ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી પ્રસિદ્ધ અભિનેત્રિઓમાંથી એક છે હેમા માલિની. બોલિવૂડમાં હેમા માલિનીને ડ્રીમગર્લ તરીકે ઓળખવામાં આવે છે. તેની ખુબસુરતીના લાખો દિવાના છે. એક સમયે હેમા માલિની લાખો દર્શકોના દિલો પર રાજ કરી ચૂકી છે. કારણ કે દરેક લોકો તેની ખુબસૂરતીની વખાણ કરે છે. વર્તમાન સમયમાં પણ હેમા માલિનીને ચાહનારા લાખો કરોડો લોકો છે.

રાજ કપૂર સાથેની ફિલ્મ સપનો કા સૌદાગરથી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર હેમા માલિની સીતા ઔર ગીતા, શોલે, ડ્રીમગર્લ, સત્તે પે સત્તા જેવી ફિલ્મોથી જાણીતા બન્યા. તેમની ફ્લૉલેસ બ્યુટી માટે તેમને ડ્રીમ ગર્લનું ઉપનામ આપવામાં આવ્યું હતું. 1979માં હેમા માલિનીએ ધર્મેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. તેમને ઈશા અને આહના નામની દીકરીઓ છે. બોલીવુડની ડ્રીમગર્લે કારકિર્દીની શરૂઆતમાં રીજેક્શનનો સામનો કરવો પડ્યો હતો. હેમા માલિનીએ પહેલી ફિલ્મ સાઉથમાં જયલલિતા સાથે કરી હતી. ત્યારે હેમા માલિનીએ ટીવી શો ઈન્ડિયન આઈડલના મંચ પર પોતાની જિંદગી સાથે જોડાયેલા કિસ્સા તેના ફેન્સને જણાવ્યા હતા. જે કદાચ કોઈ નહીં જાણતું હોય.

આપણે સૌ જાણીએ છીએ કે 1975માં ફિલ્મ શોલેમાં હેમા માલિનીએ બસંતીનો રોલ અદા કર્યો હતો. જેને આજે પણ લોકો યાદ કરી રહ્યાં છે. પણ ઘણા લોકોને આ વાતની જાણકારી નહીં હોય કે હેમા માલિનીને આ ફિલ્મમાં આ પાત્ર નિભાવવા માટે ખુબ પાપડ બેલવા પડ્યાં હતા. તેના માટે આ રોલ નિભાવવો સરળ ન હતો.

હેમા માલિનીએ ફિલ્મ શોલે વિશે વાત કરતા કહ્યું કે ફિલ્મ શોલે એક સંસ્કારી ફિલ્મ છે. પણ મને એવું લાગે છે કે વિભિન્ન પરિસ્થિઓના કારણે સૌથી મુશ્કેલ ભૂમિકાઓમાંથી એક છે. તેને કહ્યું કે હું બેંગલુરૂમાં ખુલ્લા પગે શૂટિંગ કરી રહી હતી અને તે પણ એક મહિના સુધી. શૂટિંગ સમયે ફર્શ હંમેશા ગરમ રહેતું હતું. જેથી ખુલ્લા પગે ચાલવું ખુબ મુશ્કેલ હતું.
હેમા માલિનીએ કહ્યું કે બદલતી ઋતુ દરમિયાન શૂટિંગ કરવું ઘણુ મુશ્કેલ હતું. તેમાં પણ ખાસ કરીને બપોરના સમયે શૂટિંગ કરવું ઘણું મુશ્કેલ હતું. પણ બધા સાથે શૂટિંગ કરવાની મજા કંઈક અળગ હતી. તમને જણાવી દયે કે 1975માં રિલિઝ થયેલી ફિલ્મ શોલે તે સમયની બ્લોકબસ્ટર ફિલ્મ સાબિત થઈ હતી. ફિલ્મનું નિર્દેશન રમેશ સિપ્પીએ કર્યું હતું અને નિર્દેશન તેમના પિતાજી પી.સિપ્પીએ કર્યું હતું. ફિલ્મ શોલેમાં હેમા માલિની સિવાય ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચને જય-વીરૂનો રોલ નિભાવ્યો હતો.