વર્ષ 2013માં કેદારનાથમાં થયેલી જળહોનારતને લોકો હજુ પણ ભૂલ નથી ચૂક્યા, ત્યાં ઉત્તરાખંડમાં ફરી એકવાર કુદરતી આફત આવી પડી છે. અહીયાના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાની ઘટનાએ બધાં લોકોને હચમચાવી નાંખ્યાં. પાણીના ભંયકર પૂરથી થયેલી તબાદીને જોઈને ભવિષ્ય માટે પણ ખતરો વધી ગયો છે. એક અભ્યાસ પ્રમાણે, નિષ્ણાંતોએ આવનારા દાયકામાં હિમાલયની ધરતી ગુમ થવાની આશંકા વ્યક્ત કરી છે. કારણ કે 650 ગ્લેશિયરોને ઝપડથી ઓગળવાની અતોપતો મળી ગયો છે. આ ગ્લોબલ વોર્મિંગની તરફ ઈજારો કરી રહ્યું છે.
વર્ષ 2019માં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું કે વર્ષ 1975 થી 2000 સુધી દર વર્ષે સરેરાશ 400 કરોડ ટર્ન બરફ ઓળગતો રહ્યો, પરંતુ જે બાદ ગ્લેશિયરોથી (હિમપ્રવાહ) ઓગળવાની ઝડપ બે ગણી વધી ગઈ. સ્થિતિને સચોટ મેળવવા માટે નિષ્ણાતોએ 40 વર્ષો સુધી ભારતસ ચીન, નેપાણ, અને ભૂટાનમાં ફેલાયેલી હિમાલયન ગ્લેશિયરો પર સેટેલાઈટ દ્વારા નજર રાખવામાં આવી હતી.
બે તૃતીયાંશ સુધી પીગળી જશે ગ્લેશિયર
ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઝડપથી વધી રહ્યો છે. એવામાં વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે તેના પર નિયંત્રણ ન રાખવાથી વર્ષ 2100 સુધી હિમાયલ ક્ષેત્રના બે તૃતીયાંશ ગ્લેશિયર ઓગળી જશે. આ આગળ જતા ભયંકર તબાહી લાવી શકે છે. ગ્લેશિયરોનું ઓળવાનું સૌથી વધું નુકસાન ભારત, ચીન, મ્યાંમાર, નેપાળ, અફગાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ભૂટાનને થશે.
હિમાલયન ક્ષેત્રનું તાપમાન
વિજ્ઞાન પત્રિકા સાયન્સ એડવાન્સમાં છપાયેલી સ્ટડી રિપોર્ટ પ્રમાણે, 2 હજાર કિલોમીટરથી વધું ક્ષેત્રમાં ફેલાયેલા હિમાલય વિસ્તાનું તાપમાન એક ડિગ્રીથી વધું સુધી વધી ચુક્યું છે. નાસા અને જાપાની અંતરિક્ષ એજન્સી જાક્સાના ડેટા વિશ્લેષણ અનુસાર, હિમાલયન ક્ષેત્ર બદલી રહ્યું છે. આથી 650 ગ્લેશિયરો પર ખતરો વધી ગયો છે.