ધર્મ ગ્રંથોમાં સ્ત્રી અને પુરૂષને લઈને ઘણાં નિયમ જણાવવામાં આવ્યાં છે. શાસ્ત્ર કહે છે કે કેટલાક એવા કામ છે જે મહિલાઓએ ન કરવા જોઈએ. આ માત્રને માત્ર પુરૂષોને કરવા જ યોગ્ય છે. તેમાં કેટલાક કામ જોવામાં ખૂબ જ સરળ છે, મહિલાઓ દ્વારા તેને ન કરવા પાછળ ઘણાં તથ્ય છુપાયેલાં છે. જાણો કયાં છે તે કામ..
નારિયળ ફોડવું
નારિયળ વિશે માનવામાં આવે છે કે આ માતા લક્ષ્મી અને ઉર્વરાનું પ્રતીક છે. એટલા માટે શાસ્ત્રોમાં મહિલાઓ માટે નારિયળ ફોડવાની મનાય છે. તમે પણ જોયું હશે કે મંદિરો અને અન્ય શુભ કાર્યોમાં ફક્ત પુરૂષ જ નારિયળ ફોડે છે મહિલાઓ નહીં.
જનોઈ ધારણ કરવી
મહિલાઓ જનોઈ બનાવી શકે છે, પરંતુ જનોઈ ધારણનું વિધાન ફક્ત પુરૂષો માટે છે.
બલિ આપવી
દેવતાઓ માટે બલિ પ્રદાનનુ કાર્ય હંમેશા પુરૂષ કરે છે. મહિલાઓ માટે આ કાર્ય કરવાની મનાય છે.
હનુમાનજીની પૂજા
હનુમાનજીને બ્રહ્મચારી મનવામાં આવે છે. એટલા માટે હનુમાનજીની પૂજા તો મહિલાઓ કરે છે, પરંતુ મહિલાઓ માટે હનુમાનજીની પ્રતિમાને સ્પર્શ કરવાની શાસ્ત્રોમાં મનાય છે.
એકલા યજ્ઞ
મહિલાઓ એકલી મુખ્ય યજમાનના રૂપમાં યજ્ઞ નથી કરી શકતી. એટલા માટે પુરૂષ એટલે પતિ હોવા જરૂરી છે. આ રીતે મહિલાઓ અન્ય ધાર્મિક કાર્ય પણ એકલી નથી કરતી.