સોશિયલ મીડિયા અમુક અંશ સુધી સમાજનો આરિસો બની ચુક્યો છે. ઘણાં લોકો તેના દ્વારા સમાજની કુપ્રથા વિશે આપણે જાણ કરે છે. વાસ્તવમાં હાલમાં મધ્ય પ્રદેશનો એક એવા વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની કહાની તમારા હોશ ઉઠાવી નાંખશે. તમને જણાવી દઈએ કે, મધ્ય પ્રદેશના ગુના જિલ્લામાં કઈક એવું બન્યું કે જેને જાણીને તમે આશ્ચર્ય ચક્તિ થઈ જશો.
આ ઘટનામાં એક મહિલાના ખભા પર તેના જેઠને બેસાડવામાં આવ્યો છે, ત્યારબાદ તેની સાથે મારપીટ કરવામાં અને તેને એક ગામથી બીજા ગામ સુધી ત્રણ કિલોમીટર પગપાળા લઈ જવામાં આવ્યો. મહિલા અપરાધનો આ કિસ્સો બધાંને હેરાન કરી રહ્યો છે. આ કિસ્સો સામે આવ્યાં પછી ઘણાં લોકોના હોશ ઉગી ગયાં છે. મળતી માહિતી અનુસાર, પીડિત મહિલા પરણિત છે.
આ મામલામાં મહિલાનું કહેવું છે, ”મારૂ પહેલું સાસરિયું ગામ બાંસખેડી છે, હું ગામ દગડફલા ગ્રામ પંચાયત રાય બમોરી વિધાનસાભની રહેવાસી છું. પોતાના પતિ દ્વારા મને છોડવાની વાત અને બીજા સાથે રહેવાની વાતથી સંમત થઈને હું પોતાના પરણિત પતિને તેની મરજીથી છોડીને એક અન્ય યુવક સાથે ગ્રામીણ સાગઈમાં રહેવા લાગી. ” આ ઉપરાંત પીડિત મહિલાએ એ પણ જણાવ્યું કે ગત એક મહિનાથી બીજા યુવક સાથે પતિ-પત્નીની જેમ સાગઈ ગામમાં રહેતી હતી.
આ વચ્ચે અચાનક 9 ફેબ્રુઆરીના રોજ તેના પહેલા સાસરિયાવાળા, જેઠ સસરાના અન્ય દીકરા, બધાં થઈને 8 લોકો મોટરસાઈકલ, પગપાળ તેને હાલના ઘરે પહોચ્યાં. ત્યાંથી તે બધાં પીડિતાને મારતા મારતા તેના પહેલા સાસરિયા બાંસખેડી લઈને આવ્યાં.
સાગઈ ગામથી બાંસખેડીના રસ્તો 3 કિલોમીટરનો છે. પીડિતાએ જણાવ્યું, આ દમિયાન મારી સાથે મારપીટ કરવામાં આવી, અને મારો જેઠ મારા ખભા પર બેઠ્યો અને મને પગપાળા સગાઈ ગામથી બાંસખેડી ગામ સુધી લઈને આવ્યાં. મળતી માહિતા પ્રમાણે, આ મામલામાં ફરિયાદી અને આરોપી ભીલ સમાજના છે. આ દરમિયાન ઘણાં વીડિયા પણ બનાવવામાં આવ્યાં છે જે અત્યારે ઝપડથી વાયરલ થઈ રહ્યો છે. આ મામલા વિશે સિરસી થાણું પ્રભારી રાકેશ શર્માનું કહેવું છ કે તેણે મારપીટની ધારાઓમાં કેસ 4 લોકો પર નોખવામા આવ્યો અને ચાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.