ટિકટોક પ્રતિબંધ પહેલા ભારતમાં ઘણાં લોકો મનોરંજન લેતા હતાં. જોકે આ પ્લેટફોર્મ ઘણાં દેશોમાં માહિતીના સ્ત્રોત તરીકે પણ સ્થાન બનાવી રહ્યું છે. હાલ ઈગ્લેન્ડમાં કઈક આવું જ જોવા મળ્યું ત્યાં એક 22 વર્ષની યુવતીએ ટિકટોક પર એક વીડિયો જોયા બાદ જાણવા મળ્યું કે તેને બ્રેસ્ટ કેન્સર છે.
ઈંગ્લેન્ડના સાઉથ યોર્કશાયરના બર્ડવેલમાં રહેતી કેન્ટી ક્વેડન એક ટિકટોક વીડિયો જોઈ રહી હતી, જેમાં બ્રેસ્ટ કેન્સર તપાસને લઈને જાણકારી આપવમાં આવી હતી. બાન્સલે હોસ્પિટલમાં એક કમ્યુનિકેશન આસિસ્ટન્ટ તરીકે કામ કરનારી કેટીને આ વીડિયો જોઈને અનુભવ થયો કે તેના એક બ્રેસ્ટમાં ગાંઠ છે અને જ્યારે તેણે તેને ડોક્ટરને બતાવી તો આ કેન્સર નીકળ્યું.
કેટીએ કહ્યું કે વીડિયોને જોઈને બાદ જ્યારે મે તપાસ કરી તો મને આ ગાંઠ વિશે ખબર પડી. જોકે મને તે સમય મને વધું ચિંતા ન હતી. મને લાગ્યું કે આ કઈ નથી અને ત્યારે કેન્સર તો મારા મગજમાં આવ્યું જ ન હતું. ઈમાનદારીથી કહુ તો મને ખબર પણ ન હતી કે મારી ઉંમરના લોકોને પણ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જોકે મને પરિણામ બાદ મહેસૂસ થયું હતું કે મહિલામાં આ કેટલું દુર્લભ છે. ક્લીનિકના એક કર્મચારીએ પણ કહ્યું હતું કે તેણે ક્યારેય આટલી યુવા મહિલાના કેન્સર કેસ સાંભળ્યાં નથી.
જોકે કેટીની માને જ્યારે ખબર પડી તો તે ખૂબ ચિતામાં હતી. આ ઉપરાંત તે ક્લીનિક પહોચી તો તે સ્થિતિ ખૂબ ગંભીર જોઈ. ત્યાર બાદ જ કેટીને અનુભવ થવા લાગ્યો હતો કે આ કેન્સર જ છે. તેણે જણાવ્યું કે મને મારૂ પરિણામ ફોન પર મળ્યું હતું. હું ઘરે મારી બહેન અને મા સાથે હતી. જોકે, જ્યારે મને ખબર પડી કે મને બ્રેસ્ટ કેન્સર છે તો હું થોડી ભાવુક થઈ ગઈ હતી, પરંતુ હું પહેલાથી જ માનસિક રીતે તેના માટે તૈયારી થઈ ચૂકી હતી એટલા માટે મને આ જાણીને આઘાત ન હતો લાગ્યો.
હાલમાં કેટી આ વાતથી ઘણી ખુશ છે કે કોરોના મહામારીના પગલે તેની સારવારમાં કોઈ અભાવ ન આવ્યો. તેણે કહ્યું કે મને કીમોથેરાપી કરાવવી પડશે અને હાલમાં હું મારા ઓન્કોલોજિસ્ટથી અપોન્ટમેન્ટનો રાહ જોઈ રહી છું. સદ્દનસીબથી ઘરેથી જ કામ કરી રહી છું, પરંતુ જો મને હોસ્પિટલથી કામ કરવું પડતું તો મારા માટે ઘણી મુશ્કેલી પડતી શકતી. તે આ ઉપરાંત તપાસને લઈને અપડેટ્સ આપતી રહે છે, સાથે જ યુવાન યુવતીઓને બેસ્ટ કેન્સરને લઈને જાગૃક પણ કરી રહી છે.