બિહારમાં નાબાલીગ યુવતીનું અપહરણ કરી લેવામાં આવ્યું અને આ યુવતીના પરિવાર વાળા તેને ત્રણ વર્ષ સુધી શોધતા રહ્યાં હતાં. ત્યાં હવે આ યુવતી તેમના પરિવારવાળાથી મળી છે. જે સ્થિતિમા આ યુવતી પોતાના પરિવારવાળાથી મળી તેનું શબ્દોમાં વર્ણવી નથી શકાતું. આ યુવતીના ભાઈ તેને જોઈ તો રડવા લાગ્યો. આ મામલો બિહારનો છે. બિહારની રહેવાસી આ નાબાલીક યુવતીનું અપહરણ વર્ષ 20218માં થયું હતું. ત્યારથી પરિવારવાળા તેની શોધ કરી રહ્યાં હતાં. ત્યાં હવે આ યુવતી પરિવારવાળાને મળી તો બે દિકરાની માતા બની ચૂકી છે.
બિહારના જહાનાબાદથી જૂન 2018માં અચાનકથી નાબાલીકાનું અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પરિવારવાળાએ તાત્કાલિક પોલીસમાં ફરીયાદ કરી હતી, પરંતુ બિહાર પોલીસે એ કહીને પરિવારવાળાને પાછા ઘરે મોકલી દીધાં કે તે પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ છે. પરિવારવાળાને પોતાની દીકરી પર પૂરો વિશ્વાસ હતો અને તેની તપાસમાં લાગી ગયો. યુવતીના ભાઈએ પોતાની કોલ ડિટેલ અને મોબાઈલની લોકેશન ટ્રેસ કરી અને અંતમાં તેને ખબર પડી કે તેની બહેન ક્યાં છે.
ભાઈને પોતાની બહેનની લોકેશન રાજસ્થાનના દૌસામાં મળી. ત્યારબાદ બિહાર પોલીસ રાજસ્થાન ગઈ અને રાજસ્થાન પોલીસની મદદથી યુવતીની ખબર પડી હતી. લગભગ ત્રણ વર્ષ પછી આ યુવતી પોતાના પરિવાર વાળાથી મળી. જ્યારે પોલીસએ યુવતીથી પૂછપરછ કરી તો તે કઈ ન બતાવી શકી, પરંતુ તેના ભાઈ સામે તેણે પોતાની આપવીતી સંભળાવી હતી.
યુવતીએ જણાવ્યું કે તેનું અપહરણ કેટલાક લોકોએ કહ્યું હતું. અપહરણ કરનારી ગેંગમાં એક મહિલા પણ હતી જેણે તેને ફસાવી હતી. આ મહિલા પોતાની સાથે તેને ઉત્તર પ્રદેશના નોરડા લઈ ગઈ. અહીયાથી ફરી તેને રાજસ્થાનના દૌસા લઈ જવામાં આવી. દૌસામાં તેને 5 લાખ રૂપિયામાં ખરીદી. આ દરમિયાન ઘણાં લોકો પાસે તેને મોકલવામાં આવી. ખરીદનારે લગ્ન ન કર્યા અને તેના બે દીકરા પણ થઈ ગયાં.
મહિલાના ભાઈનો આરોપ છે કે બિહાર પોલીસે કોઈ મદદ ન કરી. જે આરોપીઓએ અપહરણ કરીને મહિલાને મોકલી હતી. તેના પર આજ સુધી કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. આ આરોપીઓમાં ઘણાં બિહારના જહાનાબાદના ડોન છે. જોકે દૌસા પોલીસે તેની ઘણી મદદ કરી છે. જ્યારે રાજ્યની પોલીસે મદદ ન કરી અને નાબાલીકના ચરિત્ર પર પ્રશ્ન ઉઠાવ્યાં.
આરોપીઓમાં એક હિમાચલ પ્રદેશનો છે, અન્ય બધાં બિહારના રહેવાસી હતા. આ ગેંગ મહિલાઓનું અપહરણ કરીને તેને વેચતા હતા. આ ગેંગમાં એક મહિલા પણ સામેલ હતી. બિહાર પોલીસના એકઆઈ રંજન કુમારે જણાવ્યું કે હવે બિહાર પોલીસ મહિલાને લઈને બિહાર જશે. આખા મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મહિલાનું અપહરણ કરવામાં કોણ કોણ લોકો સામેલ હતાં અને આ મહિલાને ક્યાં ક્યાં વેચવામાં આવી હતી અને તેને ખરીદનાર કોણ કોણ છે. તેની જાણકારી પોલીસ લગાવી રહી છે, પરંતુ યુવતીના પરિવાર વાળા અત્યારે પણ બિહાર પોલીસ પર ગુસ્સે છે. તેનો આરોપ છે કે સમય રહેતા બિહાર પોલીસે તેની મદદ નથી કરી.