શનિવારનો દિવસ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત કરવામાં આવે છે. આ દિવસે લોકો શનિના મંદિરોમાં તેલ ચઢાવે છે અને દીવો કરે છે. આ સાથે જ હનુમાનજી મંદિરમાં પણ તેલ ચડાવી હનુમાન ચાલીસાના પાઠ કરે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવ 700 વર્ષ બાદ મેષ, ધન, સિંહ અને મિથુન રાશિના જાતકો પર મહેરબાન રહેશે અને તેમને લાભ આપશે. મહત્વનું છે કે આ યોગ 700 વર્ષ પછી બની રહ્યો છે.
શનિવારના દિવસે શનિ દેવ અને હનુમાનજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. જ્યોતિષના અનુસાર શનિદેવ 700 વર્ષ બાદ મેષ, ધન, સિંહ અને મિથુન રાશિના જાતકો પર મહેરબાન રહેશે. આ રાશિ સૂરજના ક્રાંતિ વૃત્ત પર આવનારા તારામંડળ સાથે સંબંધ રાખે છે અને બંનેનું એક જ નામ હોય છે. જેમ મિથુન રાશિ અને મિથુન તારામંડળ. આ રાશિના જાતકોને શનિદેવની કૃપાનો લાભ મળવાનો છે. ત્યારે આવો જોઈએ આ રાશિ પર શનિદેવની કૃપા કેવી રહેશે.
ભાગ્યનો સાથ પુરી રીતે મળશે
શનિદેવની કૃપાથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે. કરિયરમાં સફળતાના નવા અવસર મળશે. ક્રોધ કરવાથી બચો તે સારૂં રહેશે. ઓફિસરોમાં સુખ શાંતિ કાયમ રહેશે. કોઈ મિત્રના સહયોગથી આવકના સ્ત્રોત વધી શકે છે. અન્ય લોકોના સાથથી કાર્યક્ષેત્રમાં વધારો થશે. સમાજમાં તમારા ગુણોની પ્રશંસા થશે.
કરિયરમાં સફળતા મળશે
આ સંયોગથી નોકરી કરનારા લોકોને કામમાં સફળતા મળશે. વેપારમાં આવકના નવા સ્ત્રોત ઉભા થશે. કોઈ નવી ટેકનિકને અપનાવવાથી વેપારમાં વૃદ્ધિ થશે. સાથે ઉત્પાદન કાર્ય પણ વધી શકે છે. ઓફિસમાં તમને સાથીઓનો સાથ મળશે. આમ કરિયરમાં ઉચ્ચ સફળતા મળશે.
રોગોથી મુક્તિ મળશે
સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો અંત આવશે. કોઈ કામ ઈચ્છા અનુસાર પુરૂ થવાથી જીવનસાથી પ્રસન્ન રહેશે. તમે શાંતિનો અનુભવ કરશો.
નાણાંકિય પ્રશ્નો હલ થશે
તમે કોઈ નવા કોન્ટેક્ટથી મોટો ફાયદો મેળવી લો તેવું પણ શક્ય બને છે. તમારા જૂના ઉધાર અને મુશ્કેલીઓથી તમને મોટી રાહત મળશે. તમે પરિવારને સમય આપી શકશો અને સાથે જ કામની બાબતમાં તમને સારા પરિણામો મળશે અને લોકોને તમારું કામ દેખાશે. સંતાનની પ્રગતિથી સગા સંબંધી ખુશ રહેશે. ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો રહેશે.