24 વર્ષ મોટા એક્ટર સાથે લિપલૉપ કરી ચૂકી છે બાહુબલીની શિવગામી, રિયલ લાઈફમાં છે આટલા કરોડની માલકિન
24 વર્ષ મોટા એક્ટર સાથે લિપલૉપ કરી ચૂકી છે બાહુબલીની શિવગામી, રિયલ લાઈફમાં છે આટલા કરોડની માલકિન

24 વર્ષ મોટા એક્ટર સાથે લિપલૉપ કરી ચૂકી છે બાહુબલીની શિવગામી, રિયલ લાઈફમાં છે આટલા કરોડની માલકિન

‘બાહુબલી’માં શિવગામીની ભૂમિકા ભજવીને લોકપ્રિય બનેલી અભિનેત્રી રમ્યા કૃષ્ણન 50 વર્ષની થઈ ગઈ છે. રમ્યાનો જન્મ 15 સપ્ટેમ્બર 1970 ના રોજ ચેન્નઇમાં થયો હતો. ફિલ્મ ‘બાહુબલી’માં દબંગ રાજમાતા કિરદારમાં જોવા મળેલી રમ્યા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખુબ બોલ્ડ પાત્ર પણ ભજવી ચૂકી છે. આપને જણાવી દઈએ કે, 1993માં આવેલી ફિલ્મ ‘પરમપરા’માં રમ્યા કૃષ્ણન તેના બોલ્ડ સીન્સને લઈને ખૂબ ચર્ચામાં રહી. જેમાં તેમણે રેમ્યાએ ખુદ 24 વર્ષ મોટા અભિનેતા સાથે ખુબ બોલ્ડ એક્ટિંગ કરી હતી.

આ ફિલ્મમાં રમ્યાએ વિનોદ ખન્ના સાથે ન માત્ર લિપ-લૉપ પરંતુ ઘણા જ સેક્સી સીન્સ પણ આપ્યા હતા. લતા મંગેશકરના અવાજમાં આ બંને પર ‘તુ સાવન મેં પ્યાર પિયા’ ગીત ગાયું હતું. ગીતમાં વિનોદ ખન્ના અને રમ્યા ખૂબ જ બોલ્ડ શૈલીમાં જોવા મળ્યા હતા. આપને જણાવી દઈએ કે, તે સમયે વિનોદ ખન્ના રામ્યા કરતા લગભગ 24 વર્ષ મોટા હતા. વિનોદ ખન્નાએ 27 એપ્રિલ 2017ના રોજ આ દુનિયાને અલવિદા કહી દીધી છે.

એટલું જ નહીં, રમ્યાએ અનિલ કપૂર સાથે પણ બોલ્ડ સીન્સ આપ્યા છે. હકીહકમાં રમ્યાને 1995માં આવેલી ફિલ્મ ત્રિમૂર્તિમાં વેમ્પનો રોસ ઓફર કરવામાં આવ્યો હતો. આ ભૂમિકા માટે તેણે અનિલ કપૂર સાથે બોલ્ડ સીન્સ પણ શૂટ કર્યા હતા, પરંતુ ત્યાર બાદ આ ફિલ્મમાંથી તે પાત્ર જ દૂર કરી દેવાયું હતું. આ જ કારણ હતું કે બાદમાં રમ્યા કૃષ્ણનને ફિલ્મમાં નામ ન મળ્યું. જોકે, આ સીન્સના ફોટો બોલ્ડ હોવાના કારણે રમ્યા ખૂબ જ ચર્ચામાં રહી હતી.

રમ્યાએ 1998માં આવેલી ફિલ્મ ‘વજુદ’માં નાના પાટેકર સાથે કિસિંગ સીન કર્યો હતો. મૂવીમાં તે ફિલ્મમાં બેડરૂમ સીન્સ આપતી વખતે લિપ-લૉપ કરતી અને નાના પાટેકર સાથે રોમેન્સ કરતી જોવા મળી હતી.

રમ્યાને ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ (1998) માં અમિતાભ બચ્ચનની લવ લેડી બનાવવામાં આવી હતી. ફિલ્મના ગીત ‘ધિન તક ધિન તક’ માં, રેમ્યા અમિતાભ સાથે વ્હાઇટ કલરના શોર્ટ ડ્રેસમાં ફ્લર્ટ કરતી જોવા મળી હતી.

રમ્યાએ શાહરૂખ ખાન સાથે પણ રોમેન્સ કર્યો છે. ફિલ્મ ‘ચાહત’માં રમ્યા શાહરૂખના પ્રેમમાં પડે છે. આવી સ્થિતિમાં તે તેને પ્રભાવિત કરવા માટે બોલ્ડ ડાન્સ પણ કરે છે.

રમ્યાએ 12 જૂન, 2003માં તેલુગુ ફિલ્મ નિર્માતા કૃષ્ણ વાંસી સાથે લગ્ન કર્યા. 13 ફેબ્રુઆરી 2004માં રમ્યાએ એક પુત્ર ઋત્વિકને જન્મ આપ્યો, જે હાલ 16 વર્ષનો છે.

જણાવી દઈએ કે ‘બાહુબલી 2’ માટે 2.5 કરોડ ચાર્જ લેનારી રમ્યાની સંપત્તિ લગભગ 5 મિલિયન ડોલર એટલે કે 37 કરોડ રૂપિયા છે.

રમ્યા પાસે મર્સિડીઝ બેન્ઝ એસ 350 કાર છે, જેની કિંમત 1 કરોડ 20 લાખ રૂપિયા છે. આ સિવાય રમ્યા હાલમાં તેમના પરિવાર સાથે ચેન્નાઈના ઈંજામબક્કમમાં રહે છે. તેની પાસે અહીં કરોડોનો બંગલો છે. 2012 તેના આજ ઘરમાંથી મેડ લગભગ 10 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી ગયો હતો.

‘બાહુબલી’માં શિવગામીની ભૂમિકા માટે રામ્યા પહેલા શ્રીદેવીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ શ્રીદેવીએ આ ભૂમિકા માટે 6 કરોડની માંગ રાખી હતી. એટલું જ નહીં શ્રીદેવીએ તેના માટે 5 સ્ટાર હોટલનો સંપૂર્ણ ફ્લોર બુક કરવાની તેમજ મુંબઈથી હૈદરાબાદ સુધીની બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરવાની માંગ કરી હતી.

પહેલાથી જ વધુ બજેટમાં બનનાર આ ફિલ્મ માટે આ ફીસ અને ખર્ચ ખુબ વધુ હતો. આવી સ્થિતિમાં દિગ્દર્શક રાજામૌલીએ શ્રીદેવીની જગ્યાએ રમ્યા કૃષ્ણન સાથે વાતચીત કરી હતી અને ફાઈનલી રામ્યાએ ફિલ્મમાં કામ કરવાની તૈયારી બતાવી હતી. તેમને આ રોલ માટે 2.5 કરોડ મળ્યા.

Leave a Reply

Your email address will not be published.