કોરોના મહામારીએ ઘણાં લોકોને બેરોજગાર કરી લીધાં. આ દરમિયાન ઘણાં લોકોની નોકરી જતી રહી. તેમજ ઘણીં કંપનીઓએ પોતાના કર્મચારીનો પગાર કાપી નાંખ્યો. ઘણાં લોકો માટે તેના કારણે ઘર ચલાવવામાં પણ મુશ્કેલી પડવા લાગી. ઘણાં મહિનાથી પોતાના કાપેલા પગાલના કારણે કર્નાટકનો રહેવાસી બસ કંડક્ટરે ફેસબુક પર પોતાની કિડની વેચવાની ઓફર આપી છે. 38 વર્ષના બસ કંડક્ટર હનુમંથ કલેગારએ કહ્યું કે તેને આપેલા પગારે તેનું ઘર ચાલી રહ્યું ન હતું. આ કારણથી તેણે ફેસબુક પર પોતાની કિડની વેચવા માટે જાહેરાત કરી છે.
ફેસબુક પર કરી દુ:ખદ પોસ્ટ
હનુમંથે ફેસબુક પર પોસ્ટ કરી, જે વાયરલ થઈ ગઈ છે. તેમાં તેણે લખ્યું કે તે ટ્રાન્સપોર્ટ ઈમ્પ્લોઈ છે. તેની પાસે રાશન અને ઘરનું રેન્ટ આપ માટે પૈસા નથી. એટલા માટે તે પોતાની કિડની વેચવા માંગે છે. તેણે આ પોસ્ટમાં પોતાના ફોન નંબર પણ આપ્યો છે. હનુમંથ North East Karnataka Road Transport Corporation (NEKRTC)ના ગંગાવતી ડિપોમાં કામ કરે છે.
પૈસાની તંગીથી થયો મજબૂર
હનુમંથ તેના પહેલા Bangalore Metropolitan Transport Corporationમાં કામ કરતો હતો. કોરોના મહામારીમાં તેનો પગાર કપાવા લાગ્યો, જેના કારણે ઘરનો ખર્ચ ચલાવવો મુશ્કેલ થઈ ગયો. આ કારણથી તેની પાસે કિડની વેચવા સિવાય કોઈ વિકલ્પ ન બચ્યો. તેણે જણાવ્યું કે તેના કાપેલા પગારમાં તેના ઘરનું ભાડું આપવું પડે છે. સાથે જ પોતાના બાળકોની સ્કૂલ ફી અને પેરેન્સના મેડિકલ બિલ ચુકવવા પડે છે. પગારના પૈસાથી આ શક્ય ન હતું. આ કારણથી તેને કિડની વેચવા મજબૂર થવું પડ્યું.
ટ્રાન્સપોર્ટ કંપનીએ લગાવ્યો કામચોરીનો આરોપ
તેમજ આખા મામલાને લઈને NEKRTC’s Koppal Divisional Controller એમ એ મુલ્લાએ કહ્યું કે હનુમંથ કામ પર નિયમિત નથી આવતો. તે ક્યારેક આવે અને ક્યારેક નહી. આ કારણથી તેનો પગાર ઓછો મળવા લાગ્યો. તેને ઘણીવાર સમયસર આવવાનું કહેવામાં આવ્યું છે. પરંતુ તે ઘણો અનિયમિત છે. એવામાં કંપની પર પગાર ઓછો આપવાનો આરોપ ખોટો છે.