મૃત્યુ બાદ માણસનું શરીર બળીને રાખ થઈ જાય છે. પરંતુ દુનિયાને અલવિદા કહેતા જો આપણે કોઈને નવું જીવન આપતા જઈએ તો આથી મોટું કોઈ પુણ્ય નથી. ત્યારે રાજસ્થાનના જયપુરથી એક આવો જ મામલો સામે આવ્યો છે, ત્યાં એક 14 વર્ષના યુવકે પોતાના શરીરના અંગોનું દાન કરીને ચાર લોકોને જીવન આપ્યું છે. આ યુવત અંતિમ ક્ષણે પણ સ્મિત આપતો ગયો છે.
દીકરાના મોત બાદ માતા-પિતાએ કર્યુ નેક કામ
ઘણાં લોકોને નવ જીવન આપનારા આ યુવકનું નામ વિશાલ છે. જેનો થોડા દિવસો પહેલા રોડ અકસ્માત થયો હતો. ડોક્ટરે તેને બચાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ કોઈ પ્રયત્ન સફળ ન થયો. ત્યારબાદ વિશાલને ડોક્ટરે બ્રેનડેડ જાહેર કર્યો હતો. પછી તેના માતા-પિતાએ તેમના દીકરાનું અંગ દાન કરવાનો નિર્ણય કર્યો. વિશાલની બે કિડનીને જયપુરના SMS હોસ્પિટલમાં જ્યારે લિવરને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં દર્દીને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું આવ્યું. તેમજ હૃદય, ફેફસાને ચેન્નઈ સ્થિત અપોલો હોસ્પિટલમાં ચાર્ટર પ્લેનથી મોકલવામાં આવ્યાં છે.
કોઈને હૃદય તો કોઈને આપવામાં આવી કિડની
સવાઈ માનસિંહ મેડિકલ કોલેજના પ્રાચાર્ય ડો, સુધીર ભંડારીએ જણાવ્યું કે અમારી ડોક્ટરોની ટીમએ વિશાલના દાન કરેલા તમામ અંગને જરૂરીયાતમંદ લોકોને દાન કરવામાં આવ્યાં છે. બે કિડનીમાંથી જયપુરના 50 વર્ષના યુવક તો બીજી કિડનીને 46 વર્ષના વ્યક્તિને આપવામાં આવી છે. આ ઉપરાંત લિવર જયપુરના 35 વર્ષના યુવકને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
26 જાન્યુઆરીએ થયો ભયંકર અકસ્માત
વિશાલનો 26 જાન્યુઆરીએ અકસ્માત થયો હતો. તે તેના મિત્રો સાથે મોટસાઈકલથી કયાક જઈ રહ્યો હતો, આ દરમિયાન તેણે સામેથી આવી રહેલી બસને જોતા જ અચાનક બ્રેક લગાવી દીધી. જેના કારણે તે પોતાનું સંતુલન ગુમાવી બેઠો અને બસથી અથડાય ગયો. કમનસીબે હેલમેટ નહી પહેવાના લીધે તેના માથા અને મોં પર ગંભીર ઈજા થઈ હતી. ત્યાર બાદ પરિવાર લોકોએ તેને SMS હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. લગભગ 5 દિવસ સુધી આઈસીયૂમાં સારવાર ચાલી, છતાં તે ભાનમાં ન આવ્યો અને ડોક્ટોરોએ તેને બ્રેનડેડે જાહેર કર્યો હતો.