જ્યોતિષ અનુસાર, ચંદ્રના પુત્ર બુધને નવગ્રહોમાં રાજકુમારનો દરજ્જો મળ્યો છે. તેમક કુંડળીમાં બુધને બુદ્ધિના કારક માનવામાં આવે છે. તેમનો રંગ લીલો તેમજ રત્ન પન્ન છે. આ દિવસના કારક દેવી શ્રી ગણેશજી છે. જાણો આજે 10 ડિસેમ્બર રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…
મેષ રાશિ
કોઈપણ નવા કાર્ય કરતા પહેલા રણનિતી તૈયાર કરો. નોકરીમાં પ્રગતિ મળશે. ભાવનાત્મક સંબંધોમાં નિકટતા વધશે. નાણાકીય મામલામાં બીજા પર વિશ્વાસ ન કરો.
વૃષભ રાશિ
શિક્ષણ સ્થળ પર વિવાદની સ્થિતિને ટાળો. કોઈપણ કાર્યને કરતા પહેલા તમારા પરિવાર વિશે જરૂર વિચારી લો. વ્યસ્ત જીવનમાં થોડો સમય પરિવારને પણ આપો, કોઈને સમજવવા માટે હળવો સ્વભાવ રાખો.
મિથુન રાશિ
આકસ્મિત ધન પ્રાપ્ત આજે થઈ શકે છે. કલાથી લોકોને પ્રભાવિત કરશો. ધ્યાન રાખો બધું જ ભગવાન આધીન છે, અંતે કારણ વગરની ચિંતા છોડી દો અને તમારા સપના પૂર્ણ કરવામાં જોડાય જાઓ.
કર્ક રાશિ
લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ આજે ઉકેલાશે. સંતાન સુખની સંભાવના વચ્ચે વિદેશ જવાનો યોગ છે. જીવન સાથેના સહયોગથી કાર્ય પૂર્ણ થશે. કોઈની દેખાદેખી કરવાથી તમને નુકસાન થઈ શકે છે.
સિંહ રાશિ
તમારો વ્યવહાર અને આચરણ બદલો. તમારા પરિવાર સાથે ઠીક એવો જ વ્યવહાર કરો જેવું તમે તમારી સાથે ઈચ્છો છો, તમારી ભૂલ સુધારો લાભ થશે.
કન્યા રાશિ
ઉતાવળમાં કેટલાક નિર્ણય લેવા પડશે. નવી જવાબદારી મળવાની સંભાવના છે. પરિવાર વિરૂધ જઈ શકો છો. પેટમાં ઘાવ લાગી શકે છે.
તુલા રાશિ
તમારા કરિયર પ્રત્યે મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડશે. આર્થિક પક્ષ મજબૂત થશે. પરિવાર સાથે લાંબો પ્રવાસ થઈ શકે છે. વિદેશ જવાની બાધ દૂર થઈ શકે છે. શુભ કાર્યની શરૂઆત વડીલના આશીર્વાદથી કરો.
વૃશ્ચિક રાશિ
સામાજિક પ્રસંગમાં સામેલ થશો. આત્મવિશ્વાસમાં વૃદ્ધિ થશે. માગ્યાં વગર તમારો અભિપ્રાય ન આપો. પિતા સાથે ગંભીર વિષય પર ચર્ચા થશે. બીજાના મામલામાં ન પડો નહીતર નુકસાન તમને જ થશે
ધન રાશિ
સમય રહેતા તમારા કાર્યો પૂર્ણ કરો, નહી તો તમારા આળસુ વ્યવહારથી નુકસાન થઈ શકે છે. વ્યવસાય વિસ્તાર માટે લોન લેવી પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં સહભાગિતા રહેશે.
મકર રાશિ
તમારા વ્યવહારથી લોકો આકર્ષિત થશે. ભાઈ બહેનોથી સ્નેહ મળશે. વિદ્યુત ઉપકણ ખરીદી શકો છો. મનગમતી જીવનસાથી મળવાથી ખુશી મળશે. કાર્યસ્થળ પર પૂજા પાઠમાં સામેલ થશો.
કુંભ રાશિ
મૂડી રોકાણથી સારૂ પરિણામ મળશે. નવા વસ્ત્રો આજે મળશે. વાહન પર ધન ખર્ચ થશે. અટકેલા કામ થઈ જશે. ભૂમિ લાભ સંભવ છે. જરૂરીયામંદની મદદ કરો.
મીન રાશિ
કાર્યના વધારાથી તણાવ રહેશે. કાર્ય સ્થળ પર કર્મચારીઓની અનિયમિતાથી પરેશાન રહેશો. વ્યવસાયમાં નવી તકનીકથી લાભ થશે. મનની વાત કહેવાનો સમય નથી.