નકારાત્મક ઉર્જા અથવા ખરાબ શક્તિ કોઈના પણ ઘરને ઘેરી શકે છે. અચાનક ઘરમાં દુખોના ડૂગર તૂટ પડે છે અને ખુશીઓ વેરવિખેર થઈ જાય છે. જે પણ કામ કરવા માટે આગળ વધીએ છે તો તે અટકવા લાગે છે અથવા પછી બગડી જાય છે. વાત વગર ઘરમાં બેચેની રહેવા લાગે છે. પરિવારમાં એક પછી એક લોકો બીમાર પડવા લાગે છે. ઘરમાં આવતા જ મૂડ ખરાબ થઈ જાય છે, પૂજા-પાઠમાં મન નથી લાગતું. પરસ્પર તણાવ બની રહે છે તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય છે. તણાવ અથવા ઝઘડાનું કારણ પણ નકારાત્મક શક્તિ હોય છે. ઘણીવાર ઘરમાં આત્માઓના પડછાયાના કારણ પણ ખરાબ શક્તિઓ વાસ કરવા લાગે છે. મંદિરોમાં જવાથી મનને ઘણી શાંતિ મળે છે. ત્યાં હંમેશા ધૂપ અને અગરબત્તઓ ચાલતી રહે છે. આ ધૂપથી તમારા ઘરને મંદિરો જેમ સુગંધિ બનાવી શકો છો. જો તમે આ ઉપાયને અપનાવશો તો ખરાબ શક્તિઓ ટૂંક સમયમાં તમારૂ ઘર છોડીને જતી રહેશે.
નકારાત્મક શક્તિઓને ભગાડવા માટે
એવું કહેવામાં આવે છે કે પીળું સરસવ, ગુગળ, મિક્સ કરીને ધૂપ બનાવી અને સૂર્યાસ્ત પછી દિવસ અસ્ત થતા પહેલા ગાયનુ છાણું સળગાવીને બધી મિશ્રણ કરેલી સામગ્રી તેના પર નાંખી દો અને તેનો ધૂમાળો ઘરમાં ફેલાવી લો. આમ 21 દિવસ સુધી કરો. આ ઉપાય કરવાથી નકારાત્મક શક્તિ દૂર થાય છે.
કપૂરનો ધૂપ
ધાર્મિક શાસ્ત્રમાં કપૂરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર, કપૂર સળગાવવાથી દેવદોષ તેમજ પિતૃદેષનું શમન થાય છે. નિયમિત સવારે અને સાંજે ઘરમાં સંધ્યા સમય કપૂર અવશ્ય પ્રગટાવો. આ ઉપયોગ કરવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.
ગુગળનો ધૂપ
ગુગળનો ઉપયોગ સુગંધ, અત્તર અને ઔષધિમાં પણ કરવામાં આવે છે. તેની સુગંધ મીઠી હોય છે અને અગ્નિમાં નાંખવા પર તે સ્થળ સુગંધથી ભળી જાય છે. આ ઘણાં રોગોથી પણ લાભદાયી માનવામાં આવે છે. આમ કરવાથી ઘરનો માહોલ સારો રહે છે.
ઉંઘ ન આવવી
જો ઘરમાં કોઈ સભ્યની ઉંઘ પૂરી ન થઈ રહી હોય તો પણ ગુગળના ધૂપ ગાયના છાણું પર રાખીને સળગાવી શકાય છે. આ ધૂપને બહુ જ સારો માનવામાં આવે છે.
ગોળ-ઘીનો ધૂપ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, ગોળ-ઘીના ધૂપને અગ્નિહોત્ર સુગંધ પણ કહેવામાં આવે છે. ગુરૂવારે અને રવિવારે ગોળ અને ઘી મિક્સ કરીને તેને છાણું પર સળગાવો. તમે ઈચ્છો તો પાકેલા ચોખા પણ મિક્સ કરી શકો છો. આથી જે સુગંધિત વાતાવરણ બની રહે છે. તે તમારા મન અને મગજના તણાવને શાંત કરી દેશે.