જ્યોતિષમાં મંગળને દેવતાઓના સેનાપતિ એટલે દેવસેનાપતિ માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં પણ મંગળને પરાક્રમના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લાલ અને રત્ન મૂંગા છે. આ દિવસના કારક દેવ સ્વંય હનુમાન છે. આ ઉપરાંત આ દિવસ શક્તિના દેવી માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે. જાણો આજે 12 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસમેષ રાશિ
આજે તમારે બજેટ બનાવીને ચાલવું પડશે, કારણ કે ખર્ચા વધી જશે. તેમજ વ્યવસાયમાં તમને તમારા મહેનતથી પૂરૂ પરિણામ મળશે. સાથે કોઈ મન મુજબ કરાર પણ મળી શકે છે. યુવાનો માટે કામને લગતા નવી તક મળશે. નાની ઉંમરમાં પૈસાને લગતું જ્ઞાન વધારવાનો મોકો પણ મળશે.
વૃષભ રાશિ
આજે આર્થિક સ્થિતિને મજબૂત બનાવવાના પ્રયત્નો લાભદાયી રહેશે. વ્યવસાય સંબંધી કોઈ પણ કાર્યમાં ખૂબ સમજી વિચારીને નિર્ણય લેવો જરૂરી છે, જરા પણ ભૂલ કરી તો મોટું નુકસાન વેઠવું પડી શકે છે. માર્કેટિંગથી જોડાયેલા લોકો માટે લાભદાયી દિવસ રહેશે.
મિથુન રાશિ
શેર બજારમાં રોકાણ કરવું લાભ રહેશે. તેમજ વ્યવસાય સંબંધી કોઈ પણ કાર્યમાં ખૂબ સમજી-વિચારીને નિર્ણય લો, નહીતર હાનિ પહોચી શકે છે. માર્કેટિંગથી જોડાયેલા લોકો માટે શુભ દિવસ રહેશે.
કર્ક રાશિ
આજે સંતાનને લઈને કોઈ પ્રકારની ચિંતા આવી શકે છે. વ્યવસાયમાં કોઈ નવી જવાબદારી તમારા ઉપર આવશે. આજે કોઈ પણ કામમાં પૈસા વિચારીને જ લગાવો. ભાગીદારીના બિઝનેસમાં પારદર્શિતા બનાવી રાખો જરા પણ ગેરસમજથી સંબંધમાં તિરાડ આવી શકે છે. કરિયરથી સંબંધિત વાતોનો નિર્ણય જલ્દી ન લો થોડું વિચારીને આગળ વધો.
સિંહ રાશિ
આજે ખર્ચા ચિંતા વધારી શકે છે. તેમજ વ્યવસાયમાં ચાલી રહેલી સ્પર્ધામાં તમારી જીત નિશ્ચિત છે, આ માટે ગભરાશો નહીં અને મહેનત કરતા રહો. સ્ટોક માર્કેટથી જોડાયેલા લોકો વધું જોખમ ન ઉઠાવો.
કન્યા રાશિ
આજે વ્યવસાયિક પરિસ્થિતિઓ સામાન્ય રહેશે. યુવાન વર્ગ તરત સફળતા મેળવવાના ચક્કરમાં પોતાના કરિયર સાથે કોઈ ખોટું લક્ષ્યની પસંગદી ન કરે. આર્થિક સ્થિતિને યોગ્ય રાખવા માટે તમારા ખર્ચાને પણ ઓછા કરવા જરૂરી, તેમજ નકારાત્મક પ્રવૃતિના લોકોથી અંતર બનાવીને રાખો. આઈ.ટી ક્ષેત્રથી જોડાયેલા લોકોને મનગમતું ઈન્ક્રીમેન્ટ મળશે.
તુલા રાશિ
આજે કેટલીક પરિસ્થિતિઓ તમારી પ્રતિકૂળ રહેશે, જેના પગલે બનતા કાર્યોમાં પણ બાધાઓ આવી શકે છે. વ્યવસાય વધારવા માટે કોઈના સાથે ભાગીદારી કરવાનું આયોજન કરી રહ્યાં છે તો શીઘ્ર તેના પર અમલ કરો આવું કરવું લાભદાયી રહેશે. આજે નેચરલ પ્રોડક્ટથી જોડાયેલા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે.
વૃશ્ચિક રાશિ
આજે તમે ખર્ચની બાબતમાં વધું ઉદારતા ન દેખાડો નહીતર બાદમાં પછતાવવું પડી શકે છે. આ ઉપરાંત આજે તમે વ્યક્તિગત કાર્યોના કારણે વ્યવસાય પર વધું ધ્યાન નહી આપી શકો, સ્ટાફ તથા કર્મચારીઓના સાથે સંબંધ મધુર બનાવી રાખો જે લોકો વિદેશમાં સેટલ થવાના પ્રયત્ન કરી રહ્યાં છે તેના પ્રયત્નમાં પ્રગતિ જોવા મળશે.
ધન રાશિ
આજે કાર્યસ્થળ પર તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય ઉચિત રહેશે સાથે જ કાર્ય સંબંધી કોઈ અડચણ પણ દૂર થશે. આજે કોઈની મદદ કરતા પહેલા તમારા બજેટ પર ધ્યાન આપો. કોઈની સાથે પણ નકામી વાતોમાં ન પડો. શેર બજારમાં સમજી-વિચારીને રોકાણ કરો. વિદ્યાર્થીને તણાવનો સામનો કરવો પડી શકે છે.
મકર રાશિ
આજે કાર્યક્ષેત્રમાં સહયોગીઓ તેમજ કર્મચારીની મદદથી તમે તમારા કામને વધું વધારવામાં મજબૂત રહેશો આર્થિક સ્થિતિ પણ શ્રેષ્ઠ રહેશે. કોઈ વ્યવસાયિક યાત્રા પણ થઈ શકે છે જે લાભદાયી રહેશે. વિવાદોથી દૂર રહો.
કુંભ રાશિ
આજે વ્યવસાયમાં તમારી કાર્યપ્રણાલી બહુ જ ઉત્તમ રહેશે. તમારા કોઈ લક્ષ્યને પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. પરંતુ ધ્યાન રાખો કે આજે તમારી ઉદારતા તમારા માટે જ હાનિકારક રહેશે. આ સમય તમારા વિરોધીઓની ગતિવિધિઓને નજરઅંદાજ ન કરો.
મીન રાશિ
આજે કામથી સંબંધિત વાતમાં નવીનતા લાવવાની આવશ્યકતા રહેશે. લોખંડ મશીનરી તેમજ કારખાનાથી સંબંધિત વ્યવસાયમાં થોડી મુશ્કેલી આવી શકે છે. ભાગીદારીની યોજનાઓ અત્યારે અગાવ માટે ટાળી દો. તમારી આર્થિક સ્થિતિને સુધારવાનો પ્રયત્ન કરો લાભદાયી થશે. બાળકોથી સંબંધિત પરેશાનીને ધીરજ પૂર્વક ઉકેલવાનો પ્રયત્ન કરો, આ સમય બીજાની બાબતમાં દલખગીરી કરવાની જગ્યાએ તમારા કાર્યો પર ધ્યાન દો.