જ્યોતિષમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવ્યાં છે, તેમજ કુંડળીમાં તેમને દુ:ખના કારક માનવામાં આવ્યાં છે. તેમનો રંગ કાળો તેમજ રત્ન નીલમ છે. આ દિવનના કારક દેવ સ્વયં શનિદેવ છે. આ ઉપરાંત આ દિવસ શનિદેવનું સંચાલન કરનારા દેવી માતા કાળી અને હનુમાનજીની પૂજાનું પણ વિધાન છે. જાણો આજે 6 ફેબ્રુઆરી રાશિનુસાર કેવો રહેશે તમારો દિવસ…
મેષ રાશિ
મનમાં ખરાબ વિચારો ન આવવા દો. સ્વયં પર નિયંત્રણ રાખો. નોકરીમાં સ્થાન પરિવર્તન સંભવ છે. નકારાત્મક વિચારના કારણ જ તમે પાછળ રહેશો. પારિવારિક માહોલ સામાન્ય રહેશે. મિત્રો સાથે સમય વિતાવશો. ભવિષ્ય પ્રત્યે ચિંતિત રહેશો.
વૃષભ રાશિ
કાર્યસ્થળ પર સહકર્મચારીથી મતભેદ રહેશે. ક્રોધ વધું રહેશે. આવકના નવા સ્ત્રોત સ્થાપિત થશે. તમારા કર્મચારીના કારણ પરેશાન રહેશો. આર્થિક સ્થિતિમાં સુધાર થશે. ધાર્મિક કાર્યોમાં મન લાગશે.
મિથનુ રાશિ
સ્વાસ્થ્યમાં સુધાર આવશે. તમારા આગામી ભવિષ્યને લઈને ચિંતત રહેશો. મનમાં ઘણાં વિચાર આવશે. વ્યવસાયમાં પ્રગતિ થશે. ભૂમિ ભવન સંબંધિત બાબત પક્ષમાં હલ થશે. પ્રવાસ થઈ શકે છે.
કર્ક રાશિ
લગ્ન યોગ્ય વ્યક્તિ માટે સમય યોગ્ય છે. વ્યવસાય વિસ્તાર કરવાનું મન થશે. વાહન સુખ પ્રાપ્ત સંભવ છે. તમારા સંતાનથી વિવાદ થઈ શકે છે. આજીવિકાને લઈને તમે ચિંતિત રહેશો.
સિંહ રાશિ
તમારા મનની વાત સૌ કોઈને કહેવાયથી નુકસાન થશે. સુખ-સુવિધાની વસ્તુઓમાં ખર્ચ થશે. તમારી પ્રગતિથી વિરોધી નાખુશ થશે. વિદેશ જવાનો યોગ બની રહ્યો છે.
કન્યા રાશિ
મિત્રોના સહયોગથી કોઈ જરૂરી કાર્ય થશે. આર્થિક મામલમાં આજે નિરાકરણ થશે. પરિવાર લોકોથી સંબંધોમાં મજબૂતી આવશે. આળસના લીધે કાર્યમાં રસ નહી રહે. રાજનીતિથી જોડાયેલા લોકો સન્માન પ્રાપ્ત કરશે.
તુલા રાશિ
કોઈ વિશેષ વ્યક્તિનો જીવનમાં પ્રેવશ તમારી રીતભાત બદલશે. આકસ્મિત ધન લાભ થશે. વિરોધી તમને નીચે દેખાડવા માટે દરેક શક્ય પ્રયત્ન કરશે. મનની વાત પ્રિય લોકોને કહી દો માર્ગ મળી જશે.
વૃશ્ચિક રાશિ
સ્વયં પર કાબૂ રાખો. વ્યવસાય સ્થળ પર વિવાદ થઈ શકે છે. ઉધાર આપેલા પૈસા ન આવવાથી મુશ્કેલી વધશે. જરૂરીયાતથી વધારે કોઈ ધનિષ્ઠતા સંબંધોને કમજોર કરી દેશે. તમે સહન શક્તિ રાખો.
ધન રાશિ
સમય સાથે સ્વયંને પણ બદલો. ભૂમિ સંબંધિ વિવાદના પગલે ચિંતા રહેશે. તમારા વ્યવહારમાં નમ્રતા લાઓ. વ્યવસાય માટે ધન ભેરૂ કરવા માટે લાગી જાઓ.
મકર રાશિ
તમારા વિવેકથી દરેક કાર્ય સફળ કરી લેશો. અંગત જીવનમાં બીજાને પ્રવેશ ન કરવા દો. મિત્રો સાથે પ્રવાસ આનંદમય રહેશે. આજીવિકા માટે ભટકવું પડશે. માતા-પિતાના આરોગ્યમાં સુધાર થશે.
કુંભ રાશિ
વ્યવસાયમાં નવી યોજના લાભદાયી રહેશે. જીવનસાથીનો સાથ તમને આગળ વધારવામાં મદદ કરશે. ભવન પરિવર્તનનો યોગ છે. સંતાનના લગ્ન સંબંધિત સમસ્યાથી પરેશાન રહેશો. વાહનનો પ્રયોગ સાવચેતીથી કરો.
મીન રાશિ
આજીવિકાના સ્ત્રોતમાં વૃદ્ધિ થશે. પિતા સાથે મનમેળ ન રહેવાથી તણાવ ભર્યા રહેશો. સગા લોકોથી દગો મળશે. રાજનીતિથી જોડાયેલા લોકોને પદ મળશે. પરિવાર લોકોની મદદ કરવી પડશે.