આજે તારીખ 4 માર્ચ 2021 અને ગુરુવારનો દિવસ છે. જ્યોતિષમાં ગુરુને દેવતાઓનો ગુરુ એટલે કે, દેવગુરુ કહેવાય છે.આ કારણથી આ દિવસને ગુરુવાર કહેવાય છે. ગુુરુ મુખ્યરૂપથી વિદ્યાનો કારક માનવામાં આવે છે. શરીર માટે હ્દયકારક છે. જેનો રંગ પીળો છે. આ દિવસના કારક શ્રી હરી વિષ્ણુ છે. જ્યારે ગુરુવારનો દિવસ વિદ્યાનો કારક હોવાથી આ દિવસ વિદ્યાની દેવા મા સરસ્વતીની પૂજાનો પણ દિવસ છે.
આવો જાણીએ આજનું રાશિફળ…
મેષ રાશિ
માંગલિક કાર્યોમાં સામેલ થઈ શકો છો. સંતાનની ઉન્નતિથી પ્રસન્ન રહેશો. પોતાના સહકર્મીઓથી મતભેદ થઈ શકે છે. વિરોધી તમને નુકસાન પહોંચાડી શકે છે.
વૃષભ રાશિ
વ્યાપારિક ક્ષેત્રમાં નવી સોદાબાજી લાભકારક સાબિત થઈ શકે છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. કોઈ લાભકારી અવસરની તલાશમાં વિવાહ પ્રસ્તાવ સફળ થાય. બહેનોનો સહયોગ મળશે.
મિથુન રાશિ
આકસ્મિક યાત્રા થઈ શકે છે. નવા જવાબદારી મળવાથી તમારો નજરીયો બદલાઈ શકે છે. અધિકારીઓ સાથેના સંબંધ સારા થઈ શકે છે. જીવન સાથીનો સાથ મળી શકે છે. સ્વાસ્થમાં સુધારો થશે.
કર્ક રાશિ
આર્થિક લાભ થશે. ભવન પરિર્વતન સંભવ છે. વિરોધી સક્રિય રહેશે. પેટના રોગથી પીડિત રહેશો.
સિંહ રાશિ
સંપર્કનો આજે લાભ મળશે. નવા વસ્ત્ર, ઘરેણાની પ્રાપ્તિ થઈ શકે છે. મિત્રો સાથે સમય વિતાવી શકો છે. પારિવારિક માહોલ આનંદપ્રદ રહેશે. પેટ સંબંધિત રોગ થઈ શકે છે.
કન્યા રાશિ
નોકરીમાં બઢતી મળી શકે છે. ન્યાયપક્ષ અનૂકુળ રહેશે. યાત્રાના યોગ બની રહ્યાં છે. પરીક્ષાર્થી સફળ થશે. પોતાના વ્યવહારથી તમે સૌના દિલ જીતી શકો છો.
તુલા રાશિ
અટવાયેલા કાર્યોનું નિવારણ આવે. જૂની લેણ-દેણ પૂર્ણ થશે. સુખના સાધનો પર મોટો ખર્ચો થઈ શકે છે. કોઈ કાર્યક્રમની રૂપ રેખા બનાવી શકે છે.
વૃશ્વિક રાશિ
વ્યવસાયમાં નવી યોજના લાગુ થઈ શકે છે. લક્ષ્યપ્રાપ્તિ માટે અને ખૂબ મહેનત કરવી જોઈએ. બહેનનો સાથેના સંબંધ અણબનાવ રહે. સંતાન સુખની પ્રાપ્તિ થશે.
ધનુ રાશિ
મન અસ્થિર રહેશે. ક્રોધ પર અંકુશ રાખો. સંબંધ કારણે તમારા કાર્ય ઝડપથી પૂરા થશે. મિત્રો સાથે સમય પસાર કરી શકો છો. સંતોનું સાનિધ્ય મળે.
મકર રાશિ
આકસ્મિક ધન લાભ થઈ શકે છે. કોઈ મોટું રોકાણ થઈ શકે છે. જે લાભદાયક રહેશે. વ્યાપાર-વ્યવસાય ઉંચાઈએ પહોંચશે. જીવનસાથીના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સંતાન સુખ થઈ શકે છે.
કુંભ રાશિ
નોકરીક્ષેત્રમાં સંકળાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે. સાથે જ પરિવારનો સહકાર મળશે પારિવારિક સમારોહની તૈયારીમાં વ્યસ્ત રહેશો. પિતાની સાથે મહત્વપૂર્ણ ચર્ચા કરી શકો છો.
મીન રાશિ
અટકેલા કામ પૂરા થશે. કોઈ વિશેષ વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે. ધ્યાન આપીને કાર્ય કરો. જીવનસાથીનો સહયોગથી કાર્ય પૂરુ થશે. મોજ મસ્તીમાં ખર્ચ થઈ શકે છે.