એક નેતાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીના ત્રણ વાર ધારાસભ્ય રહી ચુકેલા માયાશંકર પાઠકને લોકો માર મારી રહ્યાં છે. એટલું જ નહીં તેનાથી કાન પકડાવીને માફી પણ મંગાવી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ધારાસભ્ય પર એક વિદ્યાર્થીનીને છેડતીનો આરોપ છે.
પૂર્વ ધારાસભ્યએ યુવતીને ઓફિસ બોલાવી કર્યું અશ્લીલ વર્તન
માયાશંકર પાઠક ચિરઈગામ વિધાનસભાથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય રહી ચુક્યાં છે. હાલમાં તે ભગતુઆ ગામમાં એમપી ઈન્સ્ટીટ્યૂટ એન્ડ કમ્પ્યુટર કોલેજના નામથી ઈન્ટર કોલેજ ચલાવી રહ્યાં છે. તેના કોલેજની એક વિદ્યાર્થીનીએ આરોપ લગાવ્યો છે કે પાઠકે પોતાની ઓફિસમાં બોલાવી તેની સાથે અશ્લીક વર્તન કર્યું હતું.
કાન પકડી પૂર્વ ધારાસભ્યએ માંગી માફી
મારપીટનો આ વીડિયો ગત દિવસનો જણાવવામાં આવે છે, જેમાં યુવતીના પરિવારજનો પૂર્વ ધારાસભ્યને મારમારી રહ્યાં છે. આ વાયરલ વીડિયોમાં પાઠક પોતાના કાન પડીને માંફતો પણ નજર આવી રહ્યો છે. CO પિંડરા અભિષેક કુમાર પાંડે જણાવ્યું કે પોલીસ વાયરલ વીડિયોની તપાસ કરી રહી છે. બંને પક્ષો તરફથી કોઈએ પણ પોલીસમાં ફરિયાદ કરી નથી. પોલીસનું કહેવાનું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
જ્યારે ભૂલ સ્વીકારી તો વધું પડી થપ્પડ
જણાવવામાં આવે છે કે વિદ્યાર્થીનીએ પાઠકના ખરાબ વર્તનથી પરેશાન થઈ આ વાત પોતાના પરિવારજનોને જણાવી હતી. તે શનિવારે પરિવારના લોકો કોલેજ પહોચ્યાં અને તેને જોરદાર માર મારવા લાગ્યાં. જ્યારે માયાશંકરે પોતાની ભૂલ સ્વીકારીતે તેને વધું થપ્પડ ખાવી પડી હતી.