આપણા હિન્દુ ધર્માં 16 સંસ્કારમાંથી એક છે નામકરણ સંસ્કાર. જે લોકોનો જન્મ થાય છે તેનું નામ રાશિ મુજબ રાખવામાં આવે છે. પણ દરેક લોકોના નામના પહેલા અક્ષર વિશે જીવનમાં કેટલીક સફળતા અને નિષ્ફળતા આવતી હોય છે. ત્યારે વાંચો નામના પહેલા અક્ષર પરથી તમારા જીવવના રહસ્ય અને કેટલીક ગુપ્ત વાતો વિશે…
A
આ અક્ષરના લોકોમાં અન્ય લોકો કરતાં આકર્ષક વધુ હોય છે. સંબંધો અને પ્રેમને ઘણું મહત્વ આપે છે. તેઓ બહુ મહેનતી અને ધૈર્યવાન હોય છે. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની જાતને ભેળવી દેવાની સારી ક્ષમતા હોય છે. આ લોકોની ખાસિયત એ હોય છે કે તેઓ પોતાના મનની વાતો બધા લોકોને કહેતાં નથી. આ લોકો વિશ્વાસુ હોય છે અને સમજી વિચારીને નિર્ણય કરતા હોય છે. કરિયર મામલે આ અક્ષરના લોકો કોઈપણ કાર્યને પૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડે તેઓ કરે છે. પરંતુ લક્ષ્ય સુધી પહોંચ્યા પહેલાં હારતાં નથી. આ લોકો રોમેન્ટિક હોતા નથી. નાની નાની વાતમાં ગુસ્સો તરત આવી જાય છે.
B
આ લોકો પોતાના જીવનમાં નવા-નવા રસ્તાઓ શોધવામાં વધુ વ્યસ્ત રહે છે. પોતાના માટે માત્ર એક રસ્તો શોધી તેના પર જીવનભર ચાલવું આ લોકોને ગમતું નથી. આ લોકો સંવેદનશીલ વધુ હોય છે. આ લોકોના જીવનમાં અનેક રહસ્ય હોય છે જે તેમના નજીકના લોકોને પણ ખબર નથી હોતી. આ લોકો ઘણા જ મહેનતી હોય છે. તેથી આ નામના લોકો સેના અથવા બીજા જોખમી ક્ષેત્રોમાં પોતાની કારકિર્દી બનાવે છે. જો કે આ અક્ષરના લોકો રોમેન્ટિક બહુ હોય છે.
C
આ લોકો અસ્થિર વિચારોના હોય છે. ચહેરો વધુ આકર્ષક હોય છે. સાથે કાર્ય સંબંધી વિષયોમાં પણ આ લોકો બહુ જ નસીબદાર હોય છે. પોતાની ઈચ્છા પુરી કરવા છેલ્લે સુધી લડી લે છે. આ લોકોને આગળ વધવામાં કોઈ રોકી શકતું નથી. સુંદર ચહેરો તો આ લોકોને ભગવાન આપે જ છે સાથે પોતે સુંદર દેખાવામાં પણ આ લોકો કોઈ જ કસર બાકી રાખતા નથી. . લોકો પોતાની કારકિર્દીમાં ઘણું નામ કમાય છે. સ્વભાવથી આ લોકો બહુ જ ઈમોશનલ હોય છે.
D
આ લોકો સેલ્ફમેડ વ્યક્તિ હોય છે. તેમની પાસે સરસ્વતી અને લક્ષ્મી બન્નેની કૃપા હોય છે. લોકોની વાતો પર ધ્યાન ન આપીને આ લોકોને પોતાના મનનું કરે છે.. આ લોકોને સુંદર દેખાવા માટે શણગારની જરૂર નથી હોતી કારણ કે આ લોકો જન્મથી ભગવાને સુંદરતા આપી હોય છે. આ અક્ષરના લોકો દુશ્મનની પણ મદદ કરવા માટે આ લોકો હમેશા તત્પર રહે છે. સંબંધના મામલામાં આ લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ. પ્રેમ સંબંધમાં પણ આ લોકો બહુ જિદ્દી હોય છે.
E
આ લોકો કોઈ પણ વાત મોઢા પર બોલી દેનારા હોય છે. મજાક મસ્તી બિલકુલ પંસદ નથી. આ લોકોને પોતાની ઈચ્છા પ્રમાણે વસ્તુઓ મળી જતી હોય છે. જીવનને સહેલાઈથી જીવવામાં અને વધારે ચિંતા નહીં કરવામાં માને છે. આ લોકો હંમેશા ખુશ રહે છે. આ લોકોનું દિલ ક્યારે કોના પર આવી જાય તે ખબર રહેતી નથી.
F
આ લોકો ખુબ જવાબદાર હોય છે. તેઓ પ્રેમાણ અને દયાળુ હોય છે. દરેક કામ દિલથી કરે છે. આ અક્ષરના નામવાળા ઘણા જ પ્રેમાળ અને દયાળુ હોય છે. તે પોતાનું દરેક કામ દિલથી કરે છે તેથી તે ઘણા જ ક્રિએટિવ ગણાય છે. આ લોકો પોતે એટલા સેક્સી અને આકર્ષક હોય છે અને આવા લોકો જ તેમને પસંદ આવતા હોય છે. રોમાન્સ તો આ લોકોમાં ભરપૂર હોય છે.
G
દરેક પરિસ્થિતિમાં આ લોકો અનુકૂળ થઈ જાય છે. આ લોકોનું દિલ એકદમ સાફ હોય છે. પોતાના કાર્યોથી જ સબક લે છે સાવધાનીથી બધાં કાર્યો કરે છે. તેમના મિત્રો ઘણા ઓછા હોય છે, આ લોકો શાંતિપ્રિય હોય છે, પરંતુ જ્યારે તેમને ગુસ્સો આવે છે, તો સામેવાળા માટે મુશ્કેલી સર્જી દે છે.
H
આ લોકો સાફ દિલના અને સીધા હોય છે, તેથી તેમને ઘણા લોકો મુર્ખ બનાવી દે છે, પરંતુ આ લોકો એવા હોય છે, જે પોતાની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી, પરંતુ તેમાંથી બોધપાઠ લઇને આગળ વધવાનો પ્રયાસ કરે છે અને ખાસા સફળ પણ થાય છે. તેમનામાં આત્મવિશ્વાસ વધારે હોય છે. સામાન્ય રીતે આ લોકો ઓછું બોલવાનું પસંદ કરે છે.
I
આ અક્ષરથી શરૂ થતા નામના લોકો માટે પૈસા બહુ જ મહત્વ ધરાવે છે. આ લોકો ઘણા હસમુખ સ્વભાવના હોય છે અને પોતાની આસપાસનું વાતાવરણ પણ એકદમ ખુશ મિજાજ રાખે છે. આ લોકોના હાથમાં ઘણું આવે છે, પરંતુ તે હાથમાંથી સરકી જવામાં પણ સમય લાગતો નથી.આ લોકો હ્રદયના સાચા હોય છે. સાથે જ, તેઓ સ્વભાવે શાહી હોય છે
J
આ લોકો સંકુચિત અને સંવદેનશીલ હોય છે. તેમને રહસ્યમયી પણ કહેવામાં આવે છે, કારણ કે, આ લોકો પોતાની કોઇવાત કોઇને જણાવતા નથી. પ્રેમની રાહ જોવી તેમને નથી આવડતી, પરંતુ પ્રેમમાં પડે ત્યારે તેમના પ્રેમ માટે કંઇ પણ કરી જાય છે. આ અક્ષરના લોકોને માન-સન્માનની પણ ખૂબ જ ચિંતા હોય છે.
K
તેઓ કલાકાર હોય છે. આ લોકોની ઇચ્છા ન હોવા છતા તેઓ લોકોનાં આકર્ષણનું કેન્દ્ર બને છે. સ્વભાવથી સંવેદનશીલ અને દેખાવમાં આ લોકો ખૂબ જ સેક્સી હોય છે.આ લોકોના ચાહકોની સંખ્યા વધારે હોય છે. પૈસા, પ્રતિષ્ઠા, પ્રેમ દરેક વસ્તુ તેમની પાસે હોય છે. આ વ્યક્તિ ખૂબ જ નસીબદાર હોય છે.
L
સ્વભાવથી આ લોકો ખૂબ જ રોમેન્ટિક હોય છે. પોતાના ફાયદા માટે આ લોકો કોઇપણ હદ સુધી જઇ શકે છે.તેમને જીવનમાં રીસ્ક લેતા આવડે છે. તેઓ દેખાવે સુંદર હોય છે. પોતાના પ્રેમને બધાં વચ્ચે દર્શાવવામાં આ લોકો કોઇ સંકોચ નથી કરતાં. તેઓને બધા જ કામમાં પરફેક્શન જોઇતુ હોય છે.
M
આ લોકોને સ્માર્ટ અને સમજદાર વ્યક્તિ પોતાના જીવનસાથી તરીકે પસંદ હોય છે અને જ્યાં સુધી આવો વ્યક્તિ ન મળે ત્યા સુધી કોઇ એક વ્યક્તિ પર ટકી નથી શકતાં. વાતોને મનમાં દબાવીને રાખવાની વૃતિ ધરાવતા હોય છે. આવો સ્વભાવ ક્યારેક બીજા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. આ લોકોને બધાંના પ્રિય બનીને રહેવું પસંદ હોય છે.
N
આ લોકોનો જિદ્દી સ્વભાવ તેમને જ પરેશાનીમાં નાખી દે છે.આ લોકો ઘણા ઝડપથી બોર થઇ જાય છે. આ લોકો સ્વતંત્ર વિચારોવાળા હોય છે. આ લોકો ક્યારેક ફ્લર્ટ કરે છે પરંતુ પ્રેમમાં વફાદાર હોય છે. સ્વભાવે રોમેન્ટિક અને સંબંધોને લઈને બહુ જ સંવેદનશીલ હોય છે. પૈસા ખર્ચવામાં આ લોકો વધારે વિચાર કરતાં નથી. સૌથી શ્રેષ્ઠ વસ્તુ તરફ આ લોકો પહેલાં આકર્ષિત થાય છે.
O
આ લોકો સારા વક્તા અને લેખક પણ હોય છે આ લોકો તેઓ હંમેશા ઊંડા ચિંતનમાં ડૂબેલા રહે છે અને ભાવુક પણ હોય છે. આધારભૂત વસ્તુઓની કોઈ જ કમી હોતી નથી અને આર્થિક રીતે પણ મજબૂત હોય છે. આ લોકો બધા સાથે પ્રેમથી જ વ્યવહાર કરે છે. પરિવારને જીવનનો મુખ્ય ભાગ સમજીને જ ચાલે છે.
P
તેઓ ખૂબ જ ચાર્મિંગ હોય છે. તેમને પોતાના જીવનથી કંઇ વધારે મેળવવાની ઇચ્છા હોતી નથી. આ લોકો નાની-નાની બાબતોમાં જ સુખી રહેતા હોય છે. પ્રેમના વિષયમાં ખૂબ જ આદર્શવાદી સ્વભાવના હોય છે. આ લોકો પોતાની કાલ્પનિક દુનિયાનો ઉલ્લેખ પોતાના જીવનસાથી સાથે પણ કરવા માંગતા નથી. આ લોકોના જીવનમાં પૈસાને લઇને ઘણી સમસ્યાઓ બનતી રહે છે,
Q
આ લોકો ક્યારે શું કરશે તેના વિશે આ લોકોને પોતે પણ ખબર હોતી નથી. તેમને જીવન પાસેથી વધારે કંઇ જ મેળવવાની ઇચ્છા હોતી નથી, પરંતુ તેમનો નસીબ જ તેમને બધું આપી દે છે. આ લોકો અન્યોના વિવાદોમાં ભાગ લેવામાં વાર કરતાં નથી. આ અક્ષરવાળા લોકો બહુ જ મહત્વકાંક્ષી હોય છે. કામ પ્રત્યે આ લોકોને પરફેક્શન જ પસંદ હોય છે.
R
આ લોકોના મોટાભાગે પ્રેમ લગ્ન પણ કરે છે. આ લોકોમાં ઉર્જા પણ વધારે હોય છે, તેથી લોકો તેમને વધારે પસંદ કરે છે. . આ લોકો ઓફીસમાં ઉંચા પદ પર હોય છે. પ્રેમ, ભાવના અને સંબંધો આ લોકો માટે ઘણાં જ મહત્વ ધરાવે છે. આ લોકો પોતાની ઇજ્જત અને માન-સન્માનનું ઘણું ધ્યાન રાખે છે.
S
તેઓ હમેશાં સમસ્યામાં ફસાયેલા રહે છે. આ લોકો જે ઈચ્છે છે તેનાથી વિપરિત જ થાય છે. કાર્યોમાં નિષ્ઠા હોય છે અને ખુલ્લા વિચારોવાળા હોય છે. બધાંને સાથે લઈને ચાલે છે. ક્યારેક પોતાના વિચારો પ્રમાણે ચાલવાથી આ લોકોને નુકસાન પણ પહોંચે છે. આકર્ષક છબીના માલિક હોય છે. તેમના પોતાના અલગ સિદ્ધાંત હોય છે.
T
પોતાનાથી વધારે સમજવાળા અને બુદ્ધિવાળા લોકો આ લોકોને વધુ આકર્ષિત કરે છે. લોકો સાથે મતલબ નહીં રાખનારા અને ઓછું બોલનારા હોય છે. તેમને જીવનમાં ઘણી મહેનત કરવી પડે છે. આ લોકો વાતોના ધની હોય છે. વાતોને કારણે લોકો તેમના તરફ જલ્દી આકર્ષિત થઇ જાય છે. દેખાવમાં સુંદર જે લોકો પર ગર્વ થાય એવા લોકોથી વધારે આકર્ષાય છે.
U
આ લોકો ખૂબ જ વિચારે છે. બહુમુખી પ્રતિભાના માલિક હોય છે. વધુ વાત કરવી ગમતી હોવાથી આ લોકોને ટીકાઓનો પણ સામનો કરવો પડે છે. પૈસા, પ્રતિષ્ઠા હાંસલ કરનારા આ લોકો પોતાની વસ્તુ સહેલાઈથી કોઇને આપતા નથી. પોતાના હ્રદયની વાત કોઇની સાથે શેયર કરી શકતા નથી.
V
તેમનું કામ ખરાબ થતાં કોઇ જ વાર લાગતી નથી. કોઇ વ્યક્તિનું હ્રદય કેવી રીતે જીતવું છે તે વસ્તુ આ લોકો પાસેથી શીખવા જેવી છે. સફળતાના માર્ગે જ્યારે આ લોકો આગળ વધે છે ત્યારે તેઓ પાછળ વળીને જોવાનું પસંદ કરતા નથી. વાતોને ગુપ્ત રાખવાની આદત પણ આ લોકોમાં હોય છે.
W
આ લોકો પોતાના સાથીને તે જ સ્વરૂપમાં સ્વીકાર કરે છે જેવા તે પોતે છે. આ લોકો ખૂબ જ સંકુચિત હ્રદયના હોય છે. એક જ રસ્તા પર ચાલવામાં આ લોકને કોઇ કંટાળો પણ નથી આવતો. ઇગોવાળી ભાવના તો આ લોકોમાં ખૂબ જ હોય છે. દરેક મામલામાં સફળતા તેમની મુઠ્ઠી સુધી પહોંચી જ જાય છે.લોકો તેમને જલદી સમજી શકતા નથી.
X
જેટલી ઝડપથી આ લોકો વસ્તુ મેળવવાનો પ્રયાસ કરે છે એટલા જ જલ્દી એ વસ્તુ પ્રત્યેનો તેમનો રસ ઘટી જાય છે. , આ લોકોને વધારે દેખાડો કરવો પસંદ નથી. આ લોકો કોઇના ગુસ્સાનો શિકાર બની જ જાય છે. તેઓ બધા કામમાં ઉતાવળ કરે છે. પ્રેમની વાત કરીએ તો આ લોકો ના ના કરતા કરતા જ આગળ વધે છે.
Y
પ્રેમની વાત કરીએ તો આ લોકોને ફ્લર્ટ કરવું ખૂબ જ પસંદ છે. આ લોકો ઘણા સંબંધોને આગળ લઇને ચાલવાની હિંમત રાખતા હોય છે. આ લોકો સમજૂતીમાં વિશ્વાસ નથી રાખતા. તેમની યાદશક્તિ અને કલ્પનાઓ ઘણી મજબૂત હોય છે. આ લોકોની બધી ભુલ માફ કરી દેવામાં માને છે.
Z
આ અક્ષરના લોકોના સ્વભાવમાં ગંભીરતા હોય છે. આ લોકો પોતાના પ્રેમને જ વધારે મહત્વ આપે છે. આ લોકો જ્યાં પણ રહે છે, તેમની છબી તેમને લોકપ્રિય બનાવી દે છે. બધા લોકો તેના તરફ ઝડપથી આકર્ષિત થાય છે. આ લોકોને સાદગી ખુબ ગમે છે.