મકર રાશિમાં બુધ અને શુક્રની યુતિ 20 ફેબ્રુઆરી સુધી રહેશે. આ બે ગ્રહો એક જ રાશિમાં હોવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિમાં બદલાવ થઇ શકે છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્ર અનુસાર રૂપિયાની લેણદેણ, રોકાણ, ખરીદી કરતા સમયે કિમતનો વિચાર ન કરવો અને ઇચ્છા પુરી કરવા માટે ખર્ચ કરવો. આ તમામ વાતો પર બુધ અને શુક્ર ગ્રહની અસર રહે છે. એટલા માટે જ્યારે જ્યારે બન્ને ગ્રહ રાશિ બદલે છે. ત્યારે ત્યારે લોકોની આર્થિક સ્થિતિમાં બદલાવ થાય છે.
4 રાશિઓ માટે શુભ
આ 2 ગ્રહોની યુતિ બનવાથી વૃષ. મિથુન, તુલા અને ધન રાશિના લોકો માટે સારો સમય રહેશે. આ રાશિઓ માટે લોકોને લેણદેણમાં ફાયદો થઇ શકે છે.
રોકાયેલા પૈસા મળવાના યોગ બની રહ્યાં છે. લોન અથવા દેવા સંબંધી અવરોધો દૂર થઇ શકે છે. જરૂરી ચીજોની ખરીદદારી થઇ શકે છે. જરૂરી કાગળ કામ પુરા થઇ શકે છે.
6 રાશિઓ માટે મિશ્રિત સમય
સિંહ, કન્યા, વૃશ્વિક, મકર, કુંભ અને મીન રાશિના લોકોને માટે મિશ્રિત સમય રહેશે. આ રાશિઓના લોકોને ધન લાભ તો થશે પરંતુ ખર્ચો પણ થશે.
મોંઘી વસ્તુની ખરીદી થઇ શકે છે. એવું રોકાણ થઇ શકે છે. જેનો ફાયદો આવનારા દિવસોમાં મળશે. રોકાયેલા પૈસા તો મળશે પરંતુ રોકાણમાં લાગી જશે.
મેષ અને કર્ક રાશિ માટે અશુભ સમય
બુધ અને શુક્રની યુતિ બનવાથી આર્થિક સ્થિતિ ગડબડી શકે છે. આવક ઓછી અને ખર્ચા વધી શકે છે.
લેણદેણ અને રોકાણમાં સાવધાની રાખવી જોઇએ. મહેનત વધારે અને તેના અનુસાર ધનલાભ નઇ થઇ શકે. કિસ્મતની સાથે પણ નહીં મળી શકે.