દુનિયા જેટલી મોટી અને સુંદર છે. એટલી જ તેમાં વિચિત્ર ઘટનાો થતી જોવા મળે છે. જી હા..દુનિયા અજીયબીઓથી ભરેલી છે. જેના કારણે હંમેશા કોઈને કોઈ વિચિત્ર ઘટનાઓ સામે આતી રહે છે. હવે આ 15 વર્ષનાં બાળકને જ જોઈ લો. આ બાળકને છેલ્લા 8 વર્ષથી કોઈ ગંધ નહોતી. તાજેતરમાં તેના નાકમાંથી દુર્ગંધયુક્ત પ્રવાહી વહેવા લાગ્યું. જ્યારે માતાપિતા બાળતને તેમના ડૉક્ટર પાસે લઈ ગયા, ત્યારે તેની પાછળનું કારણ જાણવા મળ્યું. અને તે જાણીને તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડૉકટરોને જાણવા મળ્યું હતું કે, આ બાળકના નાકમાં ગન શોટ અટકી ગઈ હતી. તમને જાણીને નવાઈ લાગે છે ને… પણ આ હકિકત છે. આ ગોળી છેલ્લા 8 વર્ષથી બાળકના નાકમાં ફસાયેલી હતી. બાળક અને માતાપિતાને પણ આની જાણકારી નહોતી.
તમને જાણીને વિચિત્ર લાગતું કે, કોઈ બાળકના નાકમાં આઠ વર્ષૃ સુધી ગોળી કેવી રીતે અટકેલી રહી શકે છે?? છે, આ ઘટના JAMAઓટોલેરીંજોલોજી-હેડ અને નેક સર્જરી જર્નલમાં પ્રકાશિત થઈ છે. તેમાં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, બાળકના નાકમાં બંદૂકની ગોળી 8 વર્ષ સુધી રહી હતી. જેના કારણે તેને કોઈ પણ પ્રકારની સ્મેલનો અનુભવ થતો નહોતો. તાજેતરમાં નાકમાં અટકેલી ગોળીને કારણે તેના નાકમાંથી ગંધાતું પ્રવાહી નીકળવાનું શરૂ થઈ ગયું હતું.
જ્યારે બાળક તેની સમસ્યાઆને સાથે પ્રથમ વખત ડૉક્ટર પાસે પહોંચ્યો ત્યારે તેણે બાળકના નાકમાં ટ્યુબ કેમેરા મૂકીને તપાસ કરી હતી, ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે, નાકમાં થોડી સમસ્યા છે. તેને ટેરબિનેટ હાઇપરટ્રોફી કહેવામાં આવે છે જેમાં નાકમાં સોજો આવે છે. જ્યારે ડોકટરોએ બાળકનું સીટી સ્કેન કર્યું ત્યાર બાદ ઓપરેશન દ્વારા ગોળી બહાર કાઢવામાં આવી હતી.
બાળકના પરિવારજનોએ જણાવ્યું હતું કે, જ્યારે તેમનો પુત્ર 8 કે 9 વર્ષનો હતો ત્યારે તેને બંદૂકની ગોળલી વાગી હતી. પરંતુ તે સમયે આ પ્રકારની સમસ્યા વિશે જાણવા મળ્યું નહોતું. જો કે, ગોળી ફસાઈ હોવાના ઘણાં લક્ષણો જોવા મળ્યાં હતા. સામાન્ય રીતે નાકમાં ગોળી ફસાઈ છે તે શોધવું અઘરૂ હતું.
ડૉક્ટરોના જણાવ્યાનુસાર, નાક વચ્ચે બુલેટ શોધવી ડોકટરો માટે ખૂબ મુશ્કેલ હતું. નવી પેશીઓએ પેલેટને સંપૂર્ણ રીતે ઘેરી લીધું હતું. આવી સ્થિતિમાં, ડૉક્ટરને ઓપરેશન દ્વારા આ પેશીઓને દૂર કરવી પડી હતી અને ત્યારબાદ તેને ગોળીની સાચી જગ્યા ખબર પડી. આ પછી તેણે બાળકના નાકમાંથી ગોળી બહાર કાઢી હતી.