દેશમાં સૌ કોઈ લોકો ઘઉંના લોટની રોટલી બનાવેલી ખાતા હોય છે. સવાર-સાંજે ભારતમાં રોટલી બનાવવામાં અને ખાવામાં આવે છે. એમાં ભારતીયોની થાળીમાં દિવસ-રાતનું ભોજન રોટલી વગર જ અધુરૂ ગણાય છે. સાથેસાથ લોટનો ઉપયોગ ફક્ત રોટલીમાં જ નહી અન્ય વાનગી બનાવવામાં પણ કરી શકાય છે. અત્યાસુધીમાં તમે બજારમાંથી મળતા નકલી માવો, પનીર અને મધના વેચાણ અંગે સાંભળ્યું હશે. પરંતુ હવે બજારમાં નકલી લોટ પણ ભરબજારમાં મળી રહ્યો છે.જાણકારીના અભાવના કારણે લોકો આ નકલી લોટને ખરીદી તેની રોટલી પણ બનાવતા રહે છે. જેથી આ નકલી લોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. આવા લોટથી બનેલી રોટલી ખાવી તમારા માટે એક ઝેર સમાન હોય છે. આથી તમારી આરોગ્ય પર ગંભીર ખરાબ અસર પડે છે. પરંતુ કેટલીક રીતથી આ લોટની જાણકારી મેળવી શકાય છે કે તે અસલી છે નકલી…
બજારમાં આ હાલના દિવસોમાં નકલી લોટ મળી રહ્યો છે. આ લોટ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. તેનાથી બનાવેલી રોટલી માણસો જીવ પણ લઈ શકે છે. રોટલી ખાવા પર બીમાર થયા બાદ લોકો સમજી જ નથી શકતા કે તેની તબીયત સારી છે કે ખરાબ? આ નકલી લોટમાં બોરિક પાઉડર, ચાક પાઉડર સુધી ભેળવવામાં આવે છે. આ તમારા સ્વાસ્થય માટે ખૂબ નુકસાનકારક છે. ઘણીવાર બજારમાંથી લાવવામાં આવેલા લોટની રોટલી ખૂબ કડક બને છે. તેમાં ઘણીવાર મેદો પણ ભેળવવામાં આવે છે. પરંતુ કેટલીક રીત છે, જેનાથી તમે જાણકારી મેળવી શકો છો કે કે જે તમે તૈયાર લોટ ખરીદીને લાવ્યાં છો તે અસલી છે નકલી? જો તમે આ લોટની તપાસ કરશો, તો તે જાતે જ જણાવી દેશે કે આ લોટ અસલી છે કે નકલી?
નકલી લોટની તપાસની સૌથી પહેલી રીત છે પાણી દ્વારા. જો તમે તેની તપાસ કરવા માંગો છો તો ગ્લાસમાં પાણી લો. હવે તેમાં એક ચમચી લોટ મિક્સ કરી લો. જો પાણીમાં તમને કઈક તરતું જોવા મળે તો સમજી જજો કે આ લોટ ભેળસેળીયો છે. લીંબુના રસ હેઠળ પણ લોટની તપાસ કરી શકાય છે. તેમાં એક ચમચી લોટ અને પછી તેમાં લીંબુના રસને નીચવી દો. જો લીંબુનો રસ લોટ પર પડતા જ તેનાથી પરપોટા નીકળે તો સમજી જાઓ કે આ નકલી લોટ છે.
અંતિમ ઉપાયમાં તમને હાઈડ્રોક્લોરિક એસિડની મદદ લેવી પડશે. તેમાં એક ટેસ્ટ ટ્યૂબમાં થોડોક લોટ નાંખો. હવે તેમાં હાઈડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. જો તમે એસિડ ઉમેરતા ત્યારે તમને ટેબમાં કંઇક વિખેરાયેલી દેખાય છે, તો લોટ નકલી છે. બજારમાં થોડા રૂપિયાના નફા માટે લોકો આવો નકલી લોટ વેચી રહ્યાં છે. તેને ખાવો નુકસાનકારક છે. આ રીતે તમે તેની જાણકારી મળવી તમે ઘણાં પ્રકારના સ્વાસ્થ્ય નુકસાનથી બચી શકો છો.