'9 મહિના તારી કોખમાં રાખીને હવે મને કીડા વચ્ચે મુકી દીધું, મા મારો શું વાંક?' ગટરમાંથી મળ્યું નવજાત બાળક…
‘9 મહિના તારી કોખમાં રાખીને હવે મને કીડા વચ્ચે મુકી દીધું, મા મારો શું વાંક?’ ગટરમાંથી મળ્યું નવજાત બાળક…

‘9 મહિના તારી કોખમાં રાખીને હવે મને કીડા વચ્ચે મુકી દીધું, મા મારો શું વાંક?’ ગટરમાંથી મળ્યું નવજાત બાળક…

કહેવાય કે મા તે મા બીજા બધા તે વગડા ના વા…. પણ ઘણી વખત કોઈ માતા એવુ કૃત્યુ કરે કે તમને તેના પર તમને નફરત થઈ જાય. કોઈ માતા કુમાતા કેમ બની શકે? કેમ કોઈ પોતાના બાળકને કચરાના ઢગલા વચ્ચે મુકી દે?

જે બાળકને એક માતાએ 9-9 મહિના સુધી પોતાના ગર્ભમાં ઉછેર્યું હોય. અને બાળકના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હોય. તે માતા કેવી રીતે પોતાના નવજાતને ત્યજી શકે. આજે અમે આપને એક એવી કહાની જણાવવા જઈ રહ્યાં છીએ કે જેને સાંભળીને તમે પણ રડી પડશો અને માતા પર ફિટકાર વરસાવશો.

આ ઘટના સામે આવી છે વડોદરામાંથી. છામી કેનાલ રોડ પર ગટરની બાજુમાંથી એક નવજાત બાળક મળી આવ્યું છે. બાળકનો રડવાનો અવાજ આવતા લોકો સ્થળ પર પહોંચ્યા હતા અને 108ને જાણ કરી હતી. જેથી 108 અને પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પહેલા તો બાળકીને સ્થળ પર જ સારવાર આપવામાં આવી હતી. બાદમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું.

રાહદારીના જણાવ્યા અનુસાર તે પોતાના ઘરેથી નીકળ્યો ત્યારે સવારે 8 વાગ્યા આસપાસ તેને નાળાની ગટર પાસે એક કપડામાં લપેટાયેલું બાળક જોવા મળ્યું હતું. કપડામાં વીંટાળેલા બાળક પર કીડીઓ ફરી વળતાં તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું. હાલ બાળક સ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસના જણાવ્યા અનુસાર કોઈ અજાણી વ્યક્તિ આ બાળકને ત્યજીને ફરાર થઈ ગઈ હતી. સવારે ત્યાંથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતાં તેઓ બાળકને શોધવામાં લાગ્યા હતા. દરમિયાન તેમને કપડામાં વીંટાળેલું એક નવજાત બાળક મળ્યું. બાળક પર કીડીઓ ફરતી હોવાથી અને એના કરડવાથી બાળક સતત રડતું હતું.

હાલ તો પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી હતી. પોલીસે ફરિયાદના આધારે બાળકને ત્યજી દેવાનો ગુનો નોંધી તેનાં માતા-પિતાની તપાસ હાથ ધરી છે.