લેટિન અમેરિકી દેશ એર્ઝેટીનામાં 9 વર્ષના એક બાળકે મોતને માત આપીને નવું જીવન મેળવ્યું છે. ખ્રિસ્તી વર્ચસ્વ આ દેશમાં એક 9 વર્ષનો છોકરો ક્રોસવાળી લોકેટ પહેરીને રમી રહ્યો હતો. ત્યારે જ કયાંકથી ફાયર થયેલી એક ગોળી તેના ક્રોસથી અથડાયને નીચે પડી ગઈ. ત્યારે યુવકને નહતી ખબર કે તેના ઉપર કોઈ ગોળી મારી છે. પીડાથી કણસી રહેલા બાળકને જ્યારે પરિવારના લોકો હોસ્પિટલ લઈને પહોચ્યા, ત્યારે તેને આખી ઘટના અંગે જાણકારી મળી. હવે લોકો તેને ચમત્કાર માની રહ્યાં છે.
લોકેટે બચાવ્યો યુવકનો જીવ
આ યુવકનું નામ ટિજિયાનો જણાવવામાં આવી રહ્યું છે. જે પોતાના ઘરે દરવાજા પર 31 જાન્યુઆરીની સાંજે રમી રહ્યો હતો. ત્યારે કોઈ અજાણ વ્યક્તિએ જાણતા અજાતામાં તેના ઉપર ગોળી ચલાવી દીધી, પરંતુ તે ગોળી યુવકાના ક્રોસવાળી લોકેટમાં આવી અને આથી એક મોટી દુર્ઘટના સર્જાતી ટળી ગઈ હતી.
હોસ્પિટલમાં જાણકારી મળી, યુવકને લાગી હતી ગોળી
રિપોર્ટ અનુસાર, તે યુવક 31 ડિસેમ્બરની સાંજના આગલા દિવસે નવા વર્ષની શરૂઆતની ખુશીમાં પોતાની બહેન અને પિતરાઇ ભાઇ સાથે રમી રહ્યો હતો. રમતા-રમતા તેને પોતાની છાતીમાં અસહ્ય પીડા અનુભવી. જ્યારે તેણે નજીક પડેલી ગોળીના ટૂકડાને તેમના પરિવારવાળાને દેખાડ્યાં તો તેને ઉતાવળમાં હોસ્પિટલ લઈને ગયાં. ત્યાં તેને ડોક્ટરે જણાવ્યું કે તેના ઉપર કોઈએ ગાળી મારી છે, જે ક્રોસના કારણે શરીરમાં ઘુસી ન શકી. તે એક કલાકની સારવાર બાદ સાજો થઈ ફરીથી ઘરે પરત આવ્યો હતો.
ઘટનાસ્થળેથી મળી ગોળી અને ક્રોસવાળું લોકેટ
ઘરે પરત આવ્યાં બાદ પરિવારજનોએ ઘટનાસ્થળ પાસે તપાસ શરૂ કરી. ત્યાંથી તેને ગોળીનો ટૂકડો અને બાળકની ક્રોસવાળું લોકેટ મળ્યું. ચાંદીના બનેલા આ ક્રોસને ટિઝિયાનોના પિતાએ ડેવિડએ ગિફ્ટ કરી હતી. ક્રોસ ઉપર જ્યાં ગોળી વાગી હતી ત્યાં મોટું છિંદ્ર બનાવેલું હતું. યુવકના માતા-પિતાએ તેને ભગવાનનો ચમત્કાર બતાવ્યો છે. જે બાદ તેને ચર્ચ લઈને જવામાં આવ્યો હતો.
પોલીસ કરી રહી તપાસ
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, માતા-પિતાની કરેલી ફરિયાદ આધારે પોલીસે ગુનાની તપાસ શરૂ કરી દીધી છે. જોકે અત્યાસુધી એ જાણકારી નથી મળી કે યુવકના ઉપર ગોળી કોણે અને કયારે મારી છે. પોલીસના જણાવ્યાં પ્રમાણે, આ ઘટના 31 ડિસેમ્બર 2020ની રાત્રે 10 વાગ્ય આજુબાજુ બની હતી.