ફિલ્મ ઉદ્યોગમાં પહેલાના જમાનામાં એક અગલ જ ઓળખ બનાવનારી અભિનેત્રી હાલના દિવસોમાં ચર્ચા છવાઈ છે. ‘ખિલાડી’, ‘જો જીતા વહી સિંકદર’, ‘હિમ્મતવાલા’, ‘વક્ત હમારા હૈ’, ‘ચાચી 420’ અને ‘સંગ્રામ’ જેવી ફિલ્મોમાં કામ ચુકેલી અભિનેત્રી આયશા જુલ્કાએ 90 દાયકામાં પડદા પર રાજ કર્યું હતું. તેમની ચમકતી આંખો અને સ્મિતએ લોકોને દિવાના બનાવ્યાં હતાં. આયશાએ 2010માં આવેલી ‘અદા..અ વે ઓફ લાઈફ’ જે બાદ લાંબો વિરામ લીધો અને ‘જીનિયસ’થી કમબેક કર્યું હતું. હાલમાં જ અભિનેત્રીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કરિયર અને અગંત જીવન વિશે વાત કરી. આ સાથે જ તેમણે જૂના દિવસોને પણ યાદ કર્યાં.
આ દરમિયાન આયશાથી લગ્ન બાદ ફિલ્મોથી અંતર બનાવ્યું અને બેબી પ્લાનિંગ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો અભિનેત્રીએ કહ્યું કે તેણે નાની ઉંમરમાં જ કામ શરૂ કર્યું હતું, પછી જ્યારે લગ્ન થયા તો તેણે પોતાનું સામાન્ય જીવન જીવવાનું વિચાર્યું. લગ્ન બાદ બોલિવૂડથી દૂર રહેવું તે પોતાનો સારો નિર્ણય માને છે. આયશાએ બાળકને લઈને કહ્યું કે તે બાળક કરવા નથી માંગતી. તે પોતાનો ઘણો સમય અને શક્તિ પોતાનું કામ અને સામાજિક વસ્તુઓમાં લગાવે છે.
તેને એ વાતની ખુશી છે કે તેના નિર્ણય તેના આખા પરિવારને સમજમાં આવ્યો. તે પોતાના પતિ સમીરને શ્રેષ્ઠ માણસ પણ જણાવે છે. આ સાથે જ અભિનેત્રીએ તેના ફિલ્મો વિશે પણ જણાવ્યું કે, જેને તેણે પહેલા નકારી તો કરી દીધી, પરંતુ પછી તેને અફસોસ પણ થયો. તેણે કહ્યું કે એવી ઘણી ફિલ્મો છે જે તેણે નથી કરી.
તેણે પોતાના બિઝી શેડ્યલના કારણે મણિરત્નમની ફિલ્મ રોજા છોડી દીધી હતી અને તેનો તેને અફસોસ છે. તેમજ બીજી ફિલ્મ રામા નાયડૂની પ્રેમ કૈદી એટલા માટે છોડી દીધી, કારણ કે તેને મેકર્સ બિકનીમાં દેખાડવા માંગતો હતો. અભિનેત્રીએ ઈન્ટરવ્યૂ દરમિયાન એક વિચિત્ર ઘટના વિશે જણાવ્યું, જે તેના ફિલ્મ કરિયર દરમિયાન બની. આયશાએ કહ્યું કે ફિલ્મ દલાલમાં તેની જાણકારી વગર જ તેની બોડી ડબલ યૂઝ કરવામાં આવી.
આ દરમિયાન આયશાએ પોતાની બોલિવૂડ ફિલ્મ વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું તે અત્યારે પણ બોલિવૂડનો ભાગ છે અને આગામી દિવસોમાં ઘણી ફિલ્મો, વેબ સીરીઝ અને ટીવી શોમાં જોવા મળશે. તે આવી જ ભૂમિકાની શોધમાં છે, જે તેમને અભિનેત્રી તરીકે સંતુષ્ટ કરે. આ ઉપરાંત તે જાનવરો માટે કામ કરી રહી છે. આ સાથે જ સ્ક્રિપ્ટ લખે છે અને વાંચતી રહે છે.