આજે વર્ષ 2021નો 9 માર્ચ અને મંગળવારનો દિવસ છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને દેવતતાઓના સેનાપતિ એટલે કે, દેવસેનાપતિ માનવામાં આવે છે. તેમજ તેમને ધરતી પુત્રના નામથી પણ ઓળખવામાં આવે છે. શરીરમાં તે રક્તકારક માનવામાં આવે છે.
જન્માક્ષરમાં તેને પરાક્રમનો કારક માનવામાં આવે છે. તેનો રંગ લાલ અને રત્ન મૂંગા છે. આ દિવસનો કારક પોતે હનુમાન છે. આ દિવસે શક્તિ એટલે પરાક્રમ કારક હોવાથી મા દુર્ગાની પૂજા કરવામાં આવે છે.
આજનું રાશિફળ…
મેષ રાશિ
તમારી લોકપ્રિયતાથી શત્રુ પરાસ્ત થશે. પારિવારીક સુખ-શાંતિ બની રહેશે. માન-પ્રતિષ્ઠા અને લાભના યોગ મજબૂત બની રહ્યાં છે. વાહન ખરીદવાનો સમય ઉપ્યુક્ત છે. સંપત્તિમાં વિવાદનો અંત આવી શકે છે.
વૃષભ રાશિ
પોતાના આહાર વ્યવહારમાં તાલમેળ બનાવી રાખો. પરિવારમાં શાંતિ બનાવી રાખો. લાભ થશે. પેટના રોગથી પીડિત રહેશે. દિવસ મધ્યમ રહેશે.
મિથુન રાશિ
સમયમાં અનુકૂળતાનો આભાસ થશે. લાંબા સમયથી અટવાયેલા કામને ગતિ મળશે. વ્યાપારિક વ્યસ્તતા વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. ખર્ચમાં વધારો થશે.
કર્ક રાશિ
આજે સ્ત્રી પક્ષમાં લાભનો યોગ બની રહ્યો છે. સંતાનના સ્વાસ્થ્યમાં સુધાર થઈ શકે છે. અણધાર્યા કામ થઈ રહ્યાં છે. લાભ થવાના કારણે ખોટમાં ઘટાડો થશે. કાર્યમાં વધારો થશે.
સિંહ રાશિ
આજે કોઈ દૂરના મિત્ર સાથે મુલાકાત કરી શકો છો. નવા કાર્યોમાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે ધનલાભ થશે. શત્રુ વર્ગ સક્રિય થઈ શકે છે. કાર્યમાં વધારો થશે.
કન્યા રાશિ
સમયમાં અનુકૂળતાનો ભાસ થશે. ખર્ચની જગ્યાએ લાભ થશે. નિરાશા ઓછી થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે.
તુલા રાશિ
તમારા વિચારેલા કામ પાર નહી પડે. એટલે તમારી ચિંતામાં વધારો થશે. જીવનસાથીની બેદરકારીના કારણે મોટું નુકસાન થઈ શકે છે. યોજના વગરના કાર્યમાં સફળતા હાથમાંથી નીકળશે. ખર્ચમાં વધારો થશે.
વૃશ્વિક રાશિ
તમારી મહેનત અને વ્યવહાર કુશળતામાં લાભ અને પ્રસિદ્ધિ મળશે. તમારો પ્રભાવ શત્રુને શાંત થશે. પારિવારિક સુખ-શાંતિ જળવાશે. વ્યક્તિગત સંબંધોમાં મધુરતા આવશે.
ધનુરાશિ
લાંબા સમયથી ચાલી રહેલી ચિંતાનો અંત આવશે. સફળતાથી પ્રસિદ્ધિમાં વધારો થશે. વિદેશ જવાનો યોગ બની શકે છે. ડરનો માહોલ રહેશે. સંતાનના વ્યવહારથી નાખુશ રહેશો.
મકર રાશિ
સમજણ શક્તિ ઘટશે. માતા પિતાની સાથે સમય વિતાવી શકશો. ધનલાભના શુભ અવસર મળશે. વિવાદો ઓછા થશે.
કુંભ રાશિ
પરિવારમાં વડીલોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. તમારા કાર્યસ્થળ પર વિવાદ થઈ શકે છે. સંયમથી કામ લો. લાભની તક સર્જાશે.
મીન રાશિ
સમયમાં આવતા ઉતાર-ચઢાવથી નિરાશ થઈ જશો. જીવનસાથી સાથે અણબનાવ થઈ શકે છે. આજે જૂની બીમારી ઉથલો મારી શકે છે. દિનયર્યા જાળવી રાખવાથી લાભ થઈ શકે છે.