જ્યોતિષમાં મંગળને દેવતાઓને સેનાપતિ એટલે દેવસેનાપતિ માનવામાં આવે છે. તેમજ કુંડળીમાં મંગળને પરાક્રમના કારક માનવામાં આવે છે. જ્યારે શરીરમાં આ રક્તના કારક છે. તેમનો રંગ લાલ તેમજ રત્ન મૂંગા છે. આ દિવસના કારક સ્વયં દેવ હનુમાનજી છે. તેમજ આજના દિવસે શક્તિના દેવી એટલે માતા દુર્ગાની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 2 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશો તમારો દિવસ.
મેષ રાશિ
સંતાનના ભવિષ્ય પ્રત્યે આજે કડક નિર્ણય લેવો પડશે. રાજકાર્યમાં અવરોધ આવશે પરંતુ તમારા વિવેકથી તેને ખસેડવામાં સફળ થશો. આકસ્મિક લાભ સંભવ.
વૃષભ રાશિ
ઘણાં દિવસોથી મકાન માટે વિચારી રહ્યાં છે, આજે તમારૂ સપનું પૂર્ણ થશે. ધ્યાન રાખો ખોટું બોલીને મુશ્કેલીમાં પડી શકો છો. સહયોગી તમારી કાર્ય શૈલી પર પ્રશ્ન ઉઠાવી શકે છે.
મિથુન રાશિ
નવા વસ્ત્રોની ખરીદી કરશો. તમારી જીવનશૈલીને બદલો લાભ થશે. અગંત જીવનમાં અન્ય લોકોને પ્રવેશ ન કરવો દો. કર્મચારીઓથી પરેશાન રહેશો.
કર્ક રાશિ
જમીન જાયદાત માટે વિવાદ થઈ શકે છે. વિરોધી સક્રીય રહેશે. સમાજમાં કેટલાક લોકો એવા પણ છે જે તમારી પ્રગતિ નહી જોઈ શકે. જૂના રોગ ઉભરી શકે છે. આપેલા પૈસા પરત આવવામાં હજું સમય લાગશે.
સિંહ રાશિ
તમારૂ કાર્ય કરવા માટે કોઈથી ભલામણ કરવી પડશે. મનગમતું ભોજન મળશે. માતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે. ઘર પરિવારમાં શાંતિ રહે આ માટે હનુમાનજીની આરાધના કરો. ચમત્કારી લાભ થશે.
કન્યા રાશિ
કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે વડીલનો અભિપ્રાય જરૂર લો. તમારા જિદ્દી વ્યવહારના પગલે પરસ્પર સંબંધ બગડી શકે છે. તમે કોઈનું ભલું કરવા જાવ છો અને સ્થિતિ વિપરીત થઈ જાય છે, તો સાવચેતથી કામ કરો.
તુલા રાશિ
કાર્યોમાં અડચણ આવી શકે છે. કાર્ય સ્થળ પર વારંવાર ખરાબ થઈ રહેલી મશીનરી માટે તમારા કાર્યસ્થળ પર વાસ્તુ અનુસાર પરિવર્તન કરવાથી લાભ થશે. સંતાનના લગ્નનો પ્રસ્તાવ આજે આવી શકે છે.
વૃશ્ચિક રાશિ
વેપાર વિસ્તાર કરવા માટે લોનની જરૂર પડશે. ભૂમિ-ભવન સંબંધિત મામલે આજે ઉકેલાશે. સંતાનને સફળતા મળવાથી મન ખુશ રહેશે. કાર્ય પ્રત્યે સમર્પિત રહો લાભ થશે.
ધન રાશિ
આજે કોઈ મહત્વપૂર્ણ લેવો પડી શકે છે. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થશે. દુખનું ચિંતન ન કરવું જ તેની ઔષધી છે. યોગ્ય હશે કે જે વિતી ગયું તેને એક સપનુંની જેમ ભૂલી જાઓ.
મકર રાશિ
જમીન જાયદાત પર મોટા નિર્ણયની સંભાવના છે. આત્મવિશ્વાસમાં અભાવના પગલે ખોટા નિર્ણય લઈ શકો છો. પૈસાની લેતી-દેતી સાવધાનીથી કરો. પ્રવાસનો યોગ છે જે લાભકારી સિદ્ધ થશે.
કુંભ રાશિ
શાસન-પ્રશાસનની અડચણ આજે આવી શકે છે. ઉતાવળમાં કોઈ કાર્ય ન કરો યોગ્ય સમયની પ્રતિક્ષા કરો. સ્વાસ્થ્યમાં સુધાર થશે. વાહન સુખ સંભવ છે. જીવન સાથી સાથે સમય વીતાવશે.
મીન રાશિ
સ્વયંને એકલા અનુભવશો. વાતને ન સાંભળવા પર હતાશ રહેશો. કાર્યસ્થળ પર ખોટા આરોપ લઈ શકો છો, સાવચેત રહો. માતા-પિતાથી વિવાદની સ્થિતિ બની શકે છે, યોગ્ય થશે શાંત રહો.