જ્યોતિષમાં ગુરૂને દેવતાના ગુરૂ એટલે દેવગુરૂ પણ કહેવામાં આવે છે. આ જ કારણ આ દિવસને ગુરૂવાર પણ કહેવાય છે. તેમજ કુંડળીમાં પણ ગુરૂ વિદ્યાના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ પીળો તેમજ પુખરાજ છે. આ દિવસના કારક દેવ સ્વયં શ્રીહરિ વિષ્ણુ છે. તેમજ આ દિવસ વિદ્યાના કારક હોવાના લીધે આ વિદ્યાના દેવી માતા સરસ્વતીની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 14 જાન્યુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…
મેષ રાશિ
પહેલા લીધેલા નિર્ણય બદલવા પડી શકે છે. સંતાનના ભવિષ્ય પ્રત્યે આજે થોડો કઠોર નિર્ણય લેવો પડશે. રાજકાર્યમાં અવરોધ આવશે પરંતુ તમારા વિવેકથી તેને દૂર કરવામાં સફળ રહેશો.
વૃષભ રાશિ
ખોટું બોલીને તમે તકલીફમાં આવી શકો છો. સહયોગી તમારી કાર્યશૈલી પર પ્રશ્ન ઉઠાવી શકે છે. ઘણાં દિવસોથી મકાન ખરીદવાનું વિચારી રહ્યો છો તો આજે તમારૂ સપનું પૂર્ણ થઈ શકે છે.
મિથુન રાશિ
નવા કપડા મળશે. તમારી જીવનશૈલીને બદલો લાભ થશે. અંગત જીવનમાં બીજા લોકોને પ્રવેશ ન આપો. કર્મચારીઓથી પરેશાન રહેશો.
કર્ક રાશિ
જમીન-જાયદાત માટે વિવાદ થઈ શકે છે. વિરોધી સક્રિય થશે. સમાજમાં અમુક લોકો એવા પણ છે, જે તમારી પ્રગતિ નહી જોઈ શકે. જૂની બીમારી વધી શકે છે. આપેલા પૈસા પરત આવવામાં હજું સમય લાગશે.
સિંહ રાશિ
તમારા કાર્ય કરવા માટે કોઈથી ભલામણ કરવી પડશે. ભાવતું ભોજન મળશે. માતાનું સ્વાસ્થ્યમાં સુધારો આવશે. ઘર પરિવારમાં શાંતિ રહે, આ માટે હનુમાનજીની આરાધના કરો. ચમત્કારી લાભ થશે.
કન્યા રાશિ
તમે કોઈનું ભલુ કરવા જાવ છો અને સ્થિતિ વિપરીત રહે છે તો સાવચેતથી કામ કરો. કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે મોટા લોકોનો અભિપ્રાય અવશ્ય લો. તમારા જિદી વ્યવહારના લીધે પરસ્પર સંબંધ બગડી શકે છે.
તુલા રાશિ
કાર્યોમાં અડચણ આવી શકે છે. કાર્યસ્થળ પર વારંવાર ખરાબ થઈ રહેલી મશીનરી માટે વાસ્તુ અનુસાર પરિવર્તન કરવાથી લાભ થશે. સંતાનનો લગ્ન પ્રસ્તાવ આજે આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વ્યવસાય વિસ્તાર કરવા માટે લોનની જરૂરીયાત પડશે. જમીન ભવન સંબંધિત બાબત આજે ઉકેલી શકાય છે. સંતાન સફળ થવાથી મન આનંદમય રહેશે. કાર્ય પ્રત્યે સમર્પિત રહો લાભ થશે.
ધન રાશિ
આજે ઘણાં મહત્વપૂર્ણ નિર્ણય લેવો પડી શકે છે. દુ:ખની ચિંતા ન કરો તેની દવા છે. જે વિતી ગયું તેને એક સપનાની જેમ ભૂલી જાઓ. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થશે.
મકર રાશિ
જમીન-જાયદાત પર મોટા ખર્ચની સંભાવના છે. આત્મવિશ્વાસમાં ઉણપના પગલે ખોટા નિર્ણય લઈ શકો છો. પૈસાની લેતી-દેતી સાવધાનીથી કરો. યાત્રાનો યોગ છે, જે લાભદાયી સિદ્ધ થશે.
કુંભ રાશિ
સરકારી વહીવટની અડચણ આજે આવી શકે છે, ઉતાવળમાં કોઈ કાર્ય ન કરો, યોગ્ય સમયની રાહ જુઓ. આરોગ્યમાં સુધારો થશે. વાહન સુખ સંભવ છે. જીવનસાથી સાથે સમય વિતાવશો.
મીન રાશિ
કાર્યસ્થળ પર ખોટા આરોપ લાગી શકે છે, સાવચેત કરો. સ્વયંને એકલા અનુભવશો. વાતને ન સાંભળવા પર નારાજ રહેશો. માતા-પિતાથી વિવાદની સ્થિતિ બની શકે છે, શાંત રહો ઉચિત થશે.