આ દુનિયા ઘણી અજીબગરીબ વસ્તુઓથી ભરેલી છે. આ વસ્તુ વિશે જાણીને કોઈપણ ચકિત થઈ જાય છે. સામાન્ય રીતે પથ્થરનો ઉપયોગ ઘર બનાવવામાં જ કરવામાં આવે છે. પરંતુ તમને એક એવા પથ્થર વિશે જણાવી રહ્યાં છે, જેને કાપવાથી લોહી નીકળે છે.
તમને જાણીને હેરાની થતી હશે કે આ પથ્થર બજારમાં મોંઘી કિંમતમાં વેચાય રહ્યો છે. લોકો તેને ઘણાં શોખથી ખાય રહ્યાં છે. ખૂબ ઓછા લોકો તેના વિશે જાણે છે. આવો જાણીએ આ અનોખા પથ્થર વિશે…
સમુદ્રની ઊંડાયમાં મળી આવે છે
લોકો આ પથ્થરને સમુદ્રની ઊંડાઈમાં શોધતા હોય છે. તમને આ જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં આ પથ્થરથી મળનારા માંસને લોકો અત્યંત પસંદ કરી રહ્યાં છે. ચિલી અને પેરૂના દરિયા કાંઠે આ પ્રકારના પથ્થર મોટી સંખ્યામાં મળી આવે છે.
આ પથ્થરોને જેવો જ તોડે છે તેમાંથી લોહી વહેવા લાગે છે. આ પથ્થરમાં ન ફક્ત લોહી હાજર છે પરંતુ માંસ પણ સામેલ છે. ઉપરથી કડક જોવા મળતો આ પથ્થર અંદરથી અત્યંત નરમ હોય છે.
ધારદાર ચાકૂથી કાપવામાં આવે છે
એવું કહેવામાં આવે છે કે આ પથ્થરનું માંસ કાંઢવા માટે ધારદાર ચાકૂ જોઈએ. ઘણાં બધાં લોકો આ પથ્થરના માંસને કાચું ખાવાનું પસંદ કરે છે.
આમ તો આ પથ્થપ એક પ્રકારનો સમુદ્રી જીવ હોય છે. આ શ્વાસ પણ લે છે ખાવાનું પણ ખાય છે. પરંતુ જોવામાં આ પથ્થર સમાન જોવા મળે છે. દુનિયાભરમાં આ પથ્થરનું લોકો માંસ પસંદ કરે છે.
I like the efforts you have put in this, regards for all the great content.