આજે 7 માર્ચ 2021ની તારીખ અને રવિવારનો દિવસ છે. રવિ એટલે કે, સૂર્યને ગ્રહોનો રાજા માનવામાં આવે છે. તે ક્યારેય વક્રી ચાલમાં નથી ચાલતા. સૂર્યને આત્મનો કારક માનવામાં આવે છે.
જન્માક્ષરમાં મુખ્યરૂપથી તેમને પિતા અને માન -સન્માનનો અને અપમાનનો કારક માનવામાં આવે છે. જ્યારે શરીરમાં તેને ચહેરાનો કારક ગણવામાં આવે છે. તેનો રંગ કેસરી અથવા રત્ન માણીક્ય છે. આ દિવસના દેવ સ્વયં સૂર્ય નારાયણ ભગવાન છે.
આજનું રાશિફળ જાણો…
મેષ રાશિઃ-
આજનો દિવસ શુભ રહેશે. પ્રેમી સાથેના સંબંધો મજબૂત થશે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યેની રૂચિ વધશે. પરિવાર સાથે ખુશીના પળ વિતાવશો. વ્યપારના સંબંધમાં યાત્રા કરવી પડે.
વૃષભ રાશિઃ-
આજે તમારો દિવસ વ્યસ્તાથી ભર્યો રહેશે. વડીલોની સલાહની જરૂર પડશે. ભવિષ્યને લઈને ચાલી રહેલી ચિંતાઓના કારણે તમારા અંગત જીવન પર અસર પડશે. પ્રેમિયો માટે આ સમય ઉત્તમ રહેશે. સ્વાસ્થ્યને લઈને ઉતાર-ચઢાવ રહેશે.
મિથુન રાશિઃ-
આજે કાર્યોમાં કોઈ અડચણ નહી આવે. તમારુ મન પ્રસન્ન રહેશે. થોડો પ્રયત્ન કરવાતી સફળતા મળશે. દાંપત્ય જીવનમાં તણાવ જોવા મળશે. યાત્રા પર જવા માટે આ અનુકૂળ દિવસ છે. તમને તમારી યાત્રાનું સારું પરિણામ મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્ક રાશિઃ-
તમારો આજનો દિવસ સારો રહેશે. રુપિયા પૈસાનું આગમન થશે. નવી યોજનાઓ બનશે. સંબંધીઓથી શાંતિથી વર્તવું. રોકાણ કરવા માટે આ યોગ્ય સમય નથી. પ્રેમ જીવનમાં સ્થિતિ સારી થઈ રહી છે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે.
સિંહ રાશિઃ-
આજે અચાનક કોઈ મોટો ધનલાભ થઈ શકે છે. વ્યક્તિત્વ સુધાર આવશે. કામ માટે કરાયેલા તમામ પ્રયાસ સફળ રહેશે. નોકરીમાં બદલી થવાના યોગ બનશે. માનસિક ચંચળતા કાબૂ રાખો.
કન્યા રાશિઃ-
આજે તમે ચિંતા અને કન્ફ્યુઝનથી ઘેરાયેલા રહેશો. જેનાથી તમારા કામમાં અડચણ ઉભી થશે. કોઈ મામલે તમારે સલાહ લેવી નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે કરિયરને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ન લો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.
તુલા રાશિઃ-
કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવ રહેશે. અચાનક આવકમાં વધારો થવાની શક્યતા છે. દાંપત્ય જીવનમાં માટે આ દિવસ અનુકૂળ રહેશે. પરિવારનો સહયોગ મળશે. નવી જવાબદારી સાથે નવા અધિકાર પણ પ્રાપ્ત થશે. કોઈ શારીરિક તકલીફ તમને પરેશાન કરી શકે છે.
વૃશ્વિક રાશિઃ-
આજે તમે વિચારેલા તમામ કાર્ય સમયસર પૂરા થશે. વ્યાપારી વર્ગમાં અચાનક ધનલાભ થશે આર્થિક પક્ષ પહેલાની અપેક્ષા મજબૂત થશે. તમારો દિવસ હરવા-ફરવામાં પસાર થશે. તમે પરિવાર સાથે મનોરંજન માટે ટ્રીપ પર જવાનો પ્લાન બનાવી શકો છો.
ધનુ રાશિઃ-
આજે તમારું મન પ્રસન્ન રહેશે. પરિવારમાં બધાની ઈચ્છા પૂરી કરવામાં તમે સફળ રહેશો. તમને વ્યાપારમાં નવો પ્રપોઝલ મળશે. સંતાન સુખની અનુભૂતિ મળશે. કાનૂની મામલામાં ખાસ મદદ મળશે.
મકર રાશિઃ-
આજનો દિવસ સામાન્ય રહેશે. કારોબાર વધવાની શક્યતા રહેશે. આવકને લઈને તમે પરેશાન રહેશો. વિવાહ યોગ્ય જાતકો માટેનો સમય સારો રહેશે. વગર કામના ખર્ચ પર નિયંત્રણ રાખો. સંતાન સાથે વિવાદ થઈ શકે છે.
કુંભ રાશિઃ-
આજનો દિવસ તમારી માટે વ્યસ્તતાથી ભરેલો રહેશો. વિત્તિય દ્રષ્ટિકોણથી દિવસ અનૂકુળ રહેશે. આજે સારા વ્યાપારિક પ્રસ્તાવના અવસર મળવાની પ્રબળ સંભાવના છે. તમને આવક કમાવવાના નવા સ્ત્રોત મળશે. યાત્રા સમયે દુર્ઘટના થવાની સંભાવના છે.
મીન રાશિઃ-
આજે તમારો આત્મવિશ્વાસ વધી શકે છે. કરિયરમાં તમને સફળતા મળી શકે છે. પરંતુ ખર્ચ વધવાથી માનસિક તણાવ વધી શકે છે. દાંપત્ય જીવન માટે દિવસ થોડો નાજુક રહેશે. જીવનસાથી બીમાર થઈ શકે છે.