લગ્ન જીવનનો ખુબ મોટો નિર્ણય હોય છે. એવામાં જો તમે લગ્ન કરવા જઈ રહ્યાં છે તો તમારે સ્વયંથી કેટલા ખાસ પ્રશ્ન કરવા જોઈએ. એવું ન બને કે તમે પરિવારના દબાણમાં આવીને લગ્ન કરીને તણાવ મુક્ત થઈ રહ્યાં છો. લગ્ન એક મોટી જવાબદારીવાળું કામ હોય છે. ઉપરથી એક નવી વ્યક્તિ તેમજ નવા ઘરમાં મનમેળ બનાવવો સૌ કોઈની વાત પણ નથી હોતી. એટલા માટે લગ્ન પહેલા ખૂદને નીચે જણાવેલા પ્રશ્ન જરૂર પૂછવા જોઈએ.
-શું તમે આ લગ્ન દબાણમાં કરી રહ્યાં છો? જો હાં તો જલ્દી તમારો નિર્ણય બદલો. પરાણે કરવામાં આવેલા લગ્ન ક્યારેય સફળ નથી જતાં.
-શું તમે લગ્નની જવાબદારી ઉઠાવી શકો છો? લગ્ન એક જવાબદારી વાળુ કામ હોય છે. યુવતી હોય કે યુવક બધાંનું લગ્ન પછી પોતાનું થોડું કર્તવ્ય અને જવાબદારી હોય છે. એટલા માટે ખૂદને જવાબદારીઓને ઉઠાવવા માટે તૈયાર કરી લો પછી જ લગ્નની હાં પાડો.
-શું તમે માનસિક અને શારીરિક રીતે તૈયાર છો? લગ્નની યોગ્ય ઉંમર ન હોય અથવા માનસિક રીતે તેના માટે તૈયાર ન થવું પણ એક સમસ્યા બની શકે છે. એટલા માટે પહેલા ખૂદને માનસિક અને શારીરિક રીતે તૈયાર કરી અને પછી સાત ફેરા લો.
-તમે લગ્ન કેમ કરવા માંગો છો? જો તમે એક યુવક છો તો શું તમારા ઘરમાં એક કામવાળી જોઈએ? અથવા તમે તમારા એકલાપણુંને દૂર કરવા ઈચ્છો છો? જો યુવતી છે તો તમે અમીર યુવક સાથે લગ્ન કરી બાકીનું જીવન આરામથી પસાર કરવાના સપના જોઈ રહ્યાં છો? અથવા પછી તમારો સારો પ્રેમ છે? પહેલા તમારા લગ્ન હેતુ સ્પષ્ટ કરવો જોઈએ. પછી લગ્નનાં બંધનાં બંધાઓ.
-શું તમે નવા લોકો સાથે ભળી જશો? પ્રેમ એક અલગ વસ્તું છે પરંતુ જ્યારે નવા લોકો સાથે એક જ છતના નીચે 24 કલાક રહવું પડે તો મામલો અલગ પડી જાય છે. અહી પ્રેમ કરતાં વધુ ગોઠવણ ચાલે છે. નવી જગ્યા નવા લોકોની નવી આદતોથી જો તમને તકલીફ થાય છે અથવા તમે તમારી આદત અથવા રહેણીકરણીની નથી બદલી શકતાં તો લગ્ન તમારી વસ્તુ નથી.
-શું તમે તમારા જૂના પ્રેમ સંબંધને ભૂલી શકો છો? લગ્નમાં વફાદારી પણ મહત્વની હોય છે. જો તમે તમારા જૂના પ્રેમને નથી ભૂલી શકતા અથવા કોઈ એક જીવનસાથી સાથે આખું જીવન નથી વિતાવી શકતા તો લગ્ન કરી કોઈ અન્યનું જીવન બર્બાદ ન કરો.
-લગ્ન તમારા ભવિષ્યની યોજના તો નહી બગાડે ને? લગ્ન પછી ઘર અને બાળકની જવાબદારી પણ આવે છે. એવામાં જો તમે લગ્ન પછી અભ્યાસ, નોકરી અથવા કરિયર વિશે વિચારી રહ્યાં છે તો પહેલા એ નક્કી કરી લો કે લગ્નના કારણે તેમાં કોઈ વાંધા તો નહી આવે ને.
-શું તમે આર્થિક રીતે સક્ષમ છો? લગ્ન પછીનું જીવન થોડું ખર્ચીલું પણ થઈ જાય છે. પત્ની-બાળક ઘરે આવતા જ પૈસા ઘણાં ખર્ચ થવા લાગે છે. એટલા માટે લગ્ન પહેલા તમારૂ બેંક બેલેન્સ મજબૂત કરો. સાથે જ તમારી પાસે કાયમી આવક પણ હોવી જોઈએ.
Of course, your article is good enough, casinosite but I thought it would be much better to see professional photos and videos together. There are articles and photos on these topics on my homepage, so please visit and share your opinions.