8 વર્ષની ઉંમરમાં આપણે બધા જ્યારે રમકડાથી રમતા હતા. બે પૈડાવાળી સાયકલ પણ બરાબર ચલાવી શકતા નહોતા, ત્યારે આ ઉંમરની બાળકી મેયર બની આખા શહેરને ચલાવે છે. જી હા… તમને સાચું નહીં લાગે પણ આ હકીકત છે. આ 8 વર્ષની બાળકીને એક દિવસ માટે મેયર બનાવવામાં આવી હતી. આવો જાણીએ શું છે સમગ્ર ઘટના..
આપણે અહીં જે છોકરીની વાત કરી રહ્યા છીએ તેનું નામ ઇશિતા જાજોરીયા છે. જયપુરની રામરાજ પુરા કોલોનીમાં 8 વર્ષીય ઇશિતા રહે છે. તેના પિતાનું નામ ઓમપ્રકાશ જાજોરીયા છે. ઇશિતા ખાસ બેબી ગર્લ છે. તે બોલી શકતી નથી તેને એક દુર્લભ રોગ છે. તેમ છતાં, તે તેના જીવનને સારી રીતે જીવવાનો પ્રયાસ કરે છે.
જેમ કે તમે બધા જાણો છો, 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી વિશ્વભરમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે, ઘણા લોકોએ મહિલાઓ અને છોકરીઓને ખાસ હોવાની અનુભૂતિ કરાવી હતી. 8 વર્ષની ઇશિતા સાથે પણ આવું જ કંઇક થયું. તે જયપુરની મેયર બની હતી. જો કે, તે ફક્ત એક દિવસની મેયર બની હતી. હકીકતમાં, શહેરના મેયર મુનેશ ગુર્જરે ઇશિતાને જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનની એક દિવસની મેયર બનાી હતી.
ઇશિતાને જયપુરના મહારાપુર મુનેશ ગુર્જરે દત્તક લીધી છે. તેનો ભણવાનો બધો ખર્ચ પણ તે જ ઉઠાવે છે. ગત વર્ષે તેમને ઇશિતા વિશે ખબર પડી. ઇશિતાના પિતા ગરીબ છે અને પુત્રીનું શિક્ષણ અને સારવાર કરી શકે તેમ નથી. તેથી મેયરે ઇશિતાને દત્તક લઈ તેની તમામ જવાબદારી ઉઠાવવાનો નિર્ણય કર્યો હતો.
મુનેશ ગુર્જરે ઇશિતાને ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિન’ પર 8 વર્ષીય યુવતીને વન-ડે મેયર તરીકે નિયુક્ત પણ કરવામાં આવી હતી. મેયર બનતાની સાથે જ ઇશિતાએ એક જાહેરનામું બહાર પાડ્યું હતું. તેણે કહ્યું કે, અમારું લક્ષ્ય શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવાનું છે.
ઇશિતાને આ આઈડિયા ખૂબ ગમ્યો. 8 વર્ષની ઉંમરે પણ, તે તેના શહેરની સ્વચ્છતાની ચિંતા કરે છે. આ એક ખૂબ સારી વાત છે. આ સાથે ઈશિતાએ આદેશ આપ્યો કે, જયપુરના જરૂરતમંદોને મદદ કરવામાં આવે છે. એક દિવસના મેયર બનવાનો ઇશિતાનો અનુભવ ખૂબ જ સુંદર હતો. આ વસ્તુ તેને ભવિષ્યમાં વધુ મહેનત કરી હકીકત મેયર બનવામાં મદદ કરશે.