જ્યોતિષમાં શનિ દેવને ન્યાયના દેવતા માનવામાં આવ્યાં છે. તેમજ કુંડળીમાં તેમને દંડના વિધાનના પગલે દુખના કારક માનવામાં આવે છે. તેમનો રંગ કાળો તેમજ રત્ન નીલમ છે. આ દિવસના કારક દેવ સ્વયં શનિ દેવ છે, તેમજ આ દિવસ શનિને સંચાલન કરનારા દેવી માતા કાળીના ઉપરાંત હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે.
મેષ રાશિ
કોઈ વિશેષ લોકોથી મુલાકાત લાભદાયી રહેશે. વાહન ખરીદી કરવાનું મન થશે. કરિયરમાં પ્રગતિના પ્રસ્તાવ મળશે. ભૂમિ ભવન સંબંધિત મામલા ઉકેલી શકાય છે. મકાનના પુનનિર્માણમાં ધન ખર્ચ થશે.
વૃષભ રાશિ
પરિશ્રમની અધિકતાના કારણ થાક મહેસુસ કરશો, નોકરીમાં તણાવ લાભકારી સાબિત થશે. કોઈ પણ કાર્ય શરૂ થતા પહેલા તેના વિશે જાણકારી લો, પછી નિર્ણય કરો. સંતોનું સાનિધ્ય પ્રાપ્ત થશે.
મિથુન રાશિ
યશ કીર્તિમાં વૃદ્ધિ થશે. સંપત્તિ સંબંધિત જરૂરી અનુબંધ થઈ શકે છે. મિત્રો સાથે સમય વ્યતિત થશે. બહેનોથી વિવાદની સ્થિતિ બનશે. શત્રુ સક્રિય થશે. વ્યવસાયમાં લાભ સંભવ છે.
કર્ક રાશિ
લોકોમાં તમારા પ્રતિ સન્માન વધશે. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. જૂના વિવાદ પક્ષમાં હલ થશે. સમય સાથે સ્થિત અનુકૂળ થવાથી તણાવ મુક્ત થશે. ભાઈઓ સાથે સંબંધ સારો થશે.
સિંહ રાશિ
ભવન નિર્માણને લઈને ઉત્સાહિત રહેશે. સસુરાલ પક્ષથી મોટી ખુશ ખબર મળી શકે છે. જીવનસાથી સાથે ભૂલ થવાના કારણ સંબંધ કમજોર થઈ શકે છે. પારિવારીક કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે.
કન્યા રાશિ
આકસ્મિક કોઈ મોટો ખર્ચ થવાની આશંકા છે. ટૂંક સમયમાં હાનિ સંભવ છે. કાર્યસ્થળ પર વ્યસ્તતા રહેશે. પારિવારિક ઝઘડા થશે.
તુલા રાશિ
પરિવારજનો સાથે મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા થશે. આકસ્મિક પ્રવાસ થઈ શકે છે. મિત્રોની મદદ કરવી પડશે. સંતાનના કાર્યોથી નારાજ થશો.
વૃશ્ચિક રાશિ
કાર્ય વિસ્તારનો યોગ છે. મકાનના સમારકામ પર પૈસા ખર્ચ થશે. તમારા કામથી સંતુષ્ટી નહીં થાય. અધિકારીથી વિવાદ થઈ શકે છે. ધાર્મિક કાર્યોમાં ભાગીદારી કરશો. વિદ્યુત ઉપકરણ પર પૈસા ખર્ચ થશે.
ધન રાશિ
પ્રશાસનિક સેવાથી જોડાયેલા લોકો પોતાના કાર્યમાં સફળ થશે. પ્રમોશનનો યોગ છે. કારોબારની નવી સફળતા મળશે. પરિવારજનો સાથે સ્વાસ્થની ચિંતા રહેશે.
મકર રાશિ
ધન કોષમાં વૃદ્ધિ થશે. પિતા સાથે વિવાદ સંભવ છે. શાંતિનો સમય વ્યતીત કરશો. કોઈ પર પણ અંધવિશ્વાસ ન કરો. કાર્યસ્થળ પર સહકર્મચારીઓની મદદ મળશે અને કાર્ય પૂરા થશે.
કુંભ રાશિ
બીમારીમાં પૈસા લાગશે. ભૂમિ ભવનથી સંબંધિત મામલા યથાવત્ત રહેશે. લગ્ન ચર્ચા સફળ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહેશે.
મીન રાશિ
વ્યવસાયમાં નવી યોજના લાગૂ થશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદની સ્થિતિ સામાન્ય થઈ શકે છે. વિચારેલા કાર્ય સમય પર થશે. કર્મચારીઓ દ્વારા નુકસાન સંભવ છે.