83 વર્ષના આ દાદાએ 62 વર્ષથી સ્નાન નથી કર્યું, ખાય છે એવી વસ્તુઓ કે સાંભળીને જ તમે બેભાન થઈ જશો
83 વર્ષના આ દાદાએ 62 વર્ષથી સ્નાન નથી કર્યું, ખાય છે એવી વસ્તુઓ કે સાંભળીને જ તમે બેભાન થઈ જશો

83 વર્ષના આ દાદાએ 62 વર્ષથી સ્નાન નથી કર્યું, ખાય છે એવી વસ્તુઓ કે સાંભળીને જ તમે બેભાન થઈ જશો

edit

તમને કોઈ એવું કહે કે તમારે એક દિવસ સ્નાન નથી કરવાનું તો તમને કેવું લાગે. ચાલો શિયાળામાં તો આપણે ક્યારેક એકાદ વખત ગુટલી પણ મારી દયે પણ ઉનાળામાં કોઈ સ્નાન કરવાની ના પાડે તો કેવું લાગે… પણ તમે વિચાર કરો કે આ દાદા અત્યારે 83 વર્ષના છે. પણ તેને છેલ્લા 62 વર્ષથી સ્નાન કર્યું નથી. અને આ દાદા દરરોજ એવી વસ્તુ ખાય કે જે સાંભળીને તમે પણ બેભાન થઈ જશો…

મળતી માહિતી અનુસાર આ કહાની ઈરાનમાં રહેતા આ દાદાની છે. આ દાદાનું નામ અમોઉ છે. આ દાદાએ તેના દીર્ધાયુષ્ય વિશે જણાવ્યું છે. તે એકદમ આઘાતજનક છે. એવું સાંભળવા મળ્યું છે કે આ વ્યક્તિએ છેલ્લા 63 વર્ષથી સ્નાન કર્યું નથી. જેના કારણે તેના શરીર પર ગંદકીના ઘણા જાડા થર જામી ગયા છે.

તેનું કહેવું છે કે તેઓ આ ગંદકીના કારણે જ આટલું જીવે છે. નહાવાના અભાવે ઘણી વખત અમોઉ ગામની બહાર જ રહેવું પડે છે. જોકે, ગામલોકો ત્યાં તેમની મુલાકાત લેતા રહે છે. અમોઉનો આહાર પણ એકદમ વિચિત્ર છે. અમોઉ કાર અકસ્માત અથવા કુદરતી રીતે મૃત પ્રાણીઓનું સડેલું માંસ ખાવાનું પસંદ કરે છે. કારણ કે તેમને નોન-વેજ વધુ ગમે છે.

આ દાદા પાસે રહેવા માટે પોતાનું ઘર પણ નથી. તેથી તેઓ ગામથી દૂર જમીનમાં બનાવેલા ખાડામાં રહે છે. જો કે ગામલોકોએ તેમના માટે એક નાનકડી ઝૂંપડી બનાવી છે. પરંતુ તે તેમાં રહેતા નથી. ગામના લોકો અમઉને સિગારેટ આપે છે. અમોઉના જણાવ્યા મુજબ, તે આ જગતની બધી સુખ-સુવિધાઓનો ત્યાગ કર્યા પછી તે તેના જીવનમાં સૌથી ખુશ છે.

અમોઉ જમીનમાં કરેલા ખાડામાં રહેવાનું પસંદ કરે છે. તેમનું માનવું છે કે વધુ પાણી પીવાથી તે આ ઉંમરે સ્વસ્થ છે. અમોઉને કોઈ સ્નાન કરવાની સલાહ આપે તો તેને તે પસંદ નથી. તે આ લાઈફ ખુબ ખુશીથી જીવે છે અને તેને આ લાઈફ પસંદ પણ છે.

Leave a Reply

Your email address will not be published.