ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં લોકોને હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે. પ્રયાગરાજ જિલ્લામાં આવેલી એક ખાનગી હોસ્પિટલે જાણે માનવતા નેવે મૂકી હોય તેવી ઘટના બની છે. હોસ્પિટલમની લાપરવાહીના કારણે એક 3 વર્ષની બાળકી તરફડીયા મારીને પોતાનો જીવ ગૂમાવ્યો છે. પરિવાર વધુ પૈસા જમા ન કરાવી શક્યો તો ડોક્ટરોએ અધૂરૂ ઓપરેશન મૂકીને અને પેટ ચીરેલી હાલતમાં ટાંકા લીધા વગર જ બાળકીને પરિવારને સોંપી દીધી હતી. જેને લઈને બાળકીનું મોત થયું હોવાનું પરિવારે આક્ષેપ કર્યો છે.
બાળકી પેટની બિમારીથી પીડાઈ રહી હતી
ઘટનાની વિગત અનુસાર પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા મુકેશ મિશ્રાની 3 વર્ષની દીકરી ખુશી મિશ્રા પેટની સમસ્યાથી પીડાતી હતી. 15 ફેબ્રુઆરીએ બાળકીને વધુ દુખાવો થતાં તેને યુનાઈટેડ મેડિસિટી હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરે 10 દિવસમાં સારૂ થઈ જવાની માહિતી આપી હતી અને અંતમાં ઓપરેશન કરાવવાની વાત કરી હતી. ઓપરેશન કરવામાં પણ આવ્યું. પણ 4-5 દિવસ પછી ઓપરેશન વાળા સ્થળ પર રસી થતાં ડોક્ટરે ફરી ઓપરેશન કરાવવાની સલાહ આપી હતી.
હોસ્પિટલે અધધ રૂપિયાની માંગણી કરી
થોડા દિવસ પછી ફરીથી ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે ઓપેરશન માટે દોઢ લાખ રૂપિયા ખંખેર્યા બાદ પણ હૉસ્પિટલે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાળકીનો પરિવાર પૈસા ન ચૂકવી શક્યો તો હૉસ્પિટલે પરિવાર અને બાળકીને બહાર મોકલી દીધા હતા અને જણાવ્યું હતું કે બાળકીની સારવાર અહીં નહીં થઈ શકે. જે બાદમાં પિતા બાળકીને લઈને બીજી હૉસ્પિટલ ગયા હતા. પરંતુ તમામ હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરેક હૉસ્પિટલ એવું કહીને બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દેતી હતી કે તેણીની હાલત ખૂબ નાજુક છે, તેણી કદાચ બચી નહીં શકે. આ તમામ મથામણ વચ્ચે બાળકીએ દમ તોડી દીધો હતો.
બાળકીના પિતાનો આક્ષેપ..
બાળકીના પિતાનો આરોપ છે કે ડૉક્ટરોએ ઑપરેશન પછી બાળકીના પેટના ટાંકા લીધા ન હતાં અને આવી જ હાલતમાં બાળકીને સોંપી દીધી હતી. આ કારણે બીજી હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં સારવાર વગર બાળકીએ દમ તોડી દીધો હતો. અમે બે દિવસ સુધી બાળકીને લઈને ભટકતા રહ્યાં હતા અને અંતે તેને દમ તોડી દીધો હતો.
દીકરીના ઈલાજ માટે પિતાએ જમીન વેંચી દીધી
બાળકીના પિતા મુકેશના નાના ભાઈ સુરજ મિશ્રાએ જણાવ્યું હતું કે તેની પાસે પોતાની દીકરીના ઈલાજ માટે પૈસા ન હતા. જેથી તેને તેના ભાગની જમીન વેંચી દીધી હતી અને અન્ય પરિવારજનો પાસેથી નાણાં ઉછીના લીધા હતા. તેમ છતાં તે પોતાની દીકરીને બચાવી શક્યો નહીં.
તંત્રએ આપ્યા તપાસના આદેશ
CEO ડો. પી.એન.ચતુર્વેદીએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. આ કેસમાં જે પણ જવાદાર હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
I agree with your point of view, your article has given me a lot of help and benefited me a lot. Thanks. Hope you continue to write such excellent articles.