હંમેશા લોકો ઘરોમાં શણગાર માટે ક્રિસ્ટલ બોલ્સ ખરીદે છે. એટલે કાંચથી બનેલા બોલ. શું તમે આવો ક્રિસ્ટલ બોલ ખરીદવાનું પસંદ કરશો, જેમાં ઉલ્કાપિંડ અને અંતરિક્ષથી પડેલા એલિયન પથ્થર લાગેલા હોય. તેમાંથી કેટલાક પથ્થર ચમકીલા છે. કેટલાક રફ છે. કેટલાક કરોડો વર્ષ જૂના છે. તે બધા કાચના દડામાં કોતરવામાં આવ્યા છે. જેથી તેમની હરાજી કરી શકાય. આવો જાણીએ કે આ ખૂબસૂરત અને અત્યંત દુર્લભ એલિયન ક્રિસ્ટલ બોલની હરાજી ક્યારે થશે? કેટલા પૈસા આપવા પડશે?
દુનિયાભરમાં પડેલા ઉલ્કાપિંડ અને અંતિરક્ષી પથ્થરોના ટુકડાથી બનાવેલા આ ક્રિસ્ટલ બોલની હરાજી પ્રખ્યા ઓક્શન હાઉસ ક્રિસ્ટીજ (Christie’s) કરી રહી છે. હરાજીની પ્રક્રિયા ઓનલાઈન શરૂ થઈ ચુકી છે. આ 5 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી અને 23 ફેબ્રુઆરી સુધી આ ઓનલાઈન હરાજી ચાલશે. તો જે કોઈને ખરીદવાનું મન હોય તે ક્રિસ્ટીલની સાઈટ પર જઈને પ્રયત્ન કરી શકો છો.

આ ક્રિસ્ટજ બોલમાં મોટાભાગના પથ્થર સિમચૈન ઉલ્કાપિંડ (Seymchan Meteorite)ના છે. આ ઉલ્કાપિંડ સાઈબેરિયામાં જૂન 1967ના રોજ પડ્યો હતો. આ ઉપરાંત તેમાં ઘણાં અમૂલ્ય પથ્થર લાગાવેલા છે. અલિયનનો મતલબ એ નથી કે કોઈ અલિયન દુનિયાથી આવ્યો, પરંતુ તે જગ્યાથી તેની જાણકારી અથવા તો માણસને છે કે નહી, અથવા પછી ઓછી છે.

તેના ઉપરાંત આ ક્રિસ્ટલ બોલમાં 30 જૂન 1957માં બ્રાઝિલના ઈબિત્રામાં પડેલા ઉલ્કાપિંડના ટુકડા લાગેલા છે. તેના ઉપરાંત માલીના સહારા રણમાં 16 ઈંટના ઉલ્કાપિંડના ટુકડા પણ લાગેલા છે. આ ઉલ્કાપિંડનું વજન 2 કિલોગ્રામ હતું. ઓક્શન હાઉશ ક્રિસ્ટલી (Christie’s)નું માનવું છે કે આ ક્રિસ્ટલ બોલ 350,000 ડોલર્સ એટલે 2.54 કરોડ રૂપિયા સુધી હરાજી થઈ શકે છે. હાલમાં તેના બોલ થોડા ડોલર્સથી શરૂ થઈને અત્યારે 70 હજાર ડોલર્સ એટલે લગભગ 50.49 લાખ રૂપિયા પર ટકેલી છે.

હરાજીની પ્રક્રિયાથી પહેલા ધ મેટિયોરિકલ સોસાયટી દ્વારા આ ટુકડાની તપાસ કરવામાં આવી છે, જેથી એ પુષ્ટિ થઈ શકે કે આ ઓરિઝિનલ એલિયન પથ્થર છે. જેને આ ક્રિસ્ટસ બોલમાં કોતરવામાં આવ્યાં છે. આ પથ્થરની તપાસ માટે હીરાની તપાસ જેવો માપ નક્કી કરવામાં આવ્યો છે. હીરાને આ 4 C પર તપાસવામા આવે છે, પહેલું Carat બીજું Color, ત્રીજું Clarity અને ચોથું Cut.

ક્રિસ્ટીજના સાયન્સ એન્ડ નેચુરલ હિસ્ટ્રી ડિપાર્ટમેન્ટના મુખ્ય જેમ્સ હિસલોપે જણાવ્યું કે ઉલ્કાપિંડોના પથ્થરોને 4 S પર માપવામાં આવે છે. પહેલું Size, બીજું Shape, ત્રીજું Story અને ચોથું Science. અંતિરક્ષથી પડનારા મોટા પથ્થર નાના પથ્થરોની સરખામણીમાં વધું કિંમતી માનવામાં આવે છે. કારણ કે તેમાંથી સંશોધન માટે ઘણી બધી સામગ્રી મળે છે. આ મોંઘા વેચાય પણ છે.

તેનીકિંમત એટલા માટે વધું છે, કારણ કે તેનાથી એ જાણકારી મળી શકે છે કે આપણો સૂરજ, ચંદ્રમા અન્ય ગ્રહ કેમ બને. એટલા માટે કિંમત વધી જાય છે. જો કોઈ દુર્લભ પથ્થર હાથ લાગી જાય તો તેને વેચાની કરોડપતિ પણ થઈ શકાય છે. દરેક મેટેયોરાઈટ્સના અંદર એક નવું રહસ્ય છુપાયેલું હોય છે. બસ જરૂરી હોય થે તેને સમજવાની.

આ ક્રિસ્ટલ બોલમાં કેટલાક પથ્થર તે ઉલ્કાપિંડાના પણ લાગેલા છે, જે સાઈબેરિયાના સિખોટે એલિન પર્વત પર 12 ફેબ્રુઆરી 1947માં પડ્યો હતો. ઘણીવાર આવું પણ થાય છે કે કોઈ પથ્થર અજીબ-ગરીબ આકારનો છે, પરંતુ જ્યારે તે વાયુમંડલમાં પ્રવેશ કરે છે તો ઘર્ષણના કારણથી તે ગોલ બોલ જેવો થઈ જાય છે. હવે આવા બોસની તો હરાજી નથી કરી શકાતી એટલા માટે ક્રિસ્ટીજએ એક ક્રિસ્ટલ બોલમાં આવા પથ્થરમાં લગાવ્યો છે.