વસંત પંચમીનો પાવન પર્વ આ વર્ષે 16 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવશે. હિન્દૂ પંચાંગ અનુસાર, દર વર્ષે આ પર્વ મહા માસ શુક્લની પંચમી તિથિના દિવસે મનાવવા આવે છે. આ દિવસે જ્ઞાનના દેવી માતા સરસ્વતીની પૂજા-વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. વસંત પંચમી સંગીત તેમજ દેવી વીણાવાદિની માતા સરસ્વતીના અવતરણનો દિવસ પણ છે.
વસંત પંચમી 2021નું શુભ મુહૂર્ત વસંત પંચમી તિથિ પ્રારંભ-16 ફેબ્રુઆરી સવારે 3 વાગે 36 મીનિટથી વસંત પંચંમી તિથિ સમાપ્ત-17 ફેબ્રુઆરી સવારે 5 વાગે 46 મીનિટ સુધી
વસંત પચંમી પર માતા સરસ્વતીની પૂજા વિધિ -આ દિવસ સવારે સ્નાન કરીને પછી સફેદ અથવા પીળા વસ્ત્રો ધારણ કરી વિધિપૂર્વક કલશ સ્થાપના કરો. -સફેદ ફૂલ-માળા સાથે માતાને સિંદૂર અથવા અન્ય શ્રૃંગારની વસ્તુઓ પણ અર્પણ કરો. -વસંત પચંમીના દિવસ માતાના ચરણો પર ગુલાલ પણ અર્પણ કરવાનું વિધાન છે. -પ્રસાદમાં માઁને પીળા રંગની મીઠાઈ અથવા ખીરનો ભોગ લગાવો. -પૂજા દરમિયાન ”ॐ એં સરસ્વત્યૈ નમ”નો જાપ કરો. -માતા સરસ્વતીને બીજમંત્ર ”એં” છે જેમના ઉચ્ચરાણ માત્રથી જ બુદ્ધિ વિકસિત થાય છે.
માતા સરસ્વતીને અર્પણ કરો આ વસ્તુ વસંત પંચમીના દિવસ પીળ રંગનું વિશેષ મહત્વ છે. આ રંગ દેવી સરસ્વતીને ખૂબ પ્રિય છે. આ માટે આ દિવસ વિદ્યાના દેવીને પીળા રંગના વસ્ત્ર અર્પણ કરો. માતા સરસ્વતીને કેસર અને પીળુ ચંદનનું તિલક કરો. આ દિવસ પૂજામાં પીળા રંગના ફૂલ માતા સરસ્વતીને અર્પણ કરો. જ્ઞાનના દેવી માતા સરસ્વતીને પીળા રંગની મીઠાઈનો ભોગ લગાવો.
વસંત પંચમીનું મહત્વ વસંત પંચમીને તમામ શુભ કાર્યો માટે અત્યંત શુભ મુહૂર્ત માનવામાં આવે છે. મુખ્ય રીતે વિદ્યાપ્રારંભ, નવી વિદ્યા પ્રાપ્તિ તેમજ ગૃહ પ્રવેશ માટે વસંત પચંમીને પુરાણોમાં પણ અત્યંત શ્રેષ્ઠ માનવામાં આવે છે. વસંત પંચમીની અધિષ્ઠાત્રી દેવી સરસ્વતીનો દિવસ હોવાથી વસંત પચંમીના દિવસે નાના બાળકોને અક્ષર જ્ઞાન કરાવવામાં આવે છે. સ્કુલો તેમજ શિક્ષણ કાર્યોમાં સરસ્વતી પુજન કરવામાં આવે છે. તેમજ જ્ઞાન વૃદ્ધિ માટે મનોકામના કરવામાં આવે છે. સાથે ગુરૂદ્વારામાં આ દિવસ રાગ વસંતમાં ગુરૂવાણીના કીર્તન દ્વારા શ્રદ્ધાળુઓમાં ભાવના જાગૃત કરવામાં આવે છે.