જ્યોતિષમાં બુધને રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમજ કુંડળીમાં પણ બુધ બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ના છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રી ગણેશજી છે. જાણો આજે 13 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશો તમારો દિવસ.
મેષ રાશિ
તમારા સ્વભાવમાં નમ્ર અને સરળ બનો. નોકરીમાં કાર્યકુશળતાનો લાભ મળશે. આવકમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. વિરોધી તમારી તસવીર ખરાબ કરશે. પરિવારના સભ્યોની પ્રગિત થશે. લગ્ન પ્રસ્તાવ સફળ થશે.
વૃષભ રાશિ
તમારૂ મહત્વ લોકોને ખબર પડી જશે. યશ, સફળતા મળશે. નિર્માણ કાર્યમાં અટકેલા કામ પૂર્ણ કરવાનો યોગ છે. પરિવારમાં કોઈ ચિંતાજનક મુદ્દા પર ચર્ચા થશે. વેપાર સારો ચાલશે.
મિથુન રાશિ
વ્યવસાયમાં વિશ્વાસપ્રદ વાતાવરણ રહેશે. નોકરીમાં પરિશ્રમનું યોગ્ય ફળ મળી શકશે. પરિવારમાં કાર્યની પ્રશંસા થશે. કોઈ સરકારી કાર્ય ન થવાથી અવ્યવસ્થિત રહેશો. પિતાનું માર્ગદર્શન મળશે.
કર્ક રાશિ
તમારા મહત્વને સ્વીકાર કરવામાં આવશે. સુખદ તેમજ સફળ યાત્રાનો યોગ બનશે. યોગ્યતા, અનુભવનો લાભ મળશે. પરિવારમાં સમસ્યા રહી શકે છે.
સિંહ રાશિ
નોકરી માટે શ્રેષ્ઠ પ્રસ્તાવ આવશે. વ્યવસાયિક સફળતાથી ખુશ થશો. સુખ સાધનામાં વધારો થશે. રોકાણમાં ઉતાવણ ન કરો. આવકમાં વૃદ્ધિ થશે.
કન્યા રાશિ
તમારી પોતાની જિદના લીધે તમે સ્વયંમે નુકસાન કરી બેસશો. બહેનથી મેતભેદ થઈ શકે છે. કુટુંબીક ચિંતાથી મન હતાશ રહેશે. વધું ખર્ચ ન કરો નહીતર પરેશાની આવી શકે છે. પ્રેમ પ્રસંગના પગલે મન પ્રસન્ન રહેશે.
તુલા રાશિ
માનસિકતા બદલવાથી સ્થિતિ અનુકૂળ થશે. કુટુંબીક આયોજનમાં ભાગીદારી કરશો કરિયરમાં મહેતન છતાં તમને સફળતા ન મળવાથી તણાવભર્યા રહેશો
વૃશ્ચિક રાશિ
દિવસ મંગલમય રહેશે. નવા નિયમોનું પાલન કરશો. શ્રેષ્ઠજનોથી ભેટ થશે. નવી યોજનાઓથી લાભ થશે. પરિવારજનોથી શુભ સમાચાર મળશે. સંતાન સુખ મળશે. વેપાર લાભદાયી રહેશે. કરજથી મુક્ત થવામાં સમય લાગશે.
ધન રાશિ
કાર્યક્ષેત્રની બાધાઓ દૂર હોવાનો મતભેદ છે. મહત્વપૂર્ણ કામોથી લાભનો યોગ છે. આ ઉપરાંત તમે ઈચ્છો છો કે સગા-વ્હાલા તમને પ્રેમ કરે આ માટે પહેલા તમારે તેને પ્રેમ આપવો પડશે, કારણ કે પ્રકૃતિનો નિયમ છે જે વાવશો તે જ નિકળશે.
મકર રાશિ
કાર્યસ્થળ પર તમારા દ્વારા કરેવામાં આવેલા કાર્યોથી સહકર્મીઓને ઈર્ષ્યા થશે. લાંબા સમયથી અટકેલા કાર્ય પૂરા થવાની સંભાવના છે. પરિવારમાં જવાબદારીની પૂરી કરી શકશો.
કુંભ રાશિ
સંપત્તિ ખરીદવા-વેચવાથી લાભ થશે. નોકરી કરી રહેલાથી અધિકારી વર્ગ સંતુષ્ટ રહેશે. કુંટુબી સ્થિતિ સુખદાયી રહેશે. વાહન પ્રયોગમાં સાવધાની રાખો. નવા દોસ્ત બનશે. તમે ખૂબ વધું બોલો છો તો તમારા વિચારો પર સંયમ રાખો.
મીન રાશિ
જીવનમાં આ જુસ્સો પણ અઝમાવવો જોઈએ જંગ તમારા સગાથી હોય તો હાર જવું જોઈએ. સગાથી અંતર સમાપ્ત કરો. કાર્યક્ષમતામાં કમી આવશે. પેટ સંબંધિત રોગથી ગ્રસ્ત રહેશે. પૂછપરછમાં વધારો થશે.