આમાસ પબ્લિક સર્વિસ કમિશન (APSC)એ સ્ટેટિસ્ટિક્સ ઇન્સ્પેક્ટરના હોદ્દા પર ભરતી નિકાળી છે. આ વેકેન્સી ટ્રાંસફોર્મેશન એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત નિકાળવામાં આવી છે. યોગ્ય તેમજ ઈચ્છુક ઉમેદવાર ઓફિશ્યલ વેબાસઈટ, apscrecruitment.in પર જઈને અરજી કરી શકે છે. આ ભરતી માટે આવેદનની છેલ્લી તારીખ 17 ફેબ્રુઆરી 2021 નક્કી કરવામાં આવી છે.
મહત્વપૂર્ણ તારીખો
ઓનલાઈન આવેદન શરૂ થવાની તારીખ-16 જાન્યુઆરી 2021
આવેદન જમા કરવાની છેલ્લી તારીખ-17 ફેબ્રુઆરી 2021
ફી જમા કરવાની છેલ્લી તારીખ-19 ફેબ્રુઆરી 2021
આસામ લોક સેવા આયોગ APSC દ્વારા નિકાળવામાં આવેલી આ વેકેન્સી હેઠળ ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેટિસ્ટિક્સના 45 હોદ્દા પર ઉમેદવારો નિમણૂક કરવામાં આવશે. નિમણૂક ઉમેદવારોનો પગાર ધોરણ 22,000 રૂપિયા પ્રતિ મહિનાથી લઈને 97,000 રૂપિયા પ્રતિ મહિના સુધી હશે. તેના હેઠળ ઉમેદવારની ગ્રેડ પે 9, 700 રૂપિયા હશે.
યોગ્યતા
-આ ભરતી માટે આવેદન કરવાની યોજના બનાવી રહેલા ઉમેદાવરોના પાસે કોઈ પણ માન્યતા પ્રાપ્ત યૂનિવર્સિટી અથવા તેના સમકક્ષથી અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતમાં ઓછામાં ઓછી સેકેન્ડ ડિવિઝનની માસ્ટર ડિગ્રી હોવી જરૂરી છે.
-આ ભરતી માટે 21 વર્ષની ઉંમરથી લઈને 38 વર્ષના ઉંમર સુધીના ઉમેદવાર અરજી કરી શકે છે.
-APSC ઇન્સ્પેક્ટર ઓફ સ્ટેટિસ્ટિક્સ હોદ્દા માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરિક્ષા અને વાયવા-વોયસ (અવાજ)ના આધાર પર કરવામાં આવશે.
આવેદન ફી
-સામાન્ય અને EWS વર્ગ માટે- 285.40 રૂપિયા
-SC/ST/OBC/MOBC વર્ગ માટે 185.40 રૂપિયા
-BPL/PWBD વર્ગ માટે 35.40 રૂપિયા