. શાહી રાજપરિવારમાં લીએ 100,150 અને ફરી 200 વર્ષ પૂરા થવાની ખુશીમાં શાહી સંદેશ મોકલ્યો હતો. આ સંદેશ 129માં ન્યૂયોર્ક ટાઈમ્સમાં છપાયો હતો. મળતા પત્રો અને દસ્તાવેજો અનુસાર, લીની મોત 6 મે 1933માં થયું હતું.
લી વ્યવસાયે આયુર્વેદ ડૉક્ટર હતા. તેમની દવાઓથી લોકો ગંભીરમાં ગંભીર બીમારીમાંથી સાજા થઈ જતાં હતા. તેમની પ્રસિદ્ધિ દૂર-દૂર સુધી ફેલાવા લાગી હતી. તે પોતે પણ આથી જિંદગી નિરોગી રહ્યાં હતાં.
લીએ માર્શલ આર્ટ પણ આવડતું હતું. તેઓ એક્સપર્ટ હતા. લોકોનું કહેવું છે કે, લીના લાંબા આયુષ્યના મંત્રની ખબર પડી ગઈ હતી. લીએ તેના જીવનમાં 23 લગ્ન કર્યા હતા. તેણે જીવતા જીવ 23 પત્નિઓના અંતિમ સંસ્કાર કર્યા હતા.
23 પત્નિઓથી લીને 200 બાળકો હતા. સરકારી રિકોર્ડ અનુસાર, લીએ 200 વર્ષ જીવ્યા હતા. પરંતુ ત્યાં લોકો અનુસાર તેમણે 256 વર્ષ જીવવાનો રિકોર્ડ બનાવ્યો હતો.