વૈદિક જ્યોતિષમાં જ્યાં દરેક ગ્રહનું પોતાનું વિશેષ સ્થાન તેમજ સ્થિતિ છે. તેમજ તેમાં દેવસેનાપતિ મંગળની એક વિશેષ સ્થિતિ માનવામાં આવે છે. મંગળ પરાક્રમકારી ગ્રહ હોવાના પગલે ઘણી રીતે વિશેષ અને સૌથી શક્તિશાળી પણ માનવામાં આવે છે. એવામાં શુક્રના પોતાના મિત્ર શનિના સ્વામિત્વ વાળી કુંભ રાશિમાં પ્રવેશના ઠીક આગાલી દિવસ એટલે 22 ફેબ્રુઆરી 2021ના દેવસેનાપતિ મંગળ શુક્રના સ્વામિત્વ વાળી રાશિ વૃષભમાં ગોચર કરવા જઈ રહ્યાં છે.
ઘણાં જાણકારોના અનુસાર, મંગળ અને શુક્રની યુતિ ઘણાં મામલામાં શુભ નથી માનવામાં આવતી, એવામાં મંગળના આ ગોચર કેટલાક ભયાનક પરિણામ પણ લાવી શકે છે. એવામાં જ્યાં કેટલીક રાશિઓનું તેમનું ગંભીર પરિણામ ભોગવવું પડે છે. તેમજ કેટલાકને તેમનો લાભ પણ થાય છે.
બની રહ્યાં છે અંગારક યોગ
અંગારક યોગનું નિર્માણ ત્યારે થાય છે. જ્યારે રાહુ અને મંગળ ગ્રહ એક સાથે આવે છે. 22 ફેબ્રુઆરીથી આ જ એટલે અંગારક યોગની સ્થિતિ બનવા જઈ રહી છે, આ યોગને શુભ માનવામાં નથી આવતો. વૃષભ રાશિમાં આ યોગનું નિર્માણથી દેશ દુનિયા પર પણ તેમનો પ્રભાવ પડશે. જ્યોતિષ શાસ્ત્રમાં અંગારક યોગને લડાઈ, ઝડાઈ, વિવાદ, આક્રમક, હિંસક સ્થિતિના કારક માનવામાં આવે છે.
વાસ્તવમાં જ્યોતિષ શાસ્ત્રમાં ગોચર ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. આવું એટલા માટે માનવામાં આવે છે, કારણ કે તમામ નવગ્રહ આપણાં જીવનને પ્રભાવિત કરવાની ક્ષમતા રાખે છે. ચંદ્રમા, સૂર્ય, મંગળ, બુધ, ગુરૂ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ કેટલાક એવા મુખ્ય ગ્રહ છે, જેમનું જ્યોતિષની દુનિયામાં ખૂબ ગંભીરતાથી લેવામાં આવે છે. એવામાં એ વાત તો સ્પષ્ટ છે કે આ ગ્રહોના ગોચર અથવા રાશિ પરિવર્તનથી આપણાં જીવન પર અસર અવશ્ય જ પડે છે.
આપણાં જીવનમાં ગ્રહોની આ ચાલ કેટલીક મોટા તો કેટલાક નાના બદલાવ લઈને આવી શકે છે. આ ઉપરાંત આ તમામ ગ્રહ આપણા જીવનના વિભિન્ન પહેલુઓને નિયંત્રિત કરવાની પણ ક્ષમતા રાખે છે.
જ્યોતિષમાં લાલ ગ્રહ મંગળને ક્રૂરની સંજ્ઞાના આપવામાં આવે છે અને આ ઉર્જા, સાહસ, યોદ્ધા આદિના કારક હોય છે. એટલા માટે મંગળને શક્તિશાળી અને અગ્નિ તત્વનો ગ્રહ માનવામાં આવે છે. મંગળ દેવ જ કોઈ વ્યક્તિને માનસિક રૂપથી સક્રિય, શારીરિક રૂપથી બળવાન, દ્રઢ-નિશ્ચયી અને મહત્વાકાંક્ષી બનાવે છે. તેમનો શુભ પ્રભાવ વ્યક્તિનું વ્યક્તિત્વ આકર્ષક, નેતૃત્વ ક્ષમતા અને સાહસમાં વધારો કરે છે.
વાસ્તવમાં જ્યોતિમાં જ્યાં મંગળને દેવસેનાપતિ કહેવામાં આવે છે, તેમજ શુક્ર (વૃષભ રાશિના સ્વામી)ને દૈત્યગુરૂ માનવામાં આવે છે. એવામાં કેટલાક જ્યોતિષ જાણકારોનું માનવું છે કે શુક્ર અને મંગળના પરસ્પર દ્વંદ્વ લોકોના વિચારોને આહત કરે છે. એક તરફ જ્યાં મંગળ પરાક્રમના ગ્રહ હોવાના પગલે રાહૂના સિવાય કોઈ સામે પોતાનું બળ નથી ગુમાવતા, ત્યાં શુક્ર પાસે પુનર્જીવિત કરવાની શક્તિ છે. તેમજ આ બંને સાથે આવવા પર ઘણીવાર તો આ વ્યક્તિને આત્મહત્યા કરાવી દે છે. એવામાં વર્તમાનમાં બની રહેલી આ યુતિ પણ વિશ્વમાં કોઈ મોટું નકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
મંગળનું ગોચર ક્યારે !
દેવસેનાપતિ એટલે મંગળ 22 ફેબ્રુઆરી 2021, સોમવારની સવારે 5 વાગ્યે 02 મીનિટે મેષ રાશિથી નીકળીને વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. જેમનાથી મંગળના વૃષભ રાશિમાં આ સ્થાન પરિવર્તનની અસર તમામ રાશિઓ પર કોઈને કોઈ રીતે પડશે. તો આવો જાણીએ તમારી રાશિ પર શું પડશે મંગળના ગોચરનો પ્રભાવ…
મેષ રાશિ
મંગળનો ગોચર તમારા બીજા ભાગ એટલે ધન તેમજ વાણી ભાવમાં પ્રવેશ કરશે. આ અવધિ દરમિયાન મંગળનો ગોચર અત્યંત સમજી-વિચારી અને બુદ્ધિમાનીથી તમારા શબ્દોની પસંદગી કરવામાં, તમને સક્ષમ બનાવશે. આથી તમે તમારા વ્યક્તિગત અને નોકરીના ક્ષેત્રમાં બિનજરૂરી વિવાદથી ખૂદને દૂર રાખશો.
મંગળની આ સ્થિતિથી તમને માનસિક તણાવ અને ચિંતાઓમાં વૃદ્ધિ થશે. એવામાં તેમનું ધ્યાન રાખીને, પોતાને દરેક પ્રકારની તણાવથી દૂર રાખવાનો પ્રયત્ન કરો. મંગળનું તમારા બીજા ભાવમાં ઉપસ્થિત થવું, તમને દરેક પ્રકારની જમીનથી જોડાયેલા મામલામાં નુકસાન થઈ શકે છે. એટલા માટે કોઈ પણ સંપત્તિ અથવા જમીનને ખરીદવાથી બચો, હાલ ટાળો. તમારા માટે યોગ્ય થશે.
ઉપાય : કોઈ જાણકારની સલાહ પર ચાંદી અથવા તાંબામાં સારી ગુણવત્તા વાળા મૂંગા ધારણ કરો.
વૃષભ રાશિ
મંગળ તમારા પ્રથમ ભાવમાં ગોચર કરશે. એવામાં આ ગોચર શુભ પરિણામ આપતો, તમને વધુ મજબૂત અને આત્મવિશ્વાસી બનાવવામાં મદદ કરશે. જેમના પગલે તમે આ સમય ઉર્જા, ઉત્સાહ અને દ્ર સંકલ્પથી ભરપૂર દેખાશો. તમે તમારી બધી યોજનાઓ પર પ્રભાવી રીતે કાર્ય કરવામાં સક્ષમ થશો.
તમારા દુશ્મન અને વિરોધી સક્રિય રહેશે. તેમજ સ્પર્ધાત્મકની ભાવનાથી કાર્યસ્થળ પર તમારો વિકાસ અને આવકામાં વધારો કરશે. નોકરી કરી રહેલા લોકોને પણ વધું વેતન સાથે કેટલાક અન્ય સંગઠનો માટે, કામ કરવાનો સારૂ અવરસ મળશે. તેમજ વેપારી લોકો, ખાસકરીને ભાગીદારીમાં વેપાર કરી રહ્યાં છે તમને આ દરમિયાન લાભ અને નફો આપવમાં સફળતા મળશે.
ઉપાય : નિયમિત રૂપથી સૂર્યોદય દરમિયાન ભગવાન કાર્તિકેયની ઉપાસના કરો.
મિથુન રાશિ
મંગળનું ગોચર તમારી રાશિથી બારમાં ભાવમાં હશે. એવામાં મંગળનો આ ગોચર તમારા માટે અગમડ્યો રહેવાનો છે. ખાસકરીને વિદેશ જવાના ઈચ્છુક અથવા વિદેશી સંગઠનોથી જોડાયેલા લોકોને, આ દરમિયાન ઈચ્છા અનુસાર, ફળ મળશે. ઘણાં જાતકોના મોટા ભાઈ બહેનોને પણ આ ગોચરથી પ્રમોશન અને આવકમાં વૃદ્ધિ થશે.
વિદ્યાર્થી માટે સમય યોગ્ય છે. ખાસકરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીને આ દરમિયાન તમારી મહેનતનું ફળ મળશે. કાર્યક્ષેત્ર પર નવી વસ્તુમાં રોકાણ કરવું, તમારા માટે આ સમય થોડું નુકસાનકારક છે.
ઉપાય: નિયમિત રૂપથી માતા દુર્ગાની ઉપાસના કરતા તેમને લાલ પુષ્પ અર્પણ કરો.
કર્ક રાશિ
મંગળના આ ગોચર દરમિયાન તે તમારી રાશિથી અગિયારમાં ભાવ એટલે આવક ભાવમાં હશે. એવામાં આ ગોચર તમને શુભ ફળ આપશે. ગોચરકાળના પરિણામસ્વરૂપે, તમારી ભીતર સામાન્યથી વધું ઉર્જા જોવા મળશે. આથી તમે તમારા કાર્યક્ષેત્ર પર વધું સંગઠિત થતા વિકાસ, પ્રગતિ અને આર્થિક સુરક્ષા મેળવવામાં સફળ રહેશો.
આ સમય તમે એકલા સફળતા મેળવવા માટે આગળ વધાવાની જગ્યાએ, તમારા કાર્યસ્થળ પર લક્ષ્યોને પૂરા કરવા માટે બીજા સાથે મળીને કામ કરવાનું પસંદ કરશો. વેપારીઓ માટે પણ સમય યોગ્ય રહેશે, કારણ કે તમારા મુખ્ય વ્યવસાયમાં અચાનકથી રોકડ આવવાની સંભાવના છે.
ઉપાય: આ ગોચરથી ઉત્તમ પરિણામ પ્રાપ્તિ માટે નિયમિત રૂપથી ”બજરંગ બાળ”નો પાઠ કરો.
સિંહ રાશિ
મંગળ તમારી રાશિથી દશમ ભાવ એટલે કર્મ ભાવમાં ગોચર કરશે. આ ગોચર દમિયાન તે તમારી રાશિમાં ”દિગ્બલી” અવસ્થામાં હશે. આથી તમને તમારા જીવનના વિભિન્ન ક્ષેત્રોમાં પ્રગતિ કરવાના ઘણાં અવસર પ્રાપ્ત થશે.
તમારા સ્વભાવમાં આત્મવિશ્વાસ, સાહસ અને પરાક્રમની પણ વૃદ્ધિ થશે. સાથે જ તમને ઈચ્છાનુસાર ફળ પ્રાપ્ત થશે. આ સમય તમારા વ્યવસાયની નવી શરૂઆત માટે પણ અત્યંત અનુકૂળ રહેવાનો છે. કારણ કે આ દમિયાન દશા અવસ્થા તમારી રાશિ અનુસાર શુભ જ જોવા મળી રહી છે.
ઉપાય: દરેક મંગળવારે બજરંગબલીના પ્રસાદમાં મિઠાઈ અર્પણ કરો.
કન્યા રાશિ
મંગળ તમારી રાશિથી નવમા ભાવ એટલે ભાગ્યમાં ગોચર કરશે. કુંડળીમાં આ ભાવ ભાગ્ય, ધર્મ અને પિતા વિશે જણાવે છે. એવામાં આ ગોચરના પરિણામસ્વરૂપે, તમને અચાનકથી લાભ પ્રાપ્તિ થવાની સંભાવના છે. કારણ કે આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે, આથી તમે ઈચ્છા અનુસાર શુભ પરિણામ મેળવવામાં સફળ થશો.
સ્વાસ્થ્ય લઈને તમારા આરોગ્યને નજરઅંદાજ કરવું તમારા માટે નુકસાનકારક રહેશે. એવામાં વાહન ચલાવતા સમય, ખાસ કાળજી રાખો. કારણ કે આથી દુર્ઘટના અથવા ઈજા થવાનો યોગ બની રહ્યો છે.
ઉપાય: નિયમિત રીતે આ ગોચર દરમિયાન ”ઋણ મોચક મંગળ સ્ત્રોત”નો પાઠ કરો.
તુલા રાશિ
મંગળનો ગોચર તમારી રાશિથી અષ્ટમ ભાવ એટલે આયુષ્ય ભાવમાં હશે. મંગળનો ગોચર તુલા રાશિના જાતકોને મિશ્રિત પરિણામ આપનારૂ છે. મંગળના આ ગોચરથી તમને માનસિક તણાવ રહેશે. તેમજ કાર્યક્ષેત્ર પર પણ તમને, તમારા ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર હશે. કારણ કે આશંકા છે કે તે તમારી પીઠ, પાછળ તમને નુકસાન પહોચાડવા માટે કોઈ કાવતરૂ રચી શકે છે.
સ્વાસ્થ્ય જીવનની દ્રષ્ટિથી, તમારે પહેલાથી વધું સાવધાન રહવું જોઈએ. એટલા માટે નાનીથી નાની બીમારીને લઈને પણ બેદરકારી ન કરો, નહીતર ભવિષ્યમાં તે બીમારી કોઈ ગંભીર રૂપ લઈ શકે છે.
ઉપાય: ભગવાન નરસિંહના અવતારની પૌરાણિક કથા વાંચો અથવા સાંભળો.
વૃશ્ચિક રાશિ
મંગળ તમારી રાશિથી સપ્તમ ભાવ એટલે વિવાહ ભાવમાં ગોચર કરશે. એવામાં આ ગોચરના પ્રભાવથી તમારૂ અંગત જીવન સૌથી વધું પ્રભાવિત થશે. વિવાહિત લોકોને આ દરમિયાન તમારા જીવનમાં ઉતાર-ચડાવની સ્થિતિથી બે-ચાર થઈ શકે છે.
ઉપાય: કોઈ જાણકારીની સલાહ પર મંગળવારે તમારા જમણા હાથની અનામિકામાં તાંબુ અથવા સોનાની અંગૂઠીમાં સારી ગુણવતાની મૂંગા ધારણ કરો.
ધન રાશિ
આ સમય મંગળનો ગોચર તમારી કુંડળીના છઠ્ઠા ભાવ એટલે રોગ તેમજ શત્રુ ભાવમાં હશે. જેમના પગલે ધન રાશિના લોકોને મંગળનો આ ગોચર, સામાન્ય પરિણામ માટે વધારે મહેનત કરાવનારો છે. આ સમય તમે દરેક બાધા અને સમસ્યાનો સામનો આ સમય સાહસ સાથે કરતા જોવા મળશો. તમે તમારા વિરોધીઓ પર હાવી છતાં તેના પર વિજય પણ પ્રાપ્ત કરશે. તેમજ દાંપત્ય લોકોને પોતાના સંતાનની ખરાબ આરોગ્યના પગલે, થોડી માનસિક પરેશાની રહેશે.
ઉપાય: રોજ સવારે ”હનુમાન અષ્ટક”નો પાઠ કરો.
મકર રાશિ
મંગળનો ગોચર તમારી રાશિથી પંચમ ભાવ એટલે બુદ્ધિ તેમજ પુત્ર ભાવમા હશે. આ ભાવ તમારી બુદ્ધિ અને બાળકોના વિષયમાં જાણકારી આપે છે. કાળ પુરૂષની કુંડળીના અનુસાર, મંગળ દેવ તમારા બારમાં ભાવના સ્વામી હોય છે, અને તમારા આ ગોચર દરિયાન તે સ્વયંના ભાવને જ દ્રષ્ટિ કરશે. આથી તમને ધન લાભ થવાનો યોગ બનશે.
ઉપાય: દરેક મંગળવારના દિવસે બજરંગબલીને મિઠાઈ અર્પણ કરો.
કુંભ રાશિ
આ સમય મંગળ ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવ એટલે માતા તેમજ સુખ ભાવમાં ગોચર કરશે. ગોચરની અવધિ તમારા માતા માટે વધું અનુકૂળ હશે. સાથે જ તમને માતા અથવા માતૃ પક્ષની કોઈ વ્યક્તિથી વધું મદદ અને લાભ પણ મળશે. આ અવધિ તમારા માટે શ્રેષ્ઠ રહેશે, પરંતુ તમને તમારા ક્રોધને શાંત રાખતા, તમારા બેકાર ખર્ચા પર પણ કાબૂ રાખવો પડશે.
ઉપાય: રોજ સવારે ગાયત્રી મંત્રનો જાપ કરો
મીન રાશિ
મંગળ તમારી રાશિથી ત્રીજા ભાવ એટલે પરાક્રમ ભાવમાં ગોચર કરશે. મંગળના આ ગોચર દરમિયાન તમે સાહસ અને આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તેના પરિણામસ્વરૂપે, તમે તમારા વિચારોને સ્પષ્ટ અને બીજા સામે રાખશો. ઘણાં અવસરોના યોગ્ય લાભ ઉઠાવી શકશો. આથી તમને તમારી મહત્વાકાંક્ષાઓને પૂરી કરવામાં પણ મદદ મળશે.
આ અવધિ મીન રાશિવાળા માટે ભાગ્યનો સાથે લઈને આવશે. આ દરમિયાન તમને ઘણા શુભ અવસર મળશે. આ સમય ઉર્જાવાન રહેશો અને દરેક કાર્યને તમારી યોગ્યતા અને કાર્ય ક્ષમતા સાથે પૂરા કરતા, તેનાથી સારો લાભ થશે. આથી તમને ધન લાભ પણ થશે.
ઉપાય: નિયમિત રૂપથી બાબા કાલ ભૈરવની ઉપાસના કરો.